મુખ્ય સામગ્રી પર જાઓ

'નૈતિકતાની દુવિધા,બની માનવ ની સુવિધા'

     



                'નૈતિકતાની દુવિધા,બની માનવ ની સુવિધા'





સમગ્ર વિશ્વમાં ઘણા બધા લોકો એવા છે કે જે  ઘણી બધી કઠણ પરિસ્થિતિઓમાં પણ ખુશ રહેતા શીખી ગયા છે. અને ઘણા બધા લોકો હાલમાં દુઃખી છે.

વીર સાવરકર ના માતા ન હતા અને તેના પિતા ખૂબ જ કઠણ હતા. તેમણે નાનપણ થી જ મુસલમાનોને હિન્દુની લડાઈઓ જોઈ હતી. આથી તેની વિચારધારા તે મુજબ ધડાઇ હતી. ગાંધીજીએ નાનપણથી જ તેમના ઘરે તેમના પિતાને  મળવા માટે તમામ ધર્મના લોકો આવતા હતા અને તેઓ તમામ ધર્મના લોકો સાથે રહ્યા હોવાથી તેઓ વિશ્વ પ્રેમની ભાવનાના પ્રખર પ્રેરક હતા.

આ સાથે નાનપણમાં તેમના જીવનની એવી ઘણી ઘટનાઓ બની ગઈ હતી કે જેથી તેમને પોતાના જીવનના મૂલ્યો માં નૈતિકતા, અહિંસા, નીડરતા, સત્યાગ્રહ નો સમાવેશ કર્યો. આ તમામ મૂલ્યોનું ઘડતર તેમના બાળપણના અનુભવના આધારે થઈ ચૂક્યુ હતું.


વિશ્વમાં એવું માનવામાં આવે છે કે ડેનમાર્ક દેશમાં લોકોને ભ્રષ્ટાચાર નો અર્થ ખબર નથી અને ત્યાંના લોકોને ભ્રષ્ટાચાર કરવાથી શરમ આવે છે. જ્યારે વિશ્વના અન્ય દેશોમાં જોઈએ તો ભ્રષ્ટાચાર, ચોરી, હત્યા કરવી, કોઈને દગો દેવો, રેપ કરવો વગેરે જેવી ઘટનાઓ દિન-પ્રતિદિન બનતી હોય છે.  આવી ઘટનાઓના કારણે સામાન્ય રીતે સામાજિક જીવનમાં અસ્થિરતા ઊભી થતી હોય છે. જો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે છે તો તેના ખિસ્સામાં જે કાંઈ નાણાં જાય છે તે અન્યના હકના જાય છે આજે અન્ય વ્યક્તિને તે ન મળવાના કારણે તેને પોતાનું શોષણ થતું હોય છે. એવી લાગણી ઉદભવે છે. અને તે માણસ પણ અન્ય નું શોષણ કરવા લાગે છે. આમ એક વ્યક્તિ બીજા વ્યક્તિ નું શોષણ કરે બીજો ત્રીજા વ્યક્તિને શોષણ કરે અને સમગ્ર સામાજિક સ્થિતિ સર્જાય છે. આનાથી અંતે ચોરી, લૂંટ આચાર , રેપ કરવો અને દગો દેવો આવી સામાન્ય ઘટનાઓ બનતી હોય છે. આ વ્યવસ્થા એ લોકોના લોહીમાં ઉતરી ગઈ છે. કોઈપણ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરતા ડરતો નથી કે તેને કોઈ પણ પ્રકારની શરમ નથી. અને આપણા સમાજમાં ભ્રષ્ટાચારી વ્યક્તિને એક પ્રકારનું પ્રોત્સાહન આપવામાં આવે છે. એવું પણ કહી શકાય છે, કે જે વ્યક્તિ ભ્રષ્ટાચાર કરતો હોય તે વ્યક્તિ માન પ્રતિષ્ઠા વાળુ અને વૈભવશાળી જીવન જીવે છે. જેનાથી સમાજમાં તેનો એક પ્રકારે આદર કરવામાં આવે છે. જે  તેના માટે પ્રોત્સાહન છે એટલે ભ્રષ્ટાચાર એ કોઈ ખોટી બાબત છે એવું તેને લાગતું નથી.


એવું નથી કે માત્ર અભણ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે છે, પરંતુ જેટલો અભણ વ્યક્તિ નથી કરતા તેના કરતા વધુ ભ્રષ્ટાચાર શિક્ષિત વ્યક્તિ કરે છે. જે તેનામાં રહેલા નૈતિકતાનું જ્ઞાન ના અભાવના કારણે જોવા મળે છે. યુપીએસસી પાસ કરનાર આઇએએસ અને આઇપીએસ ઓફિસરોને નૈતિકતાનું જ્ઞાન આપવામાં આવે છે.છતા પણ તેઓ અનેક વાર ભ્રષ્ટાચારના આરોપમાં પકડાયા હોય તેવા કિસ્સાઓ પણ આપણે જોયા છે. આ ઉપરાંત અનેક નેતાઓ અને અધિકારીઓ મોટા પાયે કૌભાંડ કરતા હોય છે.એવા ભૂતકાળમાં અનેક કિસ્સાઓ આપણી સમક્ષ છે સરકારી કચેરીમાં લાંચ લીધા વગર કોઈ પણ કામ નથી થાતુ. તેવા અનુભવો પણ ઘણા વ્યક્તિઓને થઈ ચૂક્યા છે. તો આ બધી જ પરિસ્થિતિઓને જોઈને આપણને થશે કે, શું આનો કોઈ નિરાકરણ છે કે નહીં ? એનું નિરાકરણ આવું એ ખૂબ જ જરૂરી છે.


એક ઉદ્યોગપતિને ધંધો કરવો છે. પૈસા કમાવા છે પરંતુ તેને પર્યાવરણ સંરક્ષણની કોઈપણ જાતની પડી નથી. જે પર્યાવરણ ના કારણે તેનો ધંધો ચાલી રહ્યો છ. જે પર્યાવરણ ના કારણે તે કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે. તે પર્યાવરણના સંરક્ષણ પાછળ તેને જરા પણ વિચાર આવતો નથી. આવી જ  રીતે કોઈપણ ઉદ્યોગપતિનો ધંધો એ સમાજ ના કારણે ચાલતો હોય છે. સમાજમાં રહેલા વ્યક્તિઓ તે ઉદ્યોગપતિની વસ્તુઓ ખરીદે છે. તેના કારણે તેનો ધંધો ચાલતો હોય છે પરંતુ, તે ઉદ્યોગપતિ વ્યક્તિના સ્વાસ્થ્યને હાનીકારક હોય તેવી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. અને જે વ્યક્તિના કારણે તેનો ધંધો ચાલે છે તેને જ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. સંભવિત છે કે તેમાં તેનો પોતાનો અંગત સ્વાર્થ અને ક્યાંક ને ક્યાંક પૈસાની લાલચ રહેલી હોય છે પરંતુ, આ એક પ્રકારની નૈતિકતાની વિરુધ્ધ છે અને આનું નિવારણ ઘડતર એને બાળપણમાં આપેલી શિક્ષાથી આવી શકે છે.


ખેતીક્ષેત્રે વાત કરીએ તો ખેડૂતો પોતાનો પાક દલાલ મારફતે વેચે છે અને દલાલ એટલે કે એક પ્રકારના વચેટિયા જે ખેડૂતના હાથમાં કંઈ પણ આવા દેતા નથી અને માત્ર ને માત્ર ખેડૂતોનું એક પ્રકારે શોષણ થાય છે. આ શોષણ થવાના કારણે તેના હાથમાં પૈસા બચતા નથી. જેના કારણે તે લોન લે છે અને પૈસા બચતા ન હોવાના કારણે નવી ટેકનોલોજી ખરીદી શકતો નથી. નવા પ્રયોગો કરી શકતો નથી અને આવી ને આવી રીતે કરજ નો બોજ વધતો જાય છે અને નવી ટેકનોલોજી ખરીદી ન શકવાના કારણે ઉત્પાદન વધતું નથી અને આમને આમ કૃષિની પદ્ધતિ ચાલ્યા કરે છે. આથી મૂળમાંથી સમગ્ર વ્યવસ્થા સુધારવાની જરૂર છે.


એક રાજનેતાનું વિચારીએ તો કે રાજનેતાને હંમેશા ખરાબ દ્રષ્ટિએ જોવામાં આવે છે કે જે રાજનેતાઓ હંમેશા સ્વાર્થી હોય છે તેઓ લોકોનું ભલું કરવા માટે નહીં પરંતુ પોતાનું ભલું કરવા માટે જાય છે એવી માન્યતાઓ રહેલી છે. રાજનેતાઓના મોટા મોટા કૌભાંડો અને ભ્રષ્ટાચાર પણ સામે જોવા મળે છે જે સમાજે, જે વ્યક્તિએ તેને મત આપીને ઊંચે સુધી પહોંચાડ્યો છે. તેની સાથે જ ખરાબ વર્તન કરતા આવ્યા છે અને વિવિધ ઘટનાઓ બનતી જોવા મળે છે. આથી રાજનેતાઓ માટે પણ નૈતિક શિક્ષા અનિવાર્ય કરવી જરૂરી છે.



( આજે મોટાભાગના બળાત્કારના કેસો ભણેલો ગણેલો  શિક્ષિત વ્યક્તિ કરી રહ્યો છે. ખરેખર, આ શિક્ષિત વ્યક્તિ એ પોતે એક સમયે પોતાના વિદ્યાર્થી કાળમાંથી પસાર થયો હશે. આ વિદ્યાર્થીકાળ અને યુવાન કાળ દરમિયાન જ આ વ્યક્તિ બળાત્કાર કરી રહ્યો છે આથી શિક્ષામાં મહિલા સન્માન, મહિલાને યોગ્ય નજરે જોવી એ પણ હોવું જોઈએ. વિદ્યાર્થી સંગઠનોએ પણ આ અંગે જાગૃતતા ફેલાવી શકાય છે. )


હાલના સમયમાં મોટાભાગના વ્યક્તિઓમાં માત્ર પોતાના સ્વાર્થની વિચારશ્રેણી કેળવાય રહી છે. આથી માત્ર ને માત્ર તે પોતાનું વિચારી રહ્યા છે જે ખૂબ જ હાનિકારક છે. જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે વ્યક્તિ જો માત્ર પોતાનું વિચાર છે તો માત્ર કદાચ તેનું ભલું થાય પરંતુ વ્યક્તિ જો સમગ્ર સમાજનો સમગ્ર દેશ નો વિચાર કરશે તો દેશ કે સમાજની અંદર રહેલા તમામ વ્યક્તિનું કલ્યાણ થશે એટલે જો સમગ્ર દેશનું ભલું થશે તો તે વ્યક્તિનું પણ ભલું થઈ જશે. આથી સ્વાર્થ વૃત્તિ ને દૂર કરી અને દેશ પ્રત્યે ની ભાવના કેળવવાની જરૂર છે. જો વ્યક્તિ કોઈ પણ કામ કરી રહ્યું હોય, વ્યક્તિ ખેતી કામ કરી રહી હોય, ખેતી ઉદ્યોગ કરી રહ્યો ,વ્યક્તિ અભ્યાસ કરી રહી હોય, વ્યક્તિ રમી રહ્યો હોય  તે તમામ પ્રવૃત્તિઓમાં ત્યાં કાર્ય દેશના વિકાસ અને દેશ માટે કરી રહ્યો છે એવી ભાવના જો તેની અંદર ફેરવાઇ જશે તો તે ક્યારેય પણ દેશ પ્રત્યે ખરાબ વિચાર જ  નહીં આવે. આ ભાવના કેળવવા માટે તેને વારંવાર વારંવાર આ મુજબના વાતાવરણમાં યોગ્ય બનાવવો જરૂરી છે.



આઝાદીની સમયના જે લડવૈયાઓ હતા. તેના વિશે આજના યુવાનોમાં ઘણી ઓછી જાગૃકતા છે. નામથી તો ઓળખે છે પરંતુ તેના જીવન ચરિત્ર મોટાભાગના યુવાનો એ વાંચ્યા નથી. મોટાભાગના યુવાનોએ  તેને આંતરિક રીતે જાણીયા નથી. આથી જો તે આઝાદીની લડત શા માટે લડવામાં આવી હતી?, કઈ પરિસ્થિતિ હતી? અને હાલની કઈ પરિસ્થિતિ છે?, એ સમયે ભારત અને તેની સંસ્કૃતિ શું હતી? અને આપણે આ સમયે ભારતની સંસ્કૃતિ શું છે? તેનો જો ખ્યાલ આવી જશે ને તો ભારતની અંદર જે પશ્ચિમ સંસ્કૃતિનો પ્રભાવ પડી રહ્યો છે તે મહદઅંશે ઓછું થશે એવું કહી શકાય. સમગ્ર વિશ્વમાં ઘણા બધા દેશો છે. અને તમામ દેશની અલગ અલગ સંસ્કૃતિઓ જોવા મળે છે. પરંતુ કેટલાક સમયથી વિશ્વ માત્ર એક સંસ્કૃતિ તરફ વળી રહ્યું હોય એવું જણાઈ રહ્યું છે. કારણકે, મોટા ભાગના વિશ્વના દેશો જે પશ્ચિમી સભ્યતા છે તેને વળગી રહ્યા છે. તેને અપનાવી રહ્યા છે. અને પોતાની સંસ્કૃતિ માંથી છેડો ફાડી રહ્યા હોય એવું હાલની યુવા પેઢી કરી રહી છે એવું જણાઈ રહ્યું છે.


આઝાદીની લડત ક્રાંતિકારીઓ લડી ચૂક્યા છે તેના પરથી સૌથી મહત્વપૂર્ણ બાબત જે શીખવા જેવી ગણી શકાય તે એ છે કે તે લોકો પોતાની આવનારી ભવિષ્યની પેઢીઓ માટે લડત લડ્યા હતા આપણે ભગતસિંહના વિચારો જોઈએ તો તેને પણ કહ્યું હતું કે તમે વ્યક્તિને મારી શકો છો વ્યક્તિને કષ્ટ પહોંચાડી શકો છો પરંતુ તેના વિચારોને તમે ક્યારેય નાશ કરી શકતા નથી આજ ભગતસિંહના અને તેના જેવા અનેક ક્રાંતિકારીઓના વિચાર આજે આધુનિક સમયમાં આપણે ઉપયોગ કરી રહ્યા છે તેને જાણી રહ્યા છીએ અને તેનાથી આપણને એક રાષ્ટ્રવાદની ભાવના કેળવી રહ્યા છીએ. આજે આપણે શીખવા જેવી બાબત એ છે કે આપણે આપણી જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરીએ અને આપણી આવનારી ભવિષ્યની પેઢીઓ માટે પર્યાવરણનું સંરક્ષણ કરીએ અને જરૂર મુજબ તમામ વસ્તુઓનો ઉપયોગ કરીએ કારણકે વિશ્વમાં ઘણી એવી વસ્તુઓ છે કે જે પૂરતા પ્રમાણમાં નથી તેનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે જેનાથી આપણે ભવિષ્યની પેઢીને પણ સરક્ષણ થઈ શકે.


જો સ્વાસ્થ્ય ક્ષેત્રે વાત કરીએ તો ભારતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે આઝાદી પછી ઘણી બધી પ્રગતિ થઈ છે. ઘણા બધા ડોક્ટરોની સંખ્યા વધી છે ઘણા બધા મશીનો બહારથી મંગાવવામાં આવ્યા છે પણ હજુ પણ ભારતની ટેકનોલોજી ક્ષેત્રે યોગ્ય વિકાસ પામ્યો નથી. સ્વાસ્થ્ય ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરી છે છતાં પણ આ પ્રગતિ એ વિશ્વના અનેક દેશો પાસેથી દત્તક લીધી છે એવું કહી શકાય છે. કારણકે ભારત પાસે પ્રાચીન સમયમાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા જેવા અનેક ગ્રંથો હતા. જેમાં અનેક વાઢકાપ ની પદ્ધતિઓ અને આયુર્વેદિક રીતે તમામ રોગોનું નિદાન જણાવવામાં આવ્યું હતું. પરંતુ આપણે આ આયુર્વેદિક ને છોડીને અન્ય નુકસાનકારક દવાઓ તરફ ચાલ્યા ગયા છીએ. આથી આયુર્વેદિક તરફ પાછું વળવું એ ખૂબ જરૂરી છે. જેના કારણે વ્યક્તિના સ્વાસ્થ્ય ના જે નુકસાન થાય છે તે પણ ઓછું થશે, બીજું વ્યક્તિની પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા પણ વધશે અને પર્યાવરણનું સંરક્ષણ કરતો થશે.


 આપણા દેશમાં હાલમાં પણ ઘણી એવી ઘટનાઓ જોઈ રહ્યા છીએ કે દેશ પારંપરિક રીતિ રિવાજોના બંધનમાં અને કુરિવાજોના બંધનમાં જકડાઈ રહેલો છે. પ્રાચીન સંસ્કૃતિ તો જાળવવી જોઈએ પરંતુ તેના કુરિવાજો જે છે તે દૂર કરવા જોઈએ એ ખૂબ જરૂરી બાબત છે. પ્રાચીનતા ની જે સારી બાબત છે તે આપણે ભૂલી ચૂક્યા છીએ પરંતુ ખરાબ બાબતો ને આપણે દૂર કરી શક્યા નથી. પ્રાચીનતા ની સારી બાબતોને ભૂલી ચૂક્યા અને આધુનિક સમયમાં ખરાબ બાબતો આપણે લાવી રહ્યા છીએ આથી આ ભેદને ઉકેલું ખૂબ જ જરૂરી છે.


જો ઔદ્યોગિક રીતે આપણે વાત કરીએ તો ભારતમાં જેટલી પણ બાઈક કાર કે અન્ય કોઈપણ રેફ્રિજરેટર એસી ની ટેકનોલોજી એ તમામ વસ્તુઓનું નિરીક્ષણ કરીએ તે મોટા ભાગની વિદેશી કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી છે ત્યારે રાજાશાહી હતી જ્યારે અંગ્રેજો નો સમય ચાલી રહ્યો હતો ત્યારે આપણે જોયું હતું કે કેવી સરસ મજાની જુની કાર જોવા મળતી હતી આ જુની કાર ને આધુનિક સમયમાં જો પ્રચલનમાં લાવવામાં આવે તો તે તેના માટે ખૂબ જ મોટો પ્રમાણે વેપાર કરી શકાય છે પરંતુ તેમાં ટેકનોલોજી નવી હોવી જોઈએ કે જેનાથી પ્રદૂષણ ઓછું થાય આજના સમયમાં જે જુના ગીતો છે તેને પણ રિમિક્સ કરીને વગાડવામાં આવી રહ્યા છે આથી જૂની ટેકનોલોજીમાં નવા આધુનિકતાનો ચસ્કો લગાડવામાં આવે તો તે ખૂબ જ પ્રચલિત થઈ શકે છે.


પ્રશ્ન એ થાય કે નૈતિકતા ની શરૂઆત ક્યાંથી કરવી સામાન્ય રીતે બાળકના ઘડતર થી નૈતિકતા ની શરૂઆત આપણે કરી શકીએ છીએ. નાનપણમાં બાળક જે જુએ છે જે સાંભળે છે જે વાતાવરણમાં રહે છે એ અનુસાર તેનું ઘડતર થતું હોય છે મોટાભાગના જે મહાપુરુષો થઈ ગયા તેના બાળપણના ઘડતરની ઘટના જોઇએ તો તે ખૂબ જ કષ્ટદાયક છે. તેના ઉપરથી તેઓ શીખ્યા અને પોતાની ભૂલોને સુધારીને મહાપુરુષો-મહાત્મા કહેવાયા છે.


બાળપણથી તે યુવાન કાળ સુધી જે કાઈ ઘટનાઓ બની હોય છે જે રીતે ઘડતર થયું હોય છે તે અનુસાર વ્યક્તિએ પોતાના જીવનના સિધ્ધાંતો નક્કી કરવા જોઈએ કે પોતાનું જીવન તેને કયા સિદ્ધાંત ઉપર જીવવું છે. હવે આ સિદ્ધાંતો કયા હોઇ શકે! આ સિદ્ધાંતોમાં દયા, પ્રેમ, કરુણા, લક્ષ્ય પ્રત્યે અડગ રહેવું, કોઈનું ખોટું ન કરવું, સત્ય બોલવું,  અહિંસા ન કરવી, ભ્રષ્ટાચાર ન કરવો, વડીલોનો આદર કરવો, આવી રીતે તે પોતાના જીવનના સિધ્ધાંતો નક્કી કરી શકે છે. તમામ ના જીવન ના સિદ્ધાંતો અલગ-અલગ હોઈ શકે છે. જેમ કે કોઈ બાળક પર્યાવરણ ની ગોદ માં રહીને મોટો થાય તો એ બાળકના જીવનના સિદ્ધાંતોમાં પર્યાવરણ સરક્ષણ હોય જ છે. આમ જો કોઈ વ્યક્તિને બાળપણમાં પોતાની એક નાતજાતના કારણે અપમાન સહન કરવું પડ્યું હોય છે તો તે વ્યક્તિ જ્યારે મોટો થાય છે ત્યારે આ વ્યક્તિ  પોતાના સિદ્ધાંતોમાં પોતાની નાત-જાત માં જે  ભેદ છે એ દૂર કરવા એ તેના સિધ્ધાંતો હોઈ શકે છે. આમ પારિવારિક, આંતરિક વાતાવરણ અને બાહ્ય વાતાવરણને આધારે વ્યક્તિ પોતાના સિદ્ધાંતો નક્કી કરતો હોય છે.અને આ સિદ્ધાંત એ નૈતિકતાનો પાયો છે.


સામાન્ય રીતે જ્યારે આપણે કિશોર અવસ્થામાં હોય છે ત્યારે ઘરમાં કોઈ સભ્યો દ્વારા આપણને કોઈ વસ્તુ ખરીદવા મોકલવામાં આવે છે. ત્યારે દુકાનદાર સાથે પૈસાની લેવડદેવડ થતી વખતે જો આપણાથી વધારે પૈસા લેવાય ગયા હોય તો આપણી ફરજ છે કે વસ્તુના જેટલા પૈસા થતા હોય તેટલા જ લેવા બાકીના પૈસા દુકાનદારને પરત કરવા. આ નાનકડી અમથી નૈતિકતાનું ઉદાહરણ છે પરંતુ એક સમયે એવો પણ આવશે કે જ્યાં નાનકડી નૈતિકતા પોતાના ઉચ્ચ સિદ્ધાંતો ઊંચા આદર્શો બનશે અને જે દેશ માટે ખૂબ જ ઉપયોગી સિદ્ધાંત સાબિત થશે આ વ્યક્તિ એક આદર્શ વ્યક્તિ બની શકશે.


માત્ર ભ્રષ્ટાચાર પૈસા ની રીતે જ નથી થતો. અન્યાય હકો અને અધિકારોથી પણ થાય છે. જો કોઈ સરકારી કચેરીઓમાં અધિકારીની ઓળખાણના કારણે તેને લાઇનમાં  ઉભા ન રહેવું પડે. તેનો તરત જ વારો આવી જતો હોય તો આ એક અયોગ્ય બાબત છે આ એ અન્ય વ્યક્તિઓના હકો સાથે અન્યાય છે. આવી નાની નાની બાબતો પરથી આપણે શીખીને આપણા જીવન, આપણા દેશ, આપણા દેશની પ્રક્રિયાને યોગ્ય બનાવવાની છે.


વ્યક્તિની કહેવા અને તેના કરવામાં ઘણો ફરક જોવા મળે છે. વ્યક્તિ અન્ય વ્યક્તિને ભ્રષ્ટાચાર કરવાની ના પાડે છે અને કહે છે કે, એ હાનિકારક છે અને એવું ન કરવું જોઈએ પરંતુ એ જ વ્યક્તિ ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર કરતો હોય છે. ત્યારે તેને શરમ પણ નથી આવતી. વિચાર પણ નથી આવત આવું શા માટે બને છે? તો બીજો વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે અને એને કદાચ મારાથી વધુ પૈસા મળી ગયા તો, તે મારાથી વધુ ધનવાન થઈ ગયો તો, આવી મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં કેળવાયેલી હોય છે અને આ એક પ્રકારનો સ્વાર્થ જ છે એટલે સ્વાર્થ વૃત્તિ પણ જાગવાની જરૂર છે. આપણે સામાન્ય રીતે જોતા હશું કે જાહેર ખાનગી જગ્યા ઉપર લખેલું હોય છે કે અહીં ધૂમ્રપાન કરવાની મનાઈ છે. વ્યક્તિ તે વાંચીને ત્યાં ધૂમ્રપાન કરે છે. અહીં કચરો ફેંકવાની મનાય છે વ્યક્તિ તે વાંચીને ત્યાં જ કચરો ફેંકે છે. આવું શા માટે? શું વ્યક્તિમાં શિક્ષણનો અભાવ છે નહીં? વ્યક્તિ એ શિક્ષણ મેળવ્યું છે તે શિક્ષિત વ્યક્તિ છે છતાં પણ તે આવું કરી રહ્યા છે. તેને શિક્ષણમાં નૈતિકતા નો અભાવ છે. વ્યક્તિને બાળપણથી જ આ પ્રક્રિયાનો અનુભવ કરવો એ ખુબ જ જરૂરી છ. સાફ સફાઈ નું મહત્વ સમજાવો. એ ખૂબ જરૂરી છે. આપણે પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પાઠ્યપુસ્તક ની અંદર ગાંધીજીના  સ્વાસ્થ્ય સંબંધી અને સ્વચ્છતા સંબંધિત અનેક પાઠ્યક્રમ આવે છે. પરંતુ તે માત્ર પુસ્તકીયું જ્ઞાન જ રહી જાય છે. તેનો વ્યક્તિ પ્રત્યક્ષ અનુભવ ક્યારેય કરી શકતો નથી. વ્યક્તિને આ બાબતનો અને ગંદકીનો પ્રત્યક્ષ અનુભવ કરવો એ ખુબ જરૂરી છે. (આ ગંદકી માંથી ફેલાતી બિમારી પ્રત્યક્ષ અનુભવ કરાવે એ ખૂબ જ જરૂરી છે) એ અંગે તેને જાગૃત કરવો એ ખુબ જ જરૂરી છે. અને પછીની કાનૂની જ્ઞાન પીરસવામાં આવે તો કદાચ તે વ્યક્તિ આ ક્રિયા કરવાથી બચી શકશે.


જે શિક્ષક વ્યસન ન કરવું જોઈએ તેનો પાઠ ભણાવી રહ્યો હોય છે તે જ શિક્ષક વ્યસન કરતો જોવા મળે છે. અભ્યાસક્રમ ની અંદર જ એમ કહી રહ્યા હોય છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. તે જ શિક્ષક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતો જોવા મળે છે.


જે શિક્ષક વિજ્ઞાનમાં પાઠ ભણાવી રહ્યો હોય છે કે હેલ્ધી ફૂડ ખાવા જોઈએ એ ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે, વિટામિન પ્રોટીન મળે છે, પોષણ મળે છે. એ જ શિક્ષક આ અયોગ્ય ખાણીપીણી ખાવાના કારણે બીમાર રહેતો હોય છે. આથી કહેવા અને કરવા માં ફરક જણાય છે. કહેવું સરળ છે પરંતુ કરવું ખૂબ જ અઘરું છે એક શિક્ષિત વ્યક્તિ પણ આ સમજી શકતા નથી. કારણ કે, શિક્ષણમાં નૈતિકતાનો અભાવ છે અને નૈતિકતા એ માત્ર પુસ્તકમાંથી ન આવે તે શિક્ષા, અનુભવ અને પરિસ્થિતિઓ જીવનમાં જે મુજબ ઘડાય છે એ અનુસાર આવતી હોય છે. ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં આવા અનુભવો કરાવવા ખૂબ જ જરૂરી છે. પ્રાચીન ભારતીય શિક્ષણ માં આવા અનુભવો આશ્રમમાં થતા હતા. પ્રાચીન ભારતીય શિક્ષણ માં યોગ અને ધ્યાનનુ ખૂબ જ મહત્વ હતું.


વ્યક્તિ પોતાની જીવનની સંપૂર્ણ સફરમાં હજારો વ્યક્તિઓને મળે છે. તેના સંપર્કમાં આવે છે અને તેનાથી તે પ્રભાવિત થાય છે. તો અનેક રીતે દૂર ભાગવાની કોશિશ કરે છે. આવી અનેક ઘટનાઓ જોવા મળતી હોય છે પરંતુ વ્યક્તિ સાચા-ખોટાનો ભેદ પારખી શકતો નથી. જ્યારે કોઈ યોગ્ય વ્યક્તિ પ્રમાણિક વ્યક્તિ ખરાબ વ્યક્તિ ના સંગ માં આવે છે અને તે વ્યક્તિને જોઈને આ વ્યક્તિ પણ નાના મોટા હશે ખરાબ કરવા લાગે છે. ત્યારે તે યોગ્ય કરી રહ્યો નથી. તેનો ભેદ પારખી શકતો નથી. અને જેનો તેને જ્યારે અનુભવ થાય છે કે હું જે કરી રહ્યો છુ તે ખોટું છે. ત્યારે તેને પસ્તાવો થતો જોવા મળે છે.


વર્તમાન સમયની જો થોડી ઘણી વાતો કરીએ તો વ્યક્તિ હાલ ઓનલાઈન અને સોશિયલ મીડિયા દ્વારા તમામ વસ્તુ શીખી રહ્યો છે. વ્યક્તિના સંપૂર્ણ જીવન કાળ દરમ્યાન સોશિયલ મીડિયા માંથી જે અસર વ્યક્તિ પર પડે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. વ્યક્તિ જે પ્રકારની ફિલ્મ જોવે છે, જે પ્રકારના ગીતો સાંભળે છે, જે પ્રકારના વીડીયો જોવે છે, જે પ્રકારના એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, એ અનુસાર તેમનું જીવન નિર્ભર કરતું હોય છે. વ્યક્તિ ફિલ્મ જોઈને એનું જીવન ઘડાતું હોય છે. હાલમાં વેબ સીરીઝ નું પ્રચલન ખૂબ વધી રહ્યું છે. જેમાં આ બધા સાથેને અશ્લીલતાનું પ્રમાણ પણ ખૂબ જ વધી રહ્યું છે. જેનાથી આજનો યુવાવર્ગ ખૂબ જ આકર્ષાયો છે. જે સમગ્ર યુવાવર્ગ પર અયોગ્ય અસર પાડી રહ્યો છે. ઘણા સમય પહેલા તમે જોયું હશે કે આજનો યુવાવર્ગ પબજી, ફ્રી ફાયર, જેવી અનેક ગેમનો શિકાર બની રહ્યો છે. અને તેની પાછળ પોતાનો સમય વેડફી રહ્યો છે. આજના સમયના ગીતો ની અંદર પણ અભદ્ર શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે. જેનાથી વ્યક્તિ બહાર નીકળી શકતો નથી. સોશિયલ મીડિયામાં અવાર-નવાર ખોટી માહિતીઓ ફેલાવવામાં આવી રહી હોય છે. વ્યક્તિ તેને જરા પણ ચેક કરવાનો પ્રયત્ન કરતો નથી અને તે અંગે પોતાની ટિપ્પણી આપવાની શરૂઆત કરે છે.

જો તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ નો વપરાશ કરી રહ્યા હોવ તો ખૂબ જ જાણવા જેવી બાબત છે એ છે કે ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા લોકોએ અનેક પ્રકારની પોસ્ટ અને સ્ટેટસ મુક્યા હોય છે. જેને આપણે ફટાફટ જોઈ રહ્યા હોઈએ છીએ જેનાથી વ્યક્તિના મગજમાં ઇગ્નોર કરવાની એટલે કે બધું જ છોડી દેવાની ભાવના ઉત્પન્ન થાય છે. કારણ કે જો આપણે એક કલાક ફેસબુક વાપરતા હોય તેમાં જેટલી કાંઈ પોસ્ટ આવે તેને આપણે ફાસ્ટ ટ્રેક માં જોઈને જવા દેતા હોય છે. એટલા માટે જીવનમાં પણ આપણે કોઈપણ એક વસ્તુ ઉપર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત થઇ શકતા નથી. અને ઇગ્નોર કરવાની ભાવના કેળવીએ છીએ.


વ્યક્તિ પોતે શું કરી રહ્યો છે? પોતાને આગળના સમયમાં શું કરવું છે? તેના કરતા બીજા વ્યક્તિ શું કરી રહ્યો છે? એકબીજાનું સ્ટેટસ એટલે કે બીજા ની હાલની પરિસ્થિતિ શું છે? તે જાણવામાં તેને ખૂબ જ વધુ પ્રમાણમાં રસ છે. તમે જોયું હશે તે ઘણી વખતે એક વ્યક્તિ જે સ્ટેટસ મૂકે તેના પરથી હજારો લોકો તે સ્ટેટસ મુકવા લાગે છે એટલે કે એક વ્યક્તિને જોઈને બીજો વ્યક્તિ તેનાથી પ્રભાવિત થયો છે વ્યક્તિ પોતે શું કરવું છે? પોતાના જીવનના સિદ્ધાંતો શું છે? પોતાને કયા માર્ગ પર ચાલવું છે? તેના કરતાં બીજો શું કરી રહ્યો છે? અને બીજા કયા રસ્તે ચાલી રહ્યો છે? તે જાણવામાં વ્યક્તિને ખૂબ જ વધુ રસ પડી રહ્યો હોય એવું હાલના સમયને જોઈને લાગી રહ્યું છે.



નૈતિકતા ની જરૂર શા માટે છે? એક કારણ મુજબ એમ કહી શકાય કે, લોકોની જરૂરિયાત એટલી બધી વધી ગઈ છે કે તેને સંતોષવી ખૂબ જ મુશ્કેલ ગણી શકાય છે. અને લોકોની આ જરૂરિયાત સંતોષાય નહીં તો લોકો બીજાનું શોષણ કરે છે. તે શોષણ યોગ્ય રીતે પણ હોઈ શકે છે અને અયોગ્ય રીતે પણ હોઈ શકે છે. જેમાં અયોગ્ય રીતે શોષણનો પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. ભ્રષ્ટાચાર એક પ્રકારનું અયોગ્ય શોષણ જ છે. અને આ શોષણ થવાથી આંતરિક શાંતિનો ભંગ થાય છે અને મોટાભાગની સમસ્યાઓ શોષણના કારણે ઉદભવે છે. એક વ્યક્તિ બીજાનું શોષણ કરે છે બીજાનું બીજો ત્રીજા નું શોષણ કરે છે અને શોષણની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે આથી નૈતિકતા ના મૂલ્યો કેળવવાથી લોકો પોતાની જરૂરિયાતો પ્રત્યે સમજણ મેળવે છે. પોતાની જરૂરિયાતો પર્યાવરણના સંરક્ષણ ને ધ્યાનમાં રાખીને સંતોષ છે. શાંતિથી સંતોષ મેળવવો છે સમગ્ર સમાજ નું સંરક્ષણ કરશે. હવે થી દેશને નૈતિકતાની જરૂર જણાઈ રહી છે.


નૈતિકતા ન હોય તો શું થાય?

જો નૈતિકતાનો હોય તો રાજનીતિમાં ગુનેગારોની સંખ્યા વધી જાય. કોઈ એક શક્તિશાળી વ્યક્તિના હાથમાં સમગ્ર પાવર આવી જવાની સંભાવના છે. પરિવારવાદ અને વ્યક્તિવાદ સમગ્ર દેશને બરબાદ કરી નાખે તેમ છે. અસમાનતા માં વધારો થાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક પ્રકારના વિવાદોનો અંત ક્યારેય ન આવે અને યુદ્ધ ચાલતાં જ રહે. સમગ્ર વિશ્વ એક અશાંતિનો ભોગ બનીને રહે.. જાતિવાદ, વ્યસન, વડીલોનો અનાદર, બળાત્કાર, જેવી અનેક ઘટનાઓ દિન-પ્રતિદિન વધવા જ લાગે. લોકો સ્વાર્થી વૃદ્ધિમાં ભરવાઈ જાય. ગુનાઓ વધવા માંડશે, દેશની અખંડતા તૂટશે, પર્યાવરણની લોકો ચિંતા નહીં કરે, પ્રાણીઓ પ્રત્યે કઠોર વર્તન કરવામાં આવશે, તેને મૃત્યુ ને ઘાટ ઉતારવામાં આવશે, ફોન ટેપિંગ કરવામાં આવશે, કોરોના જેવા વાયરસ ફેલાવવામાં આવશે, આથી જો નૈતિકતા ન હોય તો આવી સમાજ ઉપર ખરાબ અસર પહોંચવાની સંભાવના છે.


કોઈપણ ક્રિયા ઉપર આપણે અભિવૃદ્ધિ કેવી હોવી જોઈએ?  સૌપ્રથમ એ સમજવું જરૂરી છે કે અભિવૃદ્ધિ કોને કહી શકાય. કોઈપણ બાબતમાં આપણા વિચારો પક્ષ કે વિપક્ષમાં હોઈ શકે છે. આ પક્ષ કે વિપક્ષ તરફના વિચારો આપડી અભિવૃત્તિ પ્રગટ કરે છે. એનું એક ઉદાહરણ લઈએ કે, (કોઈ પણ સર પણ જવાનું પૂછવામાં આવે તો તેના માટેનો આવજે કોઈ વ્યક્તિ કે વસ્તુ પર વિચાર પ્રતિક્રિયા આપવી વૃત્તિ કહી શકાય છે હવે આવી વૃત્તિ ક્યાંથી આવે છે) અભિવૃદ્ધિ એ સમાજમાંથી આવી શકે છે. સમાજમાં આપણે શિક્ષકો-વડીલો પાસેથી જે કાંઈ અનુભવો અને શિક્ષણ મેળવ્યું છે. તેના પરથી અભિવૃત્તિ આવી શકે છે. પોતાની સામાજિક આર્થિક સ્થિતિમાંથી જે અનુભવ મેળવ્યો છે તેના પરથી અભિવૃદ્ધિ ના ગુણો કેળવી શકે છે. અભિવૃદ્ધિ સકારાત્મક કે નકારાત્મક હોઈ શકે છે. જેના મુખ્ય તત્વો માં જ્ઞાન વર્તન અને અસરકારકતા નો સમાવેશ થાય છે.



નોંધ: જો કોઈ ભૂલ થઈ ગઈ હોય અથવા તો તમે તમારા વિચારો રજૂ કરવા માંગતા હો તો તમે નીચે ટિપ્પણી કરીને તમારા વિચારો જણાવી શકો છો.typing mistacke થય હોય તો કહેવાનો ભાવ સમજિ જાજો.


કેવિનકુમાર ચાંગાણિ 
9724265164

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'કચ્છવાણી'

'સાધારણ વ્યક્તિની અસાધારણ સફર'                'શિયાળે સોરઠ ભલો, ને ઉનાળેગુજરાત,       ચોમાસે વાગડ ભલો, ને (આપણો)કચ્છડો બારે માસ.’ મિત્રો , આજે સીટ બેલ્ટ બાંધીને એકદમ તૈયાર થઈ જજો કારણ કે આપણે જવાનું છે એક સોરઠની સફરમાં ઍક એવી સફર કે જેની ધરતી પર ગુજરાતના રક્તરંજિત ઈતિહાસની સુગંધ આવે છે. તેમજ "પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી અહોભાગ્ય ભૂમિ, શૈલે, સરિતા,સમુદ્રની ઉજ્જવલ એવી આશાપુરા ભૂમિ, કલા ,સાહિત્ય ,સ્થાપત્ય અને સંસ્કૃતિ જેવા 4 માનવ સર્જક ધરાવનારી અષ્ટભૂજા આશાપુરી ભૂમિ એવા કચ્છની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ" આ સફર મેં રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજિત NSS નેશનલ ડે સેલીબ્રેશન સંદર્ભે પોતાની આવડત ને રજુ કરવા જઈ રહ્યા હતા અનેક સાધારણ અસાધારણ વ્યક્તિની છે. ખરેખર આ સફરમાં જે લાગણી ના તાંતણા ઓ બંધાણા છે એ જિંદગીભર તૂટે નહીં તેવા છે.આ સફરમાં અમે 25 વ્યક્તિઓ હતા જેમાંથી કેટલાક સુરત કેટલાક vapi કેટલા વલસાડના હતા. અમે ટ્રેનમાં જવાનું નક્કી કર્યું હતું અમે ટ્રેનમાં આટલી મોટી લાંબી મુસાફરી પહેલીવાર કરી રહ્યા હતા સૌપ્રથમ તો સુરત રેલવે સ્ટેશન પર જઈને રેલવે સ્ટેશનના એક ખૂણેથી

સંગાથે કોતરેલું નામ

  સહાયક: Kevinkumar changani          કોરોનાના કાળની શરૂઆત અને ધોરણ ૧૨ ની પરીક્ષાની સમાપ્તિ વચ્ચે રચાકચી નો ખેલ ચાલી રહ્યો હતો. હેમ ખેમ બધા જ વિદ્યાર્થીઓ એ પરીક્ષા પૂર્ણ કરી અને કોરોના વેકેશનની મજા માણતા હતા. મજા માણતા માણતા ક્યારે પરિણામ નો સમય આવી ગયો એ ખબર જ ના પડી પરીક્ષાનું પરિણામ જાહેર થતાની સાથે અમુક બાળકો માં ખુશી અને અમુક માં નિરાશા હતી એમાં હયાન અને હયાત પણ સામેલ હતા. હયાત અલગ શાળામાંથી અભ્યાસ કર્યો હતો અને હયાને પણ અલગ શાળા માં અભ્યાસ કર્યો હતો પરંતુ બંને ના પરિણામ સરખા આવ્યા હતા. તેમની બંને ને ખુશી હતી. હવે પરિવાર સાથે વાતચિત કરી અને કઈ કોલેજ માં અભ્યાસ કરવો તે વિચારી રહ્યા હતા. ટકાવારી બંને ની સારી હોવાના કારણે પ્રવેશ પણ સારી કોલેજ માં મળે એમ હતો એટલે બંને ના પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે સુરત ની સારામાં સારી કોલેજ માં પ્રવેશ લઇ અને અભ્યાસ કરવો અને પરિવાર ની સહમતી થી આગળ ના દિવસે બંને એ પ્રવેશ લેવા જવા માટે નક્કી કર્યું.   સવારનો સુંદર સમય હતો અને ઘડિયાળના કાંટા ફરી રહ્યા હતા ટીક ટીક ટીક ટીક......................   પ્રવેશ ના   દિવશે જ હયાન ને કોઈક ની શોધ હ

'જીવતી લાશ'

                                 'જીવતી લાશ' વિદ્યાર્થી સંઘની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હતા. ક્યાં ડરનો માહોલ હતો તો ક્યાં ખુશીનો માહોલ હતો. બધા જ પોતપોતાની યોજના બનાવવામાં મશગુલ હતા. હું આ સમયે મારા કોલેજના પ્રથમ વર્ષમાં હતો આથી મને આ સંદર્ભે વધુ જ્ઞાન તો ન હતું. પરંતુ રાજનીતિમાં રસ હોવાના કારણે વધુ જાણવાની ઈચ્છા જરૂર હતી આથી કોણ કોણ ચૂંટણી લડી રહ્યું છે ને તે કેવા વ્યક્તિઓએ તેની તમામ માહિતીને ગમે તેમ કરીને કઢાવી પાછળથી મને જાણ થયું કે, છેલ્લા કેટલાય વર્ષોથી કોલેજમાં આ પ્રકારની કોઇ મોટી ચૂંટણી લડાઈ નથી. જે પક્ષ વિરુદ્ધ અમારા કેટલાક મિત્રો દ્વારા ચૂંટણી લડવામાં આવી હતી તેની હિંમત જોઈને મેં નક્કી કર્યું કે, મારે કયા પક્ષ તરફ જવું છે. એક પક્ષ ઍવો હતો કે જેને કોઈ વિચારધારા નથી કોલેજમાં શું કામ કરવા છે એનો કોઈ વિચાર જ ન હતો અને એક પક્ષ લેવો હતો કે જેને વ્યવસ્થિત રીતે ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું અને કાયદાકીય રીતે ચૂંટણી લડી રહ્યો હતો. આ સંદર્ભે ચૂંટણીના થોડા દિવસો પહેલા મે અમારા પક્ષના વિધાર્થી પ્રતિનિધિ(gs candidate) સાથે વાતચીત કરી વાતચીત પરથી ખાસ કંઈ જાણવા મળ્યું નહિ ને ખાસ કઇ

Love:A thrilling experience

                                 પ્રેમ                                આપણે સોએ ધણી બધી લવ સ્ટોરી સાંભળી કે જોઇ છે. જેમાં જાત-જાત અને ભાત-ભાતની વાતો સાંભળી છે. પ્રેમ શીખવવાની કોઈ શાળા નથી અને પ્રેમ પ્રેકટીસથી ન થાય તે તો થઈ જાય છે. તે કરવામાં નથી આવતો તેની કોઈ રીત કે પદ્ધતિ નથી કે કોઈ ભાષા નથી તે એક વિચાર છે. એટલે કે પ્રેમ એટલે વિચાર જેમ લોકોના વિચાર જુદા-જુદા હોય છે તેમ પ્રેમ પણ જુદો-જુદો હોય છે વિધાથીને પોતાના પુસ્તકમાં પ્રેમ. પાઇલટને પોતાના વિમાનમા પ્રેમ. સરકારને પોતાની સતામાં પ્રેમ. સાધુ-સંતોને સત્સંગમાં પ્રેમ. ધરતીને આકાશ સાથે ને પર્વતને ઝરણાના  કુદરતી પ્રેમ જોવા મળે છે. એટલે તો કહેવાય છે, કે પ્રેમ એક સુગંધ છે. જે વ્યક્તિને વ્યક્તિમાંથી પ્રેમી બનાવે છે. પ્રેમમાં કયારેય પ્રોબ્લેમ હોતો જ નથી .તેમાં તો ફકત સોલ્યુસન હોય છે.                             પ્રેમએ એવી ફીલિંગ છે. જેનું કોઈ નિશ્રીત સ્થાન નથી. તે માત્ર માણસના હદયમાં જ નહીં પરંતુ પ્રાણિઓ,પક્ષીઓ અને આ કુદરત પણ પ્રેમમાં પડે છે. તમને શું લાગે છે કે તમને કોઈ ગમે એટલે પ્રેમ એમ? નહીં બધાને બધી સારી વસ્તુ ગમે જ છે. પ્રેમ એટલે પ્રે

આજના પ્રેમિઓની હકિકત

                                આજના પ્રેમિઓની હકિકત                   બે અક્ષર નો શબ્દ ને કેટલુ બધુ કહિ જાય છે. આપણા ધાર્મીક ગ્રંથોમા જ પ્રેમની ગાથાઓ લખવામા આવિ છે.શરુઆત રાધા-કૃષ્ણ  પ્રેમથી થાય. ગોપીઓઍ  કૃષ્ણ સાથે કેવી રાસ લિલાઓ રચાવી હતિ. એટલે તો આજના સમય ના પ્રેમિઓ કહે છે કે જો કૃષ્ણએ ગોપિઓ સાથે રાસલિલા રચાવતા હોય તો પછી અમારો શું વાંક? ફરક ફક્ત એટલો જ પડયો છે કે ઍ સમયે  રાસલીલાઓ થતી હતી અને અત્યારે mordrn સમય કંઈક અલગ જ લિલાઓ થાય છે. જો ઍ સમયે કૃષ્ણ 1600 રાનીઓ રાખી શકે તો અત્યારના સમયમા ઍક છોકરાને  ઍક કે તેથી વધુ  girlfriend રાખવામા શું  પ્રોબ્લેમ? ખરેખર અત્યારના સમયની લિલાઓ  કંઈક અલગ જ છે. આટલા બધા ભણેલ-ગણેલ પ્રેમિઓ ખરાબ ગંદકી વાળી જગ્યા કે પોપડા મા બેસવા જાય છે બોલો. પણ બિચારા જાય તો જાય ક્યાં? ગાર્ડનમા જાય તો ત્યા પણ પોલીસ ના માણસો આવી જાય છે. અત્યારના સમયમા પ્રેમી ઓ friendship થી શરુઆત કરે છે. બે દિવસ પછી પ્રેમ થાય અને પછી ગાર્ડન નો મળે એટલે જ્યા કોઇ જોય નો જાય એવિ જગ્યાની જરૂર પડે. ઍમા એવું છે કે અત્યારના પ્રેમિઓને ચીપકવુ બોવ ગમે છે.                             

जब जब प्यार पे पहेरा हुआ तब प्यार ओर भी गहेरा हुआ

                      21 દિવસનો પ્રેમ                        or                                        લોકડાઉન મા પ્રેમીઓની વ્યથા                                   મિત્રો સિટબેલ્ટ બાંધીને બેસજો કારણ કે હું તમારિ સમક્ષ મુકવા જઈ રહયો છું કેટલાક રોચક પ્રેમ તત્વો.  આ લોકડાઉનમા પ્રેમીઓની હાલત એકદમ ખરાબ થય ગય છે. આ પ્રેમીઓ ને આ વાઇરસની અથાગ વ્યથા સહન કરવી પડી રહિ છે.પણ કહેવાયુ છે ને કે જેમ-જેમ તમે બે પ્રેમીઓ ને જુદા કરવાનો પ્રયાસ કરશો તેંમ-તેમ આ પ્રેમ વધારે મજબુત થશે.                      આ પરમ પ્રેમીઓ ને ઍક બીજાને મળવુ છે પણ મળવુ તો કઈ રિતે મળવુ શેરી બાર નિકલીયે તો મામા ઉભા હોય. સોજવાડી ઍ તો જેને પડ્યા હોય તેને જ ખબર હોય .લોકડાઉન હોવાથી  ધર ની બહાર કોઇ નિકળવા દેતુ નથી. boyfriend કે girlfriend સાથે વાત કરવી હોય તો whatapp chat  મા કે instagram મા કરવી પડે છે. પપ્પા બાજુ મા જ બેઠા હોય video call થય શકતો નથી. લોકડાઉનમા 8-9 દિવસથી પ્રેમીઓઍ ઍક બીજા ના ચહેરા નથી જોયા. ઍક બીજાનો સરખી રિતે અવાજ નથી સાંભળયો.                     અમુક તો પોતાના પ્રેમી ને kiss કરવાનુ પણ મન થતુ હશે. પેલ

યુવાનો માટે

                                  યુવાનો માટે               આપણે બધા જ જાણીએ છીએ કે ભાગવતગીતાએ એક ઉદેશ છે.  એક વિચાર છે. જે લોકોને પ્રેરણા આપે છે. અને પ્રેરણા(motivation) ની લોકોને જરૂર કયારે પડે? જયારે લોકોને પોતાના લક્ષ્ય સિદ્ધ કરવા હોય, સંધષો સામે લડવું , કોઈ કાર્ય કેવી રીતે કરવું તેની સમજ ન હોય તેવા અનેક કારણો માટે જરૂર જણાય છે. પરતું સામાન્ય રીતે મને એ ખબર નથી પડતી કે હિંદુધર્મમાં મોટાભાગના લોકો શા માટે ભગવદગીતાનું પઠન કરતાં નથી. લોકોને motivation ની જરૂર કયારે પડે? યુવાનીમાં સાચું ને! કે પછી કોઈ 30-35 વર્ષની ઉમરે ધંધો ચાલુ કરવા માટે એટલે જેમ-જેમ ઉમર થાય તેમ-તેમ લોહી ઠંડુ પડતું જાય છે. અને motivationની જરૂર ઓછી થતી જાય છે। પરંતુ આપના હિન્દુ ધર્મમાં વૃદ્ગાવસ્થામાં વૃદ્ધો ભાગવત ગીતા વાંચે છે. હવે બોલો આખી જિંદગી પૂર્ણ થઈ ગયા બાદ motivation શા માટેનું? મે આનો જવાબ મેળવવા જે વૃદ્ધો ભગવતગીતા વાંચે છે. તેની સાથે વાત-ચિત કરી તો મે તેને પૂછ્યું કે તમને વાંચતાં આવડે છે. ? તેને મને જવાબ આપ્યો નહીં તો તમે આ રોજ ભાગવતગીતામાં શું વાંચો છો? મને તેને કીધું કે ગીતા વાચવાથી પુણ્ય મળે છે॰ અને આપ

આતો મારો પ્રેમ હતો?

                    આ તો મારો પ્રેમ હતો? ખરેખર પ્રેમીઓનો પોતાના લક્ષ્ય નક્કી જ હોય છે. તેણે પોતાના ટાર્ગેટ સિવાય કઈ જ દેખાતું હોતું નથી. સવારે શાળા-કોલેજ જતી વખતે પોતાનો પ્રેમી કેટલા વાગે ઘરે થી નીકળ્યો છે? ક્યાં રહે છે ?એ બધી જ માહિતી એક પ્રેમી પાસે હોય છે. ચાલીને જાય તો ધીમે ધીમે તેની ચાલ ને જોવે તેની બેગ કેવા કલરની છે. તેના વાળ કેવી રીતે ઓળેલા છે. આવું નિરીક્ષણ જ્યાં સુધી શાળા-કોલેજ સુધી પહોંચી ન જાય ત્યાં સુધી કરે છે અને એમાંય વળી સાઇકલ કે ગાડી લઈને જાય તો બંને ધીમે ધીમે સાઇકલ ચલાવે એકબીજાથી આગળ જવાનો પ્રયત્ન કરે , હોર્ન વગાડે વળી ગાડી હોય તો કાચમાં જોવે છે મારી પ્રેમી ગાડી ચલાવતા કેવી લાગી રહી છે? શાળા કે કોલેજ પર પહોંચીને પ્રાર્થના થતી હોય છે. પણ આ તો પ્રેમી છે. આંખો બંધ કરે તો એનો જ ચહેરો સામે આવે ને આંખો ખુલે તો પણ તેને જ જોવા માટે. ક્લાસરૂમની અંદર ભણાવતી વખતે વિજ્ઞાનમાં ન્યુટન બનીને આવે તો ક્યારેક તે સંસ્કૃતના શ્લોકો ગાતી જોવા મળે છે. ક્યારેક તો મને એવું લાગે છે કે તે મારી સાથે આઝાદીની ચળવળમાં પણ ખભે થી ખભો મિલાવીને ચાલતી હતી, ક્યારેક તો ગણિતના સરવાળા, બાદબાકી મને આંગળીના વેઢે

બાળપણની મજા

                                                 બાળપણની મજા                          એક વાક્ય છે, જે આપણે ધણી વાર બોલીએ છીયે કે હવે આપણે મોટા થઇ ગયા. પરંતુ આપણે ક્યારેય મોટા થતાં જ નથી એ બાળપણની યાદો હમેશા આપની સાથે જ રહે છે. એ યાદો ક્યારેય ભૂલાતી નથી. ચાલો આપણે પણ નાનપણની  કેટ્લીક એવિ જ વાતો લઈએ. જયારે પણ નાનપણ ના ધણા બધા  મિત્રો મળિયે ત્યારે આપણે ધણી બધી વાતો અને યાદો ને યાદ કરીને હસીએ છીયે. ત્યારે એવું લાગે છે કે એ સમય ફરી આવી પડયો છે . એવું આપના પરિવાર માં આપણે આપના મમ્મી-પપ્પા સાથે પણ કરીયે છીયે . આપણે જયારે નાના હોઈએ ત્યારે મમ્મી-પપ્પા સાથે સૂઈ જાય છીયે પછી મોટા થતાં જ આપણને એક અલગ ઓરડો(room) આપવામાં આવે છે.મને તો યાદ છે પેલા  school કે Tution માં જે કાઇ આખો દિવસ  માં બને છે તે હું સાંજે ઘરે  જઈને મારા મમ્મી-પપ્પા સાથે શેર કરતો હતો પણ નથી હવે તે સ્કૂલ રહી કે નથી તે સમય રહયો માત્ર રહી ગઈ છે તો ફક્ત યાદો જ.एक बार पुरानी यादो  को ताजा करके तो देखो. કેવી મજા આવે છે. નાના હોઈએ ત્યારે મમ્મી-પપ્પા કે દાદા-દાદી ના ખોળામાં સૂઈ જતાં પણ હવે તો બધાને ખબર જ છે કે મોટા થઈ ને લોકો કોના ખોળ