જ્યારથી તક્ષશિલા કાંડ થયો છે. એ બાદ ગુજરાતમાં અનેક એવી ઘટનાઓ બની છે કે જ્યાં આગ લાગી હોય. અને મોટી જાનહાનિ થઈ હોય. સૌથી મોટો પ્રશ્ન એ છે, કે તમે ફાયર સેફ્ટીની સુવિધા તો ઘણા સ્થાને મૂકવામાં આવી છે ઘણી સરકારી અને પ્રાઇવેટ સ્કૂલમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા મૂકવામાં આવી છે આ ઉપરાંત હોસ્પિટલ અને ઘણી બધી ઓફિસોમાં, મોલમાં પણ ફાયર સેફ્ટીની સુવિધાઓ મૂકવામાં આવી.
પરંતુ અહીં નોંધવા જેવી બાબત એ છે, કે ભારતમાં ઘણા બધા લોકોને સાક્ષરતા નો અભાવ હોવાના કારણે આવા સમયે શું કરવું. શું ન કરવું જોઈએ એ અંગે યોગ્ય પગલાં લઈ શકતા નથી. તેમ જ ફાયર સેફટીનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે યોગ્ય જ્ઞાનનો અભાવ છે.
ફાયર સેફટી માટે જે બોટલ રાખવામાં આવ્યું હોય તેને કઈ રીતે ખોલવી, તે બોટલ ભરેલી છે, કે નહીં તેનું ધ્યાન રાખવું અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે લોકોને બચાવવા અંગેની કોઈપણ માહિતી લોકોમાં નથી. ઘણી વખત એવું પણ બને છે કે આપણી પાસે જો માહિતી પૂરતી માત્રામાં હોય તો આપણે મોટી જાનહાની ટાળી શકીએ છીએ.
આજે વિદ્યાર્થી ના સંદર્ભમાં જો થોડી ઘણી વાત કરીએ તો ધોરણ 6 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને પણ યોગ્ય માહિતી નથી કે આ ફાયર બોટલ નો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે.આ તમામ વિદ્યાર્થીઓને પણ માહિતી આપવી જોઈએ અને પ્રત્યક્ષ અનુભવ કરાવવા જોઈએ.
આ અંગે શાળા-કોલેજ કોઈપણ પ્રકારનું પગલું ન ભરે તો વિદ્યાર્થી સંગઠન ઍ આ બાબતે પગલાં ભરવા જોઇએ. આ બાબત એ તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે.
ફાયર અધિકારીઓને બોલાવીને શાળા અને કોલેજોમાં આ બાબત અંગે કેમ્પ કરવા જોઈએ.એના અંગે જાગૃતિ ફેલાવવી જોઇએ કારણ કે શાળા કોલેજમાંથી સાચું શિક્ષણ અને જ્ઞાન મળે છે, તો શાળા અને કોલેજમાં થી જ વિદ્યાર્થી શીખીને આગળ જશે તો પણ આવી ઘટનાઓને આપણે ટાળી શકીશું.આ અંગે વિદ્યાર્થી સંગઠનો ખાસ પ્રયાસ કરવા જોઈએ.
આગથી બચવા માટેના કેટલાક ઉપાયો
1. તમારી શાળા કોલેજ અથવા તો તમે જે પણ સ્થાને કામ કરતા હોય ત્યાં ફાયર સેફ્ટીની સુવિધા છે કે નહીં તેની તપાસ કરો.
2. જો ન હોય તો આ અંગેની માંગ કરો આ તમારી સુરક્ષા માટે છે.
3. માંગ કરીને જ્યારે ફાયર ની સુવિધા તમે જે કામ કરતા હોય ત્યાં આવી જાય તો ત્યારબાદ તેનો ઉપયોગ કઇ રીતે થઇ શકે તેની પુરતી જાણકારી મેળવો અને બીજાને પણ આપો.
4. આગ લાગે ત્યારે બીજા પાછળથી જવાના દરવાજાઓ પણ રાખવામાં આવ્યા છે તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે પણ માહિતી મેળવો અને બીજાને આપો.
5. ફાયર સેફ્ટીની સુવિધા તો આવી ગઈ પરંતુ સમયાંતરે તેમાં કાર્બન ડાયોક્સાઇડ,પાણી, કોઈ પાવડર આમ ઘણી બધી પ્રકારે થી આગ બુઝાવી શકાય છે. તેની ઉપલબધ છે કે નહીં તેને પર સમયાંતરે ચકાસતા રહો નહિતર સમય આવે તેનો ઉપયોગ તમે નહીં કરી શકો.
આ સંદર્ભે google youtube અને ઍક પીડીએફ નિચે મુકવામાં આવેલ છે.
તમામ શિક્ષકો આ બાબતને જાણે અને પોતાના વિદ્યાર્થીઓને આ અંગે જાગૃત કરે તો આપણે જ આપણી સુરક્ષા રાખી શકીએ છીએ.
છતાં પણ જો કોઈ ભૂલ રહી જતી હોય તો તમે અહીં જણાવી શકો છો.
https://rna.net.in/types-fire-extinguisher-hindi/
https://youtu.be/OyTg0sjInTg
https://drive.google.com/file/d/195mE5FCjDSKP7aqn7HO_Aqd_71_SfxbB/view?usp=drivesdk
Kevin Changani
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
તમારી સલાહ અને મંતવ્ય મને વ્યક્તિગત જણાવી શકો છો.