મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

Fire security.

 જ્યારથી તક્ષશિલા કાંડ થયો છે. એ બાદ ગુજરાતમાં અનેક એવી ઘટનાઓ બની છે કે જ્યાં આગ લાગી હોય. અને મોટી જાનહાનિ થઈ હોય. સૌથી મોટો પ્રશ્ન એ છે, કે તમે ફાયર સેફ્ટીની સુવિધા તો ઘણા સ્થાને મૂકવામાં આવી છે ઘણી સરકારી અને પ્રાઇવેટ સ્કૂલમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા મૂકવામાં આવી છે આ ઉપરાંત હોસ્પિટલ અને ઘણી બધી ઓફિસોમાં, મોલમાં પણ ફાયર સેફ્ટીની સુવિધાઓ મૂકવામાં આવી. પરંતુ અહીં નોંધવા જેવી બાબત એ છે, કે ભારતમાં ઘણા બધા લોકોને સાક્ષરતા નો અભાવ હોવાના કારણે આવા સમયે શું કરવું. શું ન કરવું જોઈએ એ અંગે યોગ્ય પગલાં લઈ શકતા નથી. તેમ જ ફાયર સેફટીનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે યોગ્ય જ્ઞાનનો અભાવ છે. ફાયર સેફટી માટે જે બોટલ રાખવામાં આવ્યું હોય તેને કઈ રીતે ખોલવી, તે બોટલ ભરેલી છે, કે નહીં તેનું ધ્યાન રાખવું અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે લોકોને બચાવવા અંગેની કોઈપણ માહિતી લોકોમાં નથી. ઘણી વખત એવું પણ બને છે કે આપણી પાસે જો માહિતી પૂરતી માત્રામાં હોય તો આપણે મોટી જાનહાની ટાળી શકીએ છીએ. આજે વિદ્યાર્થી ના સંદર્ભમાં જો થોડી ઘણી વાત કરીએ તો ધોરણ 6 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને પણ યોગ્ય માહિતી નથી કે આ ફાયર બોટલ નો

क्या हमारे छात्र राजनीती मे हि रह जायेगे?

વિદ્યાર્થી સંગઠન ભારત એ વિશ્વમાં સૌથી વધારે યુવાનો ધરાવતો દેશ છે. આ યુવાનો એક પ્રકારનું માનવ સંસાધન કહી શકાય. પરંતુ આ યુવાનો જેટલા પ્રમાણમાં ઉપયોગ થવો જોઈતો હતો એટલા પ્રમાણમાં નથી થઈ રહ્યો . મારા મત મુજબ જેટલા પણ વિદ્યાર્થી સંગઠનો છે તે લોકોએ આ બાબત પર ધ્યાન ધરવું જોઈએ મોટા ભાગના વિદ્યાર્થી સંગઠનોએ પોતાની રીતે રાજકીય સક્રિય છે અને પોતાનું સંગઠન વધારવા માટે રાજકીય પ્રવૃત્તિ અને વિદ્યાર્થીઓના અનેક મુદ્દાઓ ઉઠાવતા હોય છે જે માત્ર યુનિવર્સિટી પૂરતા જ હોય છે અથવા તો કોઈ કોલેજ પૂરતા સીમિત રહી જાય છે. પરંતુ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક આ બાબત ઉપર આ વિદ્યાર્થી સંગઠનો ઓછું ધ્યાન આપતા હોય એવું જણાય રહ્યું છે.  મારા મત મુજબ આ કેટલાક મુદ્દાઓ છે જેના પર વિદ્યાર્થી સંગઠનોએ ધ્યાન ધરવું જોઈએ. a. દરેક વિદ્યાર્થી સંગઠનમા રાજકીય બાબત ની અંદર મહિલા ઉપર ખાસ ભાર આપવો જોઈએ આપણે હાલમાં વિધાનસભા અને લોકસભાની પરિસ્થિતિ પણ જોઈ રહ્યા છીએ .અને તેમાં પણ મહિલાઓ નું પ્રભુત્વ ઓછું છે. આથી દરેક વિદ્યાર્થી સંગઠનોએ મહિલાને આગળ વધારવા ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. જો મહિલા રાજકીય ક્ષેત્રે આગળ વધશે તો તેના

'નૈતિકતાની દુવિધા,બની માનવ ની સુવિધા'

                      'નૈતિકતાની દુવિધા,બની માનવ ની સુવિધા' સમગ્ર વિશ્વમાં ઘણા બધા લોકો એવા છે કે જે  ઘણી બધી કઠણ પરિસ્થિતિઓમાં પણ ખુશ રહેતા શીખી ગયા છે. અને ઘણા બધા લોકો હાલમાં દુઃખી છે. વીર સાવરકર ના માતા ન હતા અને તેના પિતા ખૂબ જ કઠણ હતા. તેમણે નાનપણ થી જ મુસલમાનોને હિન્દુની લડાઈઓ જોઈ હતી. આથી તેની વિચારધારા તે મુજબ ધડાઇ હતી. ગાંધીજીએ નાનપણથી જ તેમના ઘરે તેમના પિતાને  મળવા માટે તમામ ધર્મના લોકો આવતા હતા અને તેઓ તમામ ધર્મના લોકો સાથે રહ્યા હોવાથી તેઓ વિશ્વ પ્રેમની ભાવનાના પ્રખર પ્રેરક હતા. આ સાથે નાનપણમાં તેમના જીવનની એવી ઘણી ઘટનાઓ બની ગઈ હતી કે જેથી તેમને પોતાના જીવનના મૂલ્યો માં નૈતિકતા, અહિંસા, નીડરતા, સત્યાગ્રહ નો સમાવેશ કર્યો. આ તમામ મૂલ્યોનું ઘડતર તેમના બાળપણના અનુભવના આધારે થઈ ચૂક્યુ હતું. વિશ્વમાં એવું માનવામાં આવે છે કે ડેનમાર્ક દેશમાં લોકોને ભ્રષ્ટાચાર નો અર્થ ખબર નથી અને ત્યાંના લોકોને ભ્રષ્ટાચાર કરવાથી શરમ આવે છે. જ્યારે વિશ્વના અન્ય દેશોમાં જોઈએ તો ભ્રષ્ટાચાર, ચોરી, હત્યા કરવી, કોઈને દગો દેવો, રેપ કરવો વગેરે જેવી ઘટનાઓ દિન-પ્રતિદિન બનતી હોય છે.  આવી ઘટનાઓના કારણે

*મારે I.A.S. શા માટે બનવું છે ?*

                    * મારે I.A.S. શા માટે બનવું છે ? *  સાચી વાત કરું ને તો મેં જ્યારે સરકારી પરીક્ષા ની તૈયારી ચાલુ કરી ને ત્યારે હું તલાટી કે મામલતદાર જેવી પોસ્ટ મેળવવા માંગતો હતો, ત્યારે મને IAS શું છે તેના વિશે જરાય પણ જ્ઞાન ન હતું. upsc શું છે તેના વિશે પણ મને કંઈ જ ખબર ન હતી, પરંતુ હું કોલેજમાં એવા પાંચ થી છ મિત્રોને મળ્યો કેજે upsc ની તૈયારી કરતા હતા અને તેને મળતા જ મને તેના જ્ઞાનનો અનુભવ થઈ જતો હતો. પછી એક દિવસ હું લાઇબ્રેરી એ બેઠો અને upsc વિશે જાણ્યું. પહેલા તો મનમાં ડર અનુભવાયો કે હું તો ટ્યુશન જતો હતો એ છોડી દઉં પરંતુ ઘરે શું જવાબ દઈશ. પછી મનમાં એવા પણ વિચાર આવ્યા કે upsc મારા કામનું નથી. પણ મે જ્યારથી upsc નું સાંભળ્યું ત્યારથી રાતે નીંદર ના આવતી અને સતત એમ થતું કે નય upsc ની તૈયારી ચાલુ કરી દઉં. અંતે મેં સાત દિવસ upsc વિશે સંપૂર્ણ માહિતી મેળવી અને મેં ઘરે જાણ કર્યા વિના મારું gpsc class 3નું ટ્યુશન મૂક્યુ અને ncert થી મેં મારી શરૂઆત કરી. શરૃઆતના કેટલાક દિવસો મને ncert હિન્દીમાં સમજાતી નહીં અને ઘણો સમયે ચાલ્યો જતો. ત્યારબાદ Fast Reading  કેમ થાય તેના વિશે જાણકારી મેળવી ધીમ

આતો મારો પ્રેમ હતો?

                    આ તો મારો પ્રેમ હતો? ખરેખર પ્રેમીઓનો પોતાના લક્ષ્ય નક્કી જ હોય છે. તેણે પોતાના ટાર્ગેટ સિવાય કઈ જ દેખાતું હોતું નથી. સવારે શાળા-કોલેજ જતી વખતે પોતાનો પ્રેમી કેટલા વાગે ઘરે થી નીકળ્યો છે? ક્યાં રહે છે ?એ બધી જ માહિતી એક પ્રેમી પાસે હોય છે. ચાલીને જાય તો ધીમે ધીમે તેની ચાલ ને જોવે તેની બેગ કેવા કલરની છે. તેના વાળ કેવી રીતે ઓળેલા છે. આવું નિરીક્ષણ જ્યાં સુધી શાળા-કોલેજ સુધી પહોંચી ન જાય ત્યાં સુધી કરે છે અને એમાંય વળી સાઇકલ કે ગાડી લઈને જાય તો બંને ધીમે ધીમે સાઇકલ ચલાવે એકબીજાથી આગળ જવાનો પ્રયત્ન કરે , હોર્ન વગાડે વળી ગાડી હોય તો કાચમાં જોવે છે મારી પ્રેમી ગાડી ચલાવતા કેવી લાગી રહી છે? શાળા કે કોલેજ પર પહોંચીને પ્રાર્થના થતી હોય છે. પણ આ તો પ્રેમી છે. આંખો બંધ કરે તો એનો જ ચહેરો સામે આવે ને આંખો ખુલે તો પણ તેને જ જોવા માટે. ક્લાસરૂમની અંદર ભણાવતી વખતે વિજ્ઞાનમાં ન્યુટન બનીને આવે તો ક્યારેક તે સંસ્કૃતના શ્લોકો ગાતી જોવા મળે છે. ક્યારેક તો મને એવું લાગે છે કે તે મારી સાથે આઝાદીની ચળવળમાં પણ ખભે થી ખભો મિલાવીને ચાલતી હતી, ક્યારેક તો ગણિતના સરવાળા, બાદબાકી મને આંગળીના વેઢે

કોરોના કાળમાં થયેલા મારા અનુભવો

  કોરોના કાળમાં થયેલા મારા અનુભવો આ લેખની અંદર કોરોના સમયમાં થયેલા હું મારા અનુભવો જણાવવા જઈ રહ્યો છું.તમે પણ તમારા અનુભવો જણાવી શકો છો.જેનાથી સમગ્ર પરિસ્થિતિ શું હતી તેનું જાણ થઈ શકે. અને જો આગળના સમયમાં આવી પરિસ્થિતિ સર્જાય તો તેને કઈ રીતે નિયંત્રિત કરવી તેનો અનુભવ પણ થઈ શકે. આટલા વર્ષોના વર્ષો વીતી ગયા પરંતુ લોકોએ ક્યારેય આવી બીમારી જોઇ ન હતી.આની પહેલા સુરતની અંદર પ્લેગ ફાટી નીકળ્યો હતો. પરંતુ આટલા મોટાપાયે નુકસાન થયું ન હતું કોરોના ના કેસ ધીમે ધીમે જ્યારે ભારતની અંદર શરૂ થયા ત્યારે લોકો ખુબજ ડરી ગયા હતા કે આ રોગની દવા નથી તો અમારું હવે શું થશે.ત્યારબાદ સરકાર દ્વારા lockdown જાહેર કરવામાં આવ્યું જેના કારણે સમગ્ર અર્થતંત્ર થંભી ગયું હતું. અચાનક lockdown જાહેર કરવાના કારણે અનેક લોકોને અનેક મુશ્કેલીઓ પડી હતી જેને કોઈ સીમા ન હતી ઘણા મજૂરો એવા હતા કે જેને પોતાના મૂળ વતન એ જવું હતું એ જઈ શક્યા ન હતા પરંતુ પાછળથી તેને રેલવે દ્વારા પોતાના વતનમાં મોકલવામાં આવ્યા હતા. આ સમયની અંદર સંપૂર્ણ અર્થતંત્ર ખોરવાઇ ગયું હોવાના કારણે ઘણા એવા પણ લોકો હતા કે જે બે ટાઈમ નું ખાવાના પણ ક્ષમતા ન હતી. પરંતુ સુ

ધોરણ 10 -12 પછી શુ?

  ધોરણ 10 પછી શુ? મિત્રો મને ખબર છે કે દસમા ધોરણના મારા મિત્રો ઓછા હોવાથી આ લેખ તે વાંચી શકશે નહીં પરંતુ જે પણ મિત્રો આ લેખ વાંચી રહ્યા છે કે મિત્રોને વિનંતી છે કે દસમા ધોરણના વિદ્યાર્થી સુધી આ લેખ પહોંચાડે જેથી તેના પ્રશ્નોના નિરાકરણ થાય અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બને. મિત્રો આ લેખ હાલની પરિસ્થિતિમાં કે જે વિદ્યાર્થી મિત્રોને પરિક્ષા લીધા વગર માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તેને ધોરણ-૧૧ અને ૧૨ મા કયા ક્ષેત્રની અંદર આગળ વધુ તેના અંગે ના જેટલા પણ કાંઈ પ્રશ્નો છે તેના નિરાકરણ માટે લખવામાં આવ્યો છે. મિત્રો સૌ પ્રથમ તો હું મારા 10 મા ધોરણ નો અનુભવ તમને જણાવવા જઈ રહ્યો છું જ્યારે ધોરણ 10માં હતો ત્યારે મારે તેમાં ૬૮ ટકા આવ્યા હતા મારો ગણિત અંગ્રેજી ખૂબ જ નબળું હતું. સમાજ મને ખૂબ ગમતું હતું એટલે ઍમા સારા માર્ક્સ આવ્યા હતા. આ સિવાયના તમામ વિષયના સામાન્ય માર્ક્સ આવ્યા હતા મારી ટકાવારી કોઈ ખાસ તો ન કહી શકાય પરંતુ જ્યારે મેં ધોરણ ૧૦ પાસ કર્યું ત્યારે મારો એક લક્ષ્ય નક્કી હતો કે મારે કોમર્સ લેવું છે. અને વકીલ બનવું છે આથી મેં ધોરણ ૧૦ પછી કોમર્સ લેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હું ૧૧ અને ૧૨ના ભણતર વિ

ફિનલેન્ડની શિક્ષણ પદ્ધતિ

                                        'મારે ભણવું નથી' ભારતનો સૌથી મોટો પ્રોબ્લેમ એ જ છે કે વિદ્યાર્થીઓના મનમાં શિક્ષણ મેળવવાની ભણવાની આશા જ જન્મથી નથી. તમે જે અવારનવાર સાંભળ્યું છે કે ભણવાથી કોનું ભલુ થયું છે? તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ભારતમાં સૌથી વધુ શિક્ષિત બેરોજગાર છે જે લોકો અભણ છે તે તો કોઈપણ નાના-મોટા કામ ની અંદર લાગી ગયા છે પરંતુ જે લોકો શિક્ષણ લીધું છે એજ બેરોજગાર રહી ગયા છે ભારતની અંદર જો કોઈના વિદ્યાર્થીને સરકારી નોકરી જોઈતી હોય તો તેની ભરતી સમયસર બહાર પડતી નથી અને ભરતી બહાર પડે તો પેપર લીક થાય છે અને વિદ્યાર્થીઓનું મનોબળ તુટી જાય છે આવા અનેક શિક્ષણ પદ્ધતિ અંદર અને ભારતીય પ્રશાસનની અંદર ખામીઓ જોવા મળી છે. આજના સમયમાં ભારતના યુવાનો ભણવા પણ જાય છે તો તે માત્ર ને માત્ર ડિગ્રી મળી જાય એ માટે જેનાથી ડિગ્રી મળે તો સારા સ્થાને લગ્ન થવાની સંભાવના વધી જાય છે, હાલના સમયમાં વિદ્યાર્થીઓના મનની અંદર આવા જ વિચારો ચાલી રહ્યા છે જે એક વાસ્તવિકતા છે. ભારતમાં પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું.જે શિક્ષણ મુજબ આશ્રમમાં રહેવાનું લાકડા,કાપતા શીખડાવ

દેશની શ્રેષ્ઠ શિક્ષણ નીતિ-शिक्षा

            🤫🤫🤫શરુઆતના દિવસો🤫🤫🤫           આ બુકમાં એ પણ લખ્યું છે કે જ્યારે manish ji શિક્ષણ મંત્રી ની શપથ લીધા બાદ પ્રથમ દિવસે શાળાની મુલાકાત માં જાય છે ત્યારે તે જુએ છે કે સરકારી સ્કૂલ ની હાલત કેવી હોય છે ત્યારબાદ તે ત્યાંના શિક્ષકોને પૂછે છે કે હાલ પાછળનું કારણ શું છે શિક્ષકો જવાબ આપે છે કે અહીં જે બાળકો ભણવા આવે છે તે નીચ પરિવારમાંથી ભણવા આવે છે.અને તેને કોઈ પહેરવેશ કે કોઈ ચીજનો ભાન હોતું નથી આ સાંભળીને મને(મનિષજી ને)જોઈને દુઃખ થયું કે જો તે સમજી શકતા હોત કે નીચ જાતિની શું કહેવાય ખરાબ પરિવેશ પહેરવેશ શું કહેવાય તો તે ક્યારે આ સ્થિતિમાં ન હોય તે જે સામાજિક પરિસ્થિતિ માંથી આવે છે એનું કારણ શિક્ષા છે કે યોગ્ય શિક્ષણ નથી મળયુ એટલે માટે તેની સામાજિક પરિસ્થિતિ ખરાબ છે તે આપણી જવાબદારી છે કે નહીં સામાજિક પરિસ્થિતિ એને પહેરવેશના ગરીબી ના વિચારોને બદલવાની જવાબદારી પણ આપણી જ છે એટલા માટે શિક્ષકોની ટ્રેનિંગની પણ જરૂરિયાત જણાય હતી. ખુદ શિક્ષણ મંત્રીએ(મનિષ સિસોદિયા) જઈને સરકારી શાળાની હાલ તો ને તપાસી તેમજ તેમાં રહેલી અનેક ખામીઓને દૂર કરવાના પ્રયત્નો કર્યા જેમાં તેણે જોયું કે અનેક સ્થાને બા