વિદ્યાર્થી સંગઠન
ભારત એ વિશ્વમાં સૌથી વધારે યુવાનો ધરાવતો દેશ છે. આ યુવાનો એક પ્રકારનું માનવ સંસાધન કહી શકાય. પરંતુ આ યુવાનો જેટલા પ્રમાણમાં ઉપયોગ થવો જોઈતો હતો એટલા પ્રમાણમાં નથી થઈ રહ્યો . મારા મત મુજબ જેટલા પણ વિદ્યાર્થી સંગઠનો છે તે લોકોએ આ બાબત પર ધ્યાન ધરવું જોઈએ મોટા ભાગના વિદ્યાર્થી સંગઠનોએ પોતાની રીતે રાજકીય સક્રિય છે અને પોતાનું સંગઠન વધારવા માટે રાજકીય પ્રવૃત્તિ અને વિદ્યાર્થીઓના અનેક મુદ્દાઓ ઉઠાવતા હોય છે જે માત્ર યુનિવર્સિટી પૂરતા જ હોય છે અથવા તો કોઈ કોલેજ પૂરતા સીમિત રહી જાય છે. પરંતુ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક આ બાબત ઉપર આ વિદ્યાર્થી સંગઠનો ઓછું ધ્યાન આપતા હોય એવું જણાય રહ્યું છે.
મારા મત મુજબ આ કેટલાક મુદ્દાઓ છે જેના પર વિદ્યાર્થી સંગઠનોએ ધ્યાન ધરવું જોઈએ.
a. દરેક વિદ્યાર્થી સંગઠનમા રાજકીય બાબત ની અંદર મહિલા ઉપર ખાસ ભાર આપવો જોઈએ આપણે હાલમાં વિધાનસભા અને લોકસભાની પરિસ્થિતિ પણ જોઈ રહ્યા છીએ .અને તેમાં પણ મહિલાઓ નું પ્રભુત્વ ઓછું છે. આથી દરેક વિદ્યાર્થી સંગઠનોએ મહિલાને આગળ વધારવા ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. જો મહિલા રાજકીય ક્ષેત્રે આગળ વધશે તો તેના અંતર્ગત સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ મહિલાઓ આગળ વધી શકશે અને જેટલું યોગદાન ભારતને વિકાસ કરવા પાછળ પુરુષો આપે છે તેટલું સમાનાંતર યોગદાન મહિલા આપી શકશે.
b. ઘણા બધા વિદ્યાર્થી સંગઠન ની અંદર કાર્યકર્તાઓ પોતાના કોલેજકાળ દરમિયાન કામ કરી રહ્યા હોય છે,ત્યારબાદ તેનો કોલેજકાળ પૂરો થઈ ગયા બાદ તેને જ્યારે નોકરી મેળવવાનો સમય આવે છે.ત્યારે તેઓ બેરોજગાર થઇ પડે છે અને કોઈ પણ કામ તેને મળતું નથી તો આ અંગે રોજગાર કઈ રીતે આપી શકાય એ અંગે નવા નવા પ્રયત્નો અને કાર્યક્રમો કરવા જોઈએ કઈ રીતે વિદ્યાર્થીને તકનિકી જ્ઞાન આપવામાં આવે અને તેને સીધો જ મોટી કંપની કે ઉદ્યોગો સાથે જોડીને એક જ સેતુનું કાર્ય કરવામાં આવે એ વિદ્યાર્થી સંગઠન એ વિચારવું જોઈએ.
c. દરેક વિદ્યાર્થી સંગઠન ને એવા પ્રયત્નો કરવા જોઈએ કે જે જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ છે, કે જે ભણી શકતા નથી તમામ વિદ્યાર્થીઓને પોતાની ગરીબીના કારણે ભણવાનું મૂકી દેવું ન પડે વિદ્યાર્થી સંગઠન કોઈપણ સામાજીક સંસ્થાના સાથે સંકળાયેલા હોય તો તેની પાસેથી પણ મદદ લઈને આ વિદ્યાર્થીઓને ભણાવી શકે છે. તેમને નાણાકીય મદદ કરી શકે છે આ કાર્ય કરવું ખૂબ જરૂરી છે.
d. ખરેખર શરમ ની બાબતો એ છે કે વિદ્યાર્થી સંગઠન ના મુખ્ય નેતાઓ અને તેમાં રહેલા કાર્યકર્તાઓ કેટલા વર્ષ કોલેજમાં ગાળ્યા બાદ પણ પાસ થઈ શકતા નથી અને અંતે તેઓ નેતા તો બને છે એક સમાજનું નેતૃત્વ તો કરે છે પણ છતાં તે અભણ કહેવાય છે . કારણ કે તેને માત્ર રાજકીય પ્રવૃત્તિ માં ધ્યાન આપ્યું છે, પોતાના શિક્ષણ પર ધ્યાન આપ્યું નથી આથી કાર્યકર્તાઓને ભણવા સમયે ભણવા પર ધ્યાન વધુ દોરવું જોઈએ
e. દેશનો પ્રાચીન ઇતિહાસ આપણે જાણીએ છીએ જેટલી વિશ્વની અંદર મોટી ખોજ થઈ છે. એ પ્રાચીન સમયમાં ભારતમાં થઇ ચૂકી હતી પરંતુ હાલનો સમય એવો આવ્યો છે કે આપણે વિદેશી ટેકનોલોજી અને વિદેશી જે જ્ઞાન છે એને આપણે સીધે સીધુ અપનાવી રહ્યા છીએ . ભારતના યુવાનો પોતાની તરફથી નવા વિકાસ અને સંશોધન ના કાર્યો કરતા અચકાય છે અને એ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવતું નથી એટલે જ અહીંના આઈઆઈટી અને આઈઆઈએમ માં ભણેલા છોકરાઓ વિદેશમાં જઈને નોકરી કરે છે ભારતમાં પોતાનો ભવિષ્ય આગળ વધારવા માંગતા નથી તો આવી રિસર્ચ ક્ષેત્રે કામગીરી થાય એ અંગે વિદ્યાર્થી સંગઠનોએ પ્રયત્નો કરવા જોઈએ તેના માટે ઍક અલગ કમિટીની નિમણૂક કરવી જોઈએ.
f. વિદ્યાર્થી સંગઠનના તમામ કાર્યકર્તા નેતા બનવાના નથી, આમાંના ઘણા કાર્યકર્તા એવા છે. જે ચિત્રકામ,નૃત્ય છેતરે,ગાયન ક્ષેત્રે રમત-ગમતમાં આગળ વધી શકે છે. તો આ અંગે વિદ્યાર્થી સંગઠનોએ તેને યોગ્ય સપોર્ટ કરીએ ને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કાર્ય કરવું જોઈએ.ભણતર સિવાયના અન્ય ક્ષેત્રમાં જે પણ વિદ્યાર્થી જવા માગતો હોય તેને ખાસ કરીને પરિવાર દ્વારા સપોર્ટ મળતો નથી અને તેને નાણાંની પણ અછત હોય છે તો આ અંગે ધ્યાન દોરવા ની જરૂર છે.
g. કોઈ બળાત્કાર થતો હોય કોઈ વ્યક્તિ ચોરી કરતો હોય કોઈ વ્યક્તિ ખૂન કરતો હોય આ સિવાય અનેક અભ્યાસ પ્રવૃત્તિ જેમ કે વ્યસન કરતો હોય આવી તમામ પ્રવૃત્તિ જે વ્યક્તિ કરે છે તે એક સમયે તો પોતાના વિદ્યાર્થી કાળની અંદરથી પસાર થયો જ હોય છે તે ભણેલો હોય કે અભણ હોય પરંતુ જો આ તમામ સામાજિક બાબતો ઉપર વિદ્યાર્થી સંગઠનો દ્વારા સકારાત્મક પ્રચાર કરવામાં આવે તો આ બાબતોને અટકાવી શકાય છે અમુક વિદ્યાર્થી સંગઠનો ના કાર્યકર્તાઓ જ આવી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે તો તેને અટકાવવાની ખાસ જરૂરીયાત છે.
આ બાબત એ મારા અંગત મંતવ્ય છે અને કદાચ હું ખોટો પણ હોઈ શકું છું. મારા કહેવાથી કે ન કહેવાથી આ બાબત ઉપર કોઈપણ પ્રકારના પરિવર્તન થઇ શકવાનો નથી.
પરંતુ આ બાબતે પરિવર્તન લાવવાની શરૂઆત આપણે જ કરવી પડશે.
પરંતુ જો કોઈ એક પણ વિદ્યાર્થી સંગઠન આ અંગે પોતાના સંગઠનનાં સિદ્ધાંતો કે ધ્યેય ની અંદર આ બાબતોનો સમાવેશ કરે તો મને લાગે છે કે તેમાં ચોક્કસ પરિવર્તન આવશે આ અંગે ખૂબ જ વિસ્તૃત યોજના બનાવી પડે ખૂબ જ અધ્યયન કરવું પડે ત્યારે અમુક સામાજિક બદલાવ આવતા હોય છે.
તમામ વિદ્યાર્થી સંગઠનો એ પોતાના સંગઠન પ્રત્યે કામ કરતા હોય છે કોઈપણ વિદ્યાર્થી સંગઠન એવું નથી વિચારતો કે મારે આ દેશને એક ઉજ્જવળ અને યુવા ભવિષ્ય આપવું છે તમે ભલે તમારે પાર્ટી અંતર્ગત રહેલા વિદ્યાર્થી સંગઠન ચલાવતા હોય પરંતુ સંગઠન માટે અને દેશ માટે કામ કરવું જોઈએ તો ઉપર ઉપરોક્ત તમામ બાબતોની અંદર પરિવર્તન સકારાત્મક આવશે.
કંઈ વધારે લખાઈ ગયું હોય તો માફ કરજો અને ભૂલ હોય તો તેમાં સુધારો કરજો
-Kevin changani
#તટસ્થ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
તમારી સલાહ અને મંતવ્ય મને વ્યક્તિગત જણાવી શકો છો.