આજના સમયની સામાજિક વ્યવસ્થા જો કોઈ એક વ્યક્તિ કોઈ બીજા ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરે તો, 1) મુસ્લિમ પર્સનલ લો માં એવું લખવામાં આવ્યું છે કે જો ગેર મુસ્લિમ ધર્મ વ્યક્તિ સાથે લગ્ન કરવામાં આવે તો તે વ્યક્તિએ ધર્મ પરિવર્તન કરવું જરૂરી છે. 2) જ્યારે હિન્દુ ધર્મમાં એક વ્યક્તિ એક થી વધારે લગ્ન ન કરી શકે અને જો તેને કરવા હોય તો તે અન્ય કોઈ ઉપાય તરીકે ધર્મ પરિવર્તન કરે છે. અહીં મહત્વપૂર્ણ પ્રશ્ન એ પણ બને છે કે જો પતિ અને પત્ની એમ બંને વ્યક્તિએ બંને અલગ અલગ ધર્મના હોય તો તેના દ્વારા જે બાળક થાય છે તેને કયા ધર્મ કે કઈ જાતિનો ગણાવો મુશ્કેલી છે. જો કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે અલગ ધર્મની હોય અને લગ્ન કરે તો સામાન્ય રીતે મહિલાઓને જ પોતાનો ધર્મ પરિવર્તન કરવાનું કહેવામાં આવે. અને ખરેખર લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવું એ મૂર્ખામી ભરી બાબત કહેવાય. જે વ્યક્તિ અન્ય ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કરે છે તે વ્યક્તિને ધર્મ સાથે કોઈ લેવાદેવા હોતો નથી કારણ કે તેનો ધર્મ એક માત્ર પ્રેમ હોય છે. જો ધર્મ પ્રત્યે વફાદાર હોય તો તે પોતાના ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરત પરંતુ તે પ્રેમ પ્રત્યે વફાદાર છે. આ માટે ભારતે એક સમાન
અહીં લેખક દ્વારા પોતાના મનના વિચારો જણાવવામાં આવી રહ્યા છે જેમાં અનેક લોકોના જીવન ચરિત્રો વર્તમાનમાં ચાલતાં અનેક કિસ્સાઓ અને સામાજિક પરિસ્થિતિ વિશેના મુદ્દાઓ પર લેખક પોતાના વિચારોનો પ્રકાશ પાડશે જો તમે આ વિચારોથી સહમત ન હો તો તમે ટિપ્પણી કરીને પણ જણાવી શકો છો.