મુખ્ય સામગ્રી પર જાઓ

દેશની શ્રેષ્ઠ શિક્ષણ નીતિ-शिक्षा

 



          🤫🤫🤫શરુઆતના દિવસો🤫🤫🤫

          આ બુકમાં એ પણ લખ્યું છે કે જ્યારે manish ji શિક્ષણ મંત્રી ની શપથ લીધા બાદ પ્રથમ દિવસે શાળાની મુલાકાત માં જાય છે ત્યારે તે જુએ છે કે સરકારી સ્કૂલ ની હાલત કેવી હોય છે ત્યારબાદ તે ત્યાંના શિક્ષકોને પૂછે છે કે હાલ પાછળનું કારણ શું છે શિક્ષકો જવાબ આપે છે કે અહીં જે બાળકો ભણવા આવે છે તે નીચ પરિવારમાંથી ભણવા આવે છે.અને તેને કોઈ પહેરવેશ કે કોઈ ચીજનો ભાન હોતું નથી આ સાંભળીને મને(મનિષજી ને)જોઈને દુઃખ થયું કે જો તે સમજી શકતા હોત કે નીચ જાતિની શું કહેવાય ખરાબ પરિવેશ પહેરવેશ શું કહેવાય તો તે ક્યારે આ સ્થિતિમાં ન હોય તે જે સામાજિક પરિસ્થિતિ માંથી આવે છે એનું કારણ શિક્ષા છે કે યોગ્ય શિક્ષણ નથી મળયુ એટલે માટે તેની સામાજિક પરિસ્થિતિ ખરાબ છે તે આપણી જવાબદારી છે કે નહીં સામાજિક પરિસ્થિતિ એને પહેરવેશના ગરીબી ના વિચારોને બદલવાની જવાબદારી પણ આપણી જ છે એટલા માટે શિક્ષકોની ટ્રેનિંગની પણ જરૂરિયાત જણાય હતી.

ખુદ શિક્ષણ મંત્રીએ(મનિષ સિસોદિયા) જઈને સરકારી શાળાની હાલ તો ને તપાસી તેમજ તેમાં રહેલી અનેક ખામીઓને દૂર કરવાના પ્રયત્નો કર્યા જેમાં તેણે જોયું કે અનેક સ્થાને બાળકો વૃક્ષ નીચે ભણી રહ્યા છે અને તમામ ધોરણના ક્લાસ એક્સાથે ચાલી રહ્યા હતા. ક્યાંક ભણવા માટે બેન્ચ ન હતી તો ક્યાંક બોર્ડ હતા.અને ક્યાંક જગ્યા ખૂબ જ વધુ હોવા છતાં પણ યોગ્ય બાંધકામ કરવામાં આવ્યું ન હતુ. તેમજ વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી હતી અને વિદ્યાર્થીઓની હાજરી પણ ખૂબ જ ઓછી હતી પરિણામ શિક્ષણ સ્તર ખૂબ જ નીચું હતું. આવા અનેક પડકારો સહન કર્યા બાદ રાજ્યના ૨૫ ટકા બજેટ શિક્ષણ પાછળ ખર્ચવામાં આવ્યું.

શિક્ષા મંત્રી ની શપથ લીધા બાદ શરૂઆતના સમયમાં શિક્ષા મંત્રી એટલે કે મનિષ સિસોદિયા જી શિક્ષા ડાયરેક્ટર, શિક્શા સચિવ, નિર્દેશક રીજનલ ડાયરેક્ટર, જોનલ ડાયરેક્ટર ,એનસીઆરટી ના અધિકારીઓ, યુનિવર્સિટીના કુલપતિ ઓ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના ડાયરેક્ટરો આ તમામ લોકોની ટીમ સાથે શહેરથી બહાર એક ગામડામાં જઈને શિક્ષણ નું મોડલ દિલ્હી ની અંદર શું હોવુ જોઈએ એના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી આ દિવસની વર્ષો પછી શિક્ષા શિબિરને લીધે દિલ્હી મોડેલ તૈયાર થયું મનાય છે.

                     આ શિબિરમા થયેલી ચર્ચા 

            દેશની અંદર શિક્ષણ મંત્રાલય છે જ નહીં માનવ સંસાધન વિકાસ મંત્રાલય છે જેના અંતર્ગત શિક્ષા નો સમાવેશ કરવામાં આવે છે એટલે કે વિદ્યાર્થીઓને સંસાધનના રૂપે જોવામાં આવે છે હાલની ભારતીય શિક્ષણ પ્રણાલી એ પ્રતિયોગિતા પ્રણાલી છે કે જેમાં એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી સાથે હરીફાઈ કરતા શીખડાવે છે જેનો મતલબ એમ થાય છે તો આપણે કોઈ એક વિદ્યાર્થીની નિચે રહેવું પડે છે કાંતો કોઈ વિદ્યાર્થી આપણા નિચે રહેતો જણાય આવે છે. બજારમાં સંશોધનની જરૂર છે આ સંશોધન એ શિક્ષા દ્વારા વિદ્યાર્થીઓને પુરૂ પાડવામાં આવે એટલે કે વિદ્યાર્થીને એક સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
સહ અસ્તિત્વ શિક્ષા જે મુજબ વ્યક્તિ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે જેનાથી પોતાના સમાજના કુટુંબના રાષ્ટ્રનું નિર્માણ કરી શકે એવી ભાવનાજન્મે એ મુજબનું શિક્ષણ આપવું એ જરૂરી છે જેના માટે અન્ય સાથે હરીફાઈ પણ પોતે જ પોતાની સાથે હરીફાઈ કરતા શીખે એ જરૂરી છે તેનાથી જ પોતાનું અસ્તિત્વ જાળવી શકશે એના માટે કેટલાક જરૂરી પરિબળો જવાબદાર છે.
1. પોતાને જ પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ
2. પોતે સ્વસ્થ જીવન જીવી શકે
3. પરિવારમાં સમૃદ્ધિ સાથે જીવન જીવી શકે
4. કોઇ પણ ફરિયાદ વગર જીવન જીવી શકે.
5. વ્યવસ્થામાં ઉપયોગી થઇ શકે એ મુજબ જીવન જીવી શકે.
તમને એવું લાગે છે કે આ બધી સામાન્ય બાબત છે અને હાલની શિક્ષણ પદ્ધતિ મુજબ આ બાબતો અનુસરે રહી છે પરંતુ આ તદ્દન પણ એ ખોટી બાબત છે હાલની શિક્ષણ પદ્ધતિ મુજબ આનો અનુસરણ થતું નથી.


           પ્રથમ તો પોતાની અંદર વિશ્વાસ ની બાબત માં આવે તો આપણે ભણતર ની અંદર સારા પરિણામ મેળવી શકીએ એની જાણકારી આપણને ક્યાંથી મળે છે તો કે બીજા સાથે આપણે મૂલ્યાંકન કરીએ છીએ કે બધાને જ ઓછા માર્ક આવ્યા છે તો મારે પણ આવ્યા છે બીજા કરતાં મારે વધુ % આવયા છે બીજા કરતાં મારે ઓછા માર્ક્સ આવ્યા છે આવડે બીજા સાથે તુલના કરીએ છીએ એટલા માટે આપણે પોતાના પર વિશ્વાસ નથી પરંતુ બીજાના ઉપર આપણે નિર્ભર રહીએ છીએ આવી જ રીતે આપણા પરિવાર ની અંદર કે આપણી શેરી ની અંદર આજુબાજુના લોકોને સુવિધા વધુ છે તો આપણે એના કરતાં સુવિધા ઓછી હોય તો આપણે માન્ય છે કે તેના કરતાં આપણી પરિસ્થિતિ નબળી છે એટલે આપણે ક્યારેય સમજી શક્યા નથી કે પોતાને શેની જરૂરિયાત છે અને જરૂરિયાતને સંતોષવા માટે આપણે શું કરવું જોઈએ આપણે પોતાના ઉપર વિશ્વાસ નથી કરતા કે પોતાની હાલત પહેલા કેવી હતી અને એનામાંથી આપણો કેટલો વિકાસ થઈને હાલમાં કેવી સ્થિતિ છે પરંતુ આ સ્થિતિનું મૂલ્યાંકન આપણે અન્ય વ્યક્તિ કે જેની સાથે આપણે કોઈ ગાઢ સબંધ નથી એની સાથે આપણે તુલના કરવા જઈએ છીએ.પોતાનો વ્યવહાર પોતાનો ક્રોધ પોતાનો ડર પોતાનું આચરણ આ બધું જ આપણે બીજાના આચરણ બીજાના વ્યવહાર પરથી નક્કી કરીએ જે પોતાની સફળતા અને અસફળતા એ પણ બીજાની સફળતા અને અસફળતા ના આધાર ઉપર આપણે નક્કી કરીએ છીએ 20 વર્ષ શિક્ષણ લીધા બાદ આપણે પોતાના ઉપર ભરોસો કરી શકતા ન હોય તો આ શિક્ષા એ નકામી ગણાય.

             બીજા મુદ્દા ની અંદર સ્વાસ્થ્યની વાત કરવામાં આવી છે કે આપણે ભણતરમાં ભણાવવો જોઈએ કે કયા કયા ખોરાક ખાવા જોઈએ શું પીવું જોઈએ જેનાથી આપણે સ્વસ્થ રહીએ છીએ પરંતુ એના સ્થાને હાલમાં પરિસ્થિતિ એવી છે કે જે વ્યક્તિ વધુ પૈસાદાર અને ખૂબ જ શિક્ષિત છે જેની સામાજિક આર્થિક પરિસ્થિતિ ખૂબ જ સારી હોય એ વ્યક્તિ ઊંચું . ભોજન ખાય છે અને ઊંચા પીણાઓ પીવે છે ત્યારબાદ તે એ ઊંચા પીણા અને ખાવાના કારણે બીમાર પડે છે.બીમાર પડવાના કારણે તે ડોક્ટર પાસે જાય છે અને તે પૈસાદાર વ્યક્તિ હોવાના કારણે ખર્ચો ઉઠાવવા પણ સક્ષમ બની શકે છે. આમ તે શિક્ષિત હોવા છતાં પણ પોતાના શરીરનું ધ્યાન કઇ રીતે રાખવું એનું યોગ્ય જ્ઞાન નથી તો આ શિક્ષાનો શું મતલબ?

             ત્રીજા મુદ્દા ની અંદર પારિવારિક સમૃદ્ધિમાં garibi નો અર્થ થાય છે કે જેની પાસે સાધન નથી અને દુઃખી છે અમીરનો અર્થ થાય છે કે જેની પાસે સાધન પણ છે પૈસા આપવાના છે સુવિધા પણ છે તમામ વસ્તુ છે પણ અશાંતિ છે ડર છે અને અશાંતિના કારણે તે પોતાના સાધનનો ઉપયોગ કરી શકતો નથી તે હંમેશા એ વાતનું દુઃખ થાય છે કે બાજુવાળાને મારાથી વધુ મિલકત છે આવ સાધન સંપન્ન હોવા છતાં પણ એનામાં શાંતિ અને લાલચને ભાવના હોય છે. સમૃદ્ધિનુ કે જેમાં લોકો પાસે સાધન પણ છે અને તે સુખી પણ છે એ વ્યક્તિ સમૃદ્ધ ગણાય છે પરંતુ તેનો અભાવ ને અભાવ લાગે છે.

             વ્યક્તિનું શરીર સ્વસ્થ છે એનામાં વિશ્વાસ છે અને વ્યક્તિ શિક્ષિત છે શિક્શિત વ્યક્તિ એવો હોવો જોઇયે કે વ્યવસ્થિત અને યોગ્ય સમાજની અંદર વ્યવસ્થા જળવાઇ રહે એ માટેના પ્રયત્નો હોય છે પરંતુ શિક્ષિત વ્યક્તિ જ આજની પરિસ્થિતિ અંદર અવ્યવસ્થા ફેલાવી રહ્યો છે શિક્ષિત વ્યક્તિ સૌથી વધુ ભ્રષ્ટાચાર કરે છે અને શિક્ષિત વ્યક્તિ છે એવા નવા નવા નુસ્ખાઓ શોધે છે કે કઈ રીતે એક વ્યક્તિ બીજા વ્યક્તિ નું શોષણ કરી શકે છે કે જે વ્યક્તિ સામાન્ય માણસ નું શોષણ કરે છે સામાન્ય માણસ અન્ય વ્યક્તિ નું શોષણ કરે છે આમ એક પછી એક વ્યક્તિ નું શોષણ થતું જણાય રહ્યું છે એ માત્ર અને માત્ર એક ખરાબ શિક્ષણ પદ્ધતિના કારણે જો કોઈ it એન્જિનિયર હોય તે પોતે સામાન્ય કર્મચારી થી મેનેજર સુધી પહોંચવા માટે એનામાં એક માત્ર આવડત હોવી જોઇએ કે તે કંપની ને કઈ રીતે વધુ નફો કમાવી શકે જો તે કંપની ને વધુ નફો કમાઈ શકતો હોય તો કર્મચારીથી મેનેજર સુધીની વચ્ચેની જેટલી કાંઈ પણ પોસ્ટ હોય એ તમામ વ્યક્તિ નું શોષણ થાય છે અને તમામ વ્યક્તિ ને હટાવી ને આ વ્યક્તિને મેનેજર બનાવવા આવે છે કારણ કે તેને કંપની ને વધુ નફો આપ્યો છે.


❓❓❓વર્તમાન શિક્ષા વ્યવસ્થા થી આપણને શું મળ્યું?❓❓❓

             વર્તમાન શિક્ષણ વ્યવસ્થાના કારણે આપણે ટેકનોલોજીનું જ્ઞાન મળ્યું પરમાણુ વિશે સમજણ પેદા થઈ અને અનેક પરમાણુ પરિક્શણ પૂર્ણ કર્યા આ ઉપરાંત સાયબર પ્રેસ વિશે પણ યોગ્ય જ્ઞાન મેળવ્યું તેમજ ચંદ્રયાન જેવા મિશનનું પણ કર્યા મોબાઈલ ટેકનોલોજી હવાઈ જહાજ નો આધુનિક સ્વરૂપ આ બધું જ વર્તમાન શિક્ષણ વ્યવસ્થાને સંભવ થયું છે મહિલા પ્રત્યે ની સુરક્ષા અને જાગરૂકતા એ પણ શિક્ષણના કારણે જ આવી છે તેમજ કોઈપણ ટેકનોલોજી સુવિધાનો ઉપયોગ કરવામાં કોઈ જાતિ કે ધર્મ આધારિત ભેદભાવ રાખવામાં નથી આવતો એ પણ શિક્ષણથી જ થયું છે આપણે જાણીએ છીએ કે ૨૦૦ વર્ષ પહેલા મનુષ્ય ગુલામ બનીને રહેતો પરંતુ હાલમાં ગુલામ પ્રથા નાબૂદ થઈ ગઈ છે પણ શિક્ષણ વ્યવસ્થાના કારણે સંભવ બન્યું છે. વર્તમાન શિક્ષણ વ્યવસાય ઘણું બધું આપ્યું છે પણ તું ઘણું બધું હજી આપવાનું બાકી છે તેમાં ઘણી બધી સમસ્યાઓ છે જે સમસ્યાને દૂર કરવા માટે આ શિક્ષણ વ્યવસ્થા ની અંદર અનેક બદલાવની જરૂર છે દેશની પ્રગતિ પણ સારી શિક્ષણ વ્યવસ્થા થી જ થશે.

          અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન ના આધારે આપણી શિક્ષણ વ્યવસ્થામાં ત્રણ પ્રકારની ભૂલ જણાય છે.
અર્થશાસ્ત્રમાં એડમ સ્મિથ નો સિદ્ધાંત એવો આવે છે કે આપણી જરૂરિયાત અસીમિત છે અને સાધન આપણી પાસે સીમિત છે.
           કેટલાય વર્ષોથી અર્થશાસ્ત્રની અંદર આ સિદ્ધાંત ભણાવવામાં આવી રહ્યું છે પરંતુ આ સિદ્ધાંતનું કોઈ યોગ્ય અર્થઘટન કરી શક્યું નથી કે વિદ્યાર્થીઓને યોગ્ય રીતે સમજાવી શક્યુ નથી ખરેખર આપણે આ સિદ્ધાંત ઉપરથી એમ શીખીએ છીએ કે આપણી જરૂરિયાત ખૂબ વધુ છે પરંતુ આપણી પાસે જરૂરિયાત પૂરી કરવા માટેના સાધનો ઓછા છે આથી આપણે આ જરૂરિયાત પૂરી કરવા માટે વધુ નાણાં કમાણી કરીશું અને છતાં પણ અમુક જરૂરિયાતો પૂર્ણ થશે અમુક જરૂરિયાત પૂર્ણ નહીં થાય કારણ કે જરૂરિયાતો અસીમિત છે એવું આ સીધાંતની અંદર દર્શાવવામાં આવ્યું છે આથી આપણે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ઈમાનદારી નો રસ્તો છોડીને આપણે ભ્રષ્ટાચાર કરવા મળીશું.લોકોનું શોષણ કરવા માંડ્યું અને જે લોકોનું શોષણ થશે જે લોકો પોતાની જરૂરિયાત થી વંચિત રહેશે એ શોષણ કરનાર ઉપર આરોપ નાખશે અને શોષણ અને શોષિત આ બંન્ને વચ્ચે યુદ્ધો અશાંતિ અને ઝઘડો થશે જેના કારણે દેશનો વિકાસ પણ સ્તબ્ધ થઈ જશે.શા માટે માત્ર ને માત્ર એક સિદ્ધાંત ના કારણે આપણે જાણીએ છીએ કે દેશમાં 75 વર્ષ આઝાદ થયા તેના થઈ ચૂક્યા છે ૭૫ વર્ષની અંદર શું કોઈ સરકાર એ નક્કી કરી શકી નથી કે દેશમાં રોટી, કપડા, મકાન, ઘર ,પાણી આ જરૂરિયાતો છે એ દેશના લોકોને કેટલી જરુરિયાત છે શું આવી રીતે આપણી જે મૂળભૂત જરૂરિયાતો છે તે આપણે ગણી શકતા નથી. ખરેખર આપણી મૂળભૂત જરૂરિયાતો અસીમિત નથી એ સીમિત જ છે. એનું અપડેટ લિસ્ટ બનાવવું જોઈએ અને એ જરૂરિયાતો પૂર્ણ કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ અને એના માટેના સીમિત જરૂરિયાતો પણ થઈ જશે અને સિમિત સાધનો પણ થઈ જશે એટલા માટે યુદ્ધો અશાંતિ જેવી પરિસ્થિતિ સર્જાશે ને કોઈ પણ લોકોનું શોષણ કરવાની જરૂરિયાત સર્જાશે નહીં. જરૂરિયાતોમા સન્માન સુરક્ષા અને પ્રેમ જેવી અનેક લાગણીઓને ભાવના નો પણ સમાવેશ થાય છે પરંતુ આ જરૂરિયાત હું તો અસીમિત નથી ને આ જરૂરિયાતો સીમિત છે લોકોને કેવી જરૂરિયાત વધુ છે કે જેમાંથી નાણા વધુને વધુ મળે એવી જરૂરિયાત અસીમિત છે અને જેનાથી પ્રેમ,સન્માન,સુરક્ષા મળે એ જરૂરિયાત સીમિત છે એવું કેમ એવું આ શિક્ષણ પદ્ધતિને કારણે છે.

            સમાજશાસ્ત્ર ના સિદ્ધાંત મુજબ ડાર્વિનના આ સિદ્ધાંતને કહેવામાં આવ્યું છે કે સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ આ સિદ્ધાંત મુજબ વ્યક્તિએ સ્વસ્થ રહેવું જોઈએ એટલા માટે વ્યક્તિની અંદર ડર પેદા થઈ જાય છે અને પોતે દરેક ચીજ વસ્તુ પર પોતાનું આધિપત્ય સ્થાપવાની કોશિશ કરે છે કે જીવવા માટે સ્વાસ્થ્ય જરુરિ છે અને તેના માટે જો એ સ્વસ્થ ના રહે તો કંઈ વાંધો નહીં પણ બીજો આપદિ કરતા વધુ સ્વસ્થ ન રહે એટલે ઓટોમેટીક આપડે સ્વસ્થ થઈ જશુ આવિધારણા પેદા થાય છે.

            ત્રીજા સિદ્ધાંત મનોવિજ્ઞાનના સિદ્ધાંતો મુજબ પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક ના મુજબ મનુષ્યનું દરેક કામ વાસનાથી ભરેલી છે, એટલે કે આપણે કોઈ પણ બજારની અંદર મેંગો ની બોટલ વેચવી હોય અન્ડરવેર વેચવું હોય કે વૈભવશાલી વસ્તુ વેચવું હોય આ ઉપરાંત અનેક વસ્તુ વેચવી હોય તો આપણે એની જાહેરાત જો કોઈ પણ અશ્લીલ વસ્તુ કે કામવાસના જેવી વસ્તુઓથી કરીએ તો તે વસ્તુ ખૂબ જ વેચાય છે.

            આધુનિક નવી શિક્ષણપદ્ધતિ આવશે તો આપણને ખબર પડશે કે જીવન જીવવું અને જીવતા રહેવું આ બંનેની વચ્ચે શું ફરક છે.

            વધુમાં મનીષજી જણાવે છે, કે સહ અસ્તિત્વ મૂળની શિક્ષાના પ્રેરણા શોધ શ્રી નાગરાજ જી છે અને તેનામાંથી તેને પ્રેરણા લઈને તેને જાણ્યું કે વિવિધ સમસ્યાઓના નિવારણ માટે દેશમાં અનેક આંદોલનો થાય છે અને તેનો નિવારણ આપણે કાયદા દ્વારા કરવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ એનું મૂળ સમાધાન એ શિક્ષા ની પાછળ રહેલું છે, જો આપણે જોઈએ કે શિક્ષા નો ઉપયોગ હાલની શિક્ષણ પદ્ધતિ મુજબ ગરીબી અને નોકરી આપવા માટે થાય છે અને ઍ સમગ્ર વિશ્વમાં એક બીમારી જેવું કામ કરે છે

                દુનિયાભરમાં શિક્ષા માત્રને માત્ર નોકરી મળી રહે એ માટે આપવામાં આવે છે આપણે જાણીએ છીએ કે વિશ્વની અંદર ઘણા બધા પ્રોબ્લેમ છે, યુદ્ધ થાય છે, જાતીય સંઘર્ષનું થાય છે, ઇર્ષા થાય છે, એકબીજા પ્રત્યે ધૃણા હોય છે, આપણે જોઈએ છીએ કે અવારનવાર ઝઘડાઓ થતા હોય છે. ગ્લોબલ વોર્મિંગનીના પ્રોબ્લેમ હોય છે. આપણે આંતકવાદને રોકવા માટે અનેક કાનૂનો બનાવીએ છીએ આપણે પર્યાવરણ સુરક્ષા માટે અનેક કાનુનો બનાવ્યો છે પણ ક્યારે આપણે વિચાર્યું નથી આ બધા જ મુદ્દાઓ પર કાનુન બનાવતી નહીં પરંતુ યોગ્ય શિક્ષણ આપવાથી તેનુ નિવારણ આવશે .જીવનવિદ્યા વિકાસ શિબિર ની અંદર ના આઠ દિવસ છત્તીસગઢ ની અંદર આ બાબતે વિચાર વિમર્શ કરાયો.

                આ આઠ દિવસની શિબિર ની અંદર અનેક રણનીતિઓ બનાવવામાં આવી કે કઈ રીતે શિક્ષણ વ્યવસ્થાને સુધારી શકાય છે જેમાંની અનેક વ્યવસ્થા સફળ ગઈ જ્યારે અનેક એવા પ્લાન હતા જેને લાગુ કરી શકાય નહીં અને જૅમા નિષ્ફળતા મળી. 25% અભ્યાસક્રમ ની અંદર ઘટાડો કરવામાં આવ્યો તેમજ રમત ગમત સંગીત ક્ષેત્રે અને લેબ અને લાઇબ્રેરી જેવી પ્રવૃત્તિઓમાં વધારો કરવામાં આવ્યો. હેપીનેસ કેરીકુલમ એક્ટિવિટી શરૂ કરવામાં આવી,ઇન્ટર્નશીપ કાર્યક્રમ શરૂ કરવામાં આવી આવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા




🚫🚫🚫શિક્ષણ પર રાજનીતિ🚫🚫🚫

               દેશમાં ક્યારે પણ શિક્ષણ ઉપર રાજનીતિ થઇ જ નથી એટલે કે ચૂંટણી વખતે શિક્ષણ ના મુદ્દા ઉઠાવવામાં આવ્યા નથી દેશની અંદર શિક્ષણ માટે બજેટ ફાળવવામાં આવે છે કે તેના અંગે કોઈપણ નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે તે માત્ર શિક્ષણ મંત્રી,શિક્ષણ સચિવ અને નિર્દેશકો દ્વારા કરવામાં આવે છે પરંતુ શિક્ષણ મંત્રી એવા વ્યક્તિને બનાવવામાં આવે છે કે જેને શિક્ષણ સાથે કોઈ નાતો જ નથી શિક્ષણ સચિવ એવા વ્યક્તિના બનાવવામાં આવે છે જેને શિક્ષણ વ્યવસ્થાનો કોઈ અનુભવ નથી ખરેખર જૅને પોતાની જિંદગી શિક્ષા વ્યવસ્થા ની અંદર પસાર કર્યું અને શિક્ષણની અંદરથી ઘણા બધા અનુભવ થયા હોય તે વ્યક્તિને આવા ઊંચા પદ પર ની જરૂર છે આઈએએસ અધિકારી અને શિક્ષણ સચિવ બનાવવામાં આવે છે પરંતુ તેને પોતાની સિનિયોરીટી ના આધારે બનાવવામાં આવે છે.

           શિક્ષણ પાછળ જે રોકાણ કરવામાં આવે છે તેનું તરત જ નહીં પરંતુ ઘણા વર્ષો બાદ પરિણામ મળે છે

            જેટલી પણ પ્રાઇવેટ કોલેજ જોકે સ્કૂલો શરૂ છે તેના બેન્ક એકાઉન્ટ ચેક કરતાં જાણવા મળ્યું કે તેની પાસે નાણાંની કોઈ કમી નથી જરૂર કરતાં પણ વધારે નાણા છે એટલે ફિસ વધારવા માટે રોક લગાવવી જોઈએ.

            સર્વ શિક્ષા અભિયાન તેમજ અનેક અભિયાનો દેશ અને વિદેશમાં ચલાવવામાં આવે છે જેનાથી બાળક બણી શકે અને ત્વરિત નોકરી મેળવી શકે પરંતુ શાળામાં જ્ઞાન ગોખવામા આવે છે, સમજાવવામાં આવતું નથી.
             એ અર્થ નથી સમજાવવા માંગતો કે સ્કૂલમાં આવીને બાળકને શિક્ષકે શું આપવાનું છે શેના માતે મારે શિક્ષા લેવાની છે કેવી શિક્ષા લેવાની છે શા માટે મારે શિક્ષા લેવાની છે આપણે વિજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ ગોખીને નોકરી તો મેળવી લેશુ. પરંતુ શું આપણે આવનારા સમયમાં દેશમાં થતા દંગા ઓને રોકી શકશું? આપણે પ્રદૂષણ અટકાવવા માટે પ્રયત્ન કરી શકશો શું?આપણે નફરતની ભાવના છોડીને ભાઈચારાની ભાવના કેળવે શકશુ? આ પ્રશ્ન દરેક વિદ્યાર્થીને ઉઠવો જોઈએ.

             આપણે વિચારીએ છીએ કે કાયદો અને વ્યવસ્થા સંભાળવા નું કામ પ્રશાસન નું હોય છે જેમાં પોલીસ અને કલેકટર સામેલ હોય છે પરંતુ શું તમે ભણી-ગણીને પ્રશાસન ચલાવશો અને લોકો વ્યક્તિઓના મગજને સુધારી શકશે? શું તેઓ ઇર્ષા ને ખતમ કરી શકશે નફરતને ખતમ કરી શકશે બળાત્કાર અને શોષણ ને રોકી શકશે નહીં તે આપણે શિક્ષણ મેળવીને સમજીને એમાંથી જ્ઞાન મેળવીને જ કરી શકશું. કોઈ અધિકારી કે પ્રશાસન આ અંગે ગમે તેટલા કડક કાયદા બનાવ્યા પરંતુ પ્રજા જાગૃત નહીં હોય તો તેનો કોઈ પણ ફાયદો થશે નહીં. પ્રજા શિક્ષણથી જાગરૂક્ત થશે.

             આપણે જ્યારે પણ કોઈ બાબતમાં ખબર ન પડતી હોય ત્યારે આપણે એમ કહીએ છીએ કે અહીં કોઈ ભણેલા-ગણેલા માણસ ને પૂછીએ પરંતુ જ્યારે સમય આવે ત્યારે આપણે જ આપણા પુત્રોને ભણાવતા નથી. જો તમે એમ વિચારી ને બેઠા છો કે હું આ રાજ્યનો મુખ્ય મંત્રી છું અને હું મારા અધિકારીઓને ઓર્ડર કરું છું કે ૫ વરસની અંદર લોકોમાં દયા, અહિંસા અને પ્રેમની ભાવના જન્મ વી જોઈએ તો તે થવાનું નથી તે વ્યક્તિના ઘડતર થી થશે. અને ધડતર શિક્ષણ થી થશે. અત્યાર સુધી કરોડૉ લોકો ભણી ને ચુક્યા છે તો પણ કૅમ હિંસા, બળાત્કાર,ચોરી ની ધટના બને છે.મોટાભાગ ના ભણેલા લોકો જ આવિ પૃવુતિ શા માટે કરે છે તેનુ કારણ છે ગુણવતા વગર નુ શિક્ષણ.

             કેટલાક બાળકો એવા છે કે જેની પાસે નાણાં ન હોવાના કારણે તેઓના સરકારી કોલેજમાં ભણવાનો વારો આવે છે. અને તે પોતાને કમનસીબ સમજે છે. જ્યારે ૯૫ ટકા વસ્તી એવી છે કે જેના બાળકો પ્રાઇવેટ અને ખૂબ જ સારી સુવિધા વાળી સ્કૂલમાં ભણી રહ્યા છે. જે પોતાના નસીબ સમજે છે બંધારણ મુજબ શિક્ષણનો અધિકાર એ મૌલિક અધિકાર છે આથી તમામ ને સમાનતા ની દ્રષ્ટિએ શિક્ષા આપવી જોઈએ એના માટે સરકારી શાળાઓને સારી બનાવી જોઈએ એ સરકારની જવાબદારી છે


        👌👌 દિલ્લી સરકારી શાળા નો ઢાંચો👌👌

           સરકાર દર વર્ષે પાંચ થી દસ લાખ રૂપિયા એક શાળા માટે ફાળવે છે જેમાં પ્રિન્સિપાલ પોતાની શાળાની કમિટી સાથે મળીને આ નાણાંનો ઉપયોગ ક્યાં કરવો તેના અંગે નિર્ણય લઈ શકે છે તેને કોઇ ઉપરી અધિકારી પાસેથી પરવાનગી લેવાની જરૂર પડતી નથી આ ઉપરાંત કોઈપણ એન્જિનિયરિંગ મેડિકલ, ખેલકૂદ, કલા, નૃત્ય અંગેના વિશેષજ્ઞોને નિમણૂક કરવાની પણ પુર્ણ સતા શાળાના પ્રિન્સીપાલ ને આપવામાં આવી છે જેનો ખર્ચો પણ રાજ્ય સરકાર ભોગવશે.

          તમામ 1000 શાળાઓના પ્રિન્સિપાલને એકત્ર કરવામાં આવ્યા તેની સાથે વાતચીત કરવામાં આવી અને પછી તારણ કાઢવામાં આવ્યું કે સરકારી સ્કૂલ ને કઈ રીતે યોગ્ય બનાવી શકાય અમુક પ્રિન્સિપાલ અને સરકાર ઉપર વિશ્વાસ ન હતો 1000 માંથી માત્ર 200 જ સૂચનો મળ્યાં.

          પ્રિન્સિપાલ પોતાનું ધ્યાન શિક્ષણ પર કેન્દ્રિત કરી શકે એટલા  માટે એક આસિસ્ટન્ટ ની નિમણૂક કરવામાં આવી આ આસિસ્ટન્ટ એ શાળાની અંદર કોઈપણ સ્વચ્છતા અને વર્ગખંડની કે શાળાની અંદર કોઈપણ રીપેરીંગ કે સમસ્યાનું નિવારણ લાવવાનું કામ કરશે. આસિસ્ટન્ટ મેનેજર ની નિમણૂક બે વાલીઓ બે શિક્ષકો અને પ્રિન્સિપલ એમ મળીને કમિટી દ્વારા કરવામાં આવશે. પ્રિન્સિપાલ કોઈપણ વ્યક્તિને નિમણૂક કરી શકે અને દૂર પણ કરી શકે છે.જો આસિસ્ટંટ થી યોગ્ય કામ ન થાય તો તેને નિમણુક કરનાર પ્રિન્સિપાલ પણ જવાબદાર ગણાય એટલે શાળાનુ નામ મોખરે રાખવા લેવલ સુધારવા માટે પ્રિન્સિપાલ યોગ્ય કામ કરશે.

          તમામ સરકારી શાળાના આચાર્યોને અમદાવાદ ખાતે આવેલ IIM મા શાળાનો મેનેજમેન્ટ તેમજ લીડરશીપના ગુણો વિશે માહિતી આપવામાં આવી જેનાથી પ્રિન્સિપાલ નો ઉત્સાહ માં વધારો થયો અને પોતાના વિદ્યાર્થીઓ માટે કંઈક અલગ કરવાની ભાવના પેદા થાય.

           આ ઉપરાંત અમેરિકાની અને કેમ્બ્રિજ યુનિવર્સિટી તેમજ વિદેશોની અન્ય યુનિવર્સિટીમાં પણ અનેક ટ્રેનિંગ આચાર્યોને આપવામાં આવી અને ત્યાંની શિક્ષણ નીતિ અને પણ જાણવા માટે આચાર્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું.

            સમગ્ર વિશ્વમાં ફિનલેન્ડ શિક્ષણ ખૂબ જ પ્રસિદ્ધ છે એટલા માટે માનનીય મનિષ સિસોદિયજી એ તમામ આચાર્યને ફિનલેંડ શિક્ષણનીતિનો પણ ટ્રેનિંગ લેવા માટે પ્રોત્સાહન આપ્યું અને ટ્રેનિંગ અપાવી.

            આ ઉપરાંત તમામ આચાર્યો માટે આઠ દિવસની જીવનવિદ્યા શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
આ તમામ પાછળનો શિક્ષણ મંત્રીનો ઉદૅશ્ય એ જ હતો કે આચાર્ય એ શાળાની અંદર લીડરશીપ નું કામ કરે અને વિશ્વની તમામ શિક્ષણ નીતિઓ નું જ્ઞાન મેળવી તેમાંથી સારી બાબતો પોતાની શાળાની અંદર દાખલ કરે અને શ્રેષ્ઠ વિદ્યાર્થી નું નિર્માણ કરે.

                 આ ઉપરાંત એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવયો કે શિક્ષક સાથે મહિનામાં એકવાર વાતચીત કરવી અને તેને નવા ideas આપવા તેમજ તેના આત્મવિશ્વાસમાં વધારો કરવા તેની સાથે વાતચીત કરવા માટે એક શિક્ષકનું અલગથી પદની જરૂર છે એટલા માટે તમામ શિક્ષકો સાથે વાતચીત કરી શકે એ માટે 5 શાળા ઍ એક સલાહકાર માટે 200 અલગ શિક્ષક બનાવવા ની જગ્યા બહાર પાડવામાં આવી. આ તમામ શિક્ષકોને યોગ્ય તાલીમ આપવામાં આવશે તેમ જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ સમજાવવામાં આવશે તેમ જ તેની સાથે તેના નવા નવા અનુભવો અને નવા નવા પ્રવૃતિઓનો પણ વિવિધ સ્કૂલોમાં પ્રયાસ કરવામાં આવશે આ શિક્ષકો માંથી દર વર્ષે 100 શિક્ષકો ને રજા મળશે અને નવા 100 શિક્ષકો દાખલ થશે આમ તો શિક્ષકો જુના 100 નવા 100 શિક્ષકો રહેશે.

               આ શિક્ષકો જે પણ સરકારી શાળામાં વિદ્યાર્થીઓ આવતા ન હતા કે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી તેના કુટુંબીજનોને મળ્યા અને સરકારી શાળાના મહત્વને સમજાવ્યું અને સંખ્યા વધારવામાં સફળ રહ્યા આ ઉપરાંત ત્યારબાદ સારું શિક્ષણ આપવા માટે પણ સફળ રહ્યા મેન્ટર શિક્ષકની ખૂબ જ જરૂર છે.

               આ ઉપરાંત ક્લાસરૂમની અંદર જઈને શિક્ષકોની ભણાવવાની ગુણવત્તા કેવી છે તેમજ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેના ઘરના પ્રોબ્લેમ ના કારણે શિક્ષણમાં જે પ્રભાવ પડે છે તેના પણ નિવારણ લાવવા માટેનું કામ મેન્ટર શિક્ષક કરે છે.

                બાળકની અંદર આત્મવિશ્વાસનો અભાવ કુટુંબ ની અંદર ચાલતા ઘણા બધા ટેન્શન તેમજ વાલી મીટીંગમાં બોલાવવા છતાં પણ વાલીઓનું મિટિંગમાં હાજર ન રહેવું બાળકોને ભણતર પરથી ઉઠી જતો વિશ્વાસ આવા અનેક પ્રોબ્લેમો મેન્ટર શિક્ષક દ્વારા નિવારણ લાવવામાં આવે છે.
  
                દરેક સ્કૂલ ની અંદર એક વિશેના અનેક ટીચર હોય છે આ ટીચર અને વિષય અંગે નો જ્ઞાન વિશે પૂછવામાં આવે તો તમામ ના વિચારો અને કોઈ એક ટોપીક ઉપર અલગ અલગ વિચારો હોઈ શકે છે જે અલગ-અલગ વિચારમાંથી વિદ્યાર્થીઓને ઘણું બધું જાણવા મળી શકે એમ છે.

             મેન્ટલ પ્રોગ્રામને અંતર્ગત અંગ્રેજી શીખવા માટે સંગીત અને ડાન્સ નો ઉપયોગ કરીને અંગ્રેજી શીખવવાની એક નવી રીત શોધ કરવામાં આવી જેના વખાણ માનવ સંસાધન વિકાસ મંત્રાલય પણ કર્યા.

             સ્કૂલમાં જેટલા પણ તોફાની બાળકો હોય એ બાળકોમાં તોફાન કરવાની પણ એક કળા છે એક કળા ને પકડી ને તેને અનુરૂપ એ બાળકનું ઘડતર થાય એક કામ મેન્ટર ટીચર કરે છે.
મેન્ટલ ટીચર એ એક સાથે અનેક જગ્યાએ પહોંચી શકવા માટે સક્ષમ નથી એના માટે મેન્ટર ટીચરની નીચે એક દરેક સ્કૂલમાં એક TDC નિમણુક પણ કરવામાં આવી એ મેન્ટલ ટીચર ની ગેરહાજરી માં કામ પૂરું પાડશે.

Smc સ્કૂલ મેનેજમેન્ટ કમિટી

             Smc સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ૧૬ સભ્યો હોય છે જેમાંથી 12 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે જૅ વિધાર્થીના માતા પિતા માથી ચુંટાય છે. અને ચાર સભ્યો જેમાં એક પ્રધાનાચાર્ય સમિતિના ચેરમેન એક શિક્ષક એક ધારાસભ્ય નો પ્રતિનિધિ અને એક સામાજિક કાર્યકર્તા આમ ચાર સભ્યોની નિમણૂક ચૂંટણી વગર કરવામાં આવે છે. આ 16 સભ્યોની સમિતિ એ સમગ્ર શાળાનું મેનેજમેન્ટનું કામ સંભાળે છે જેનું એક whatsapp ગ્રુપ બનાવી દેવામાં આવ્યું છે જેના દ્વારા તે શિક્ષણ મંત્રીને પ્રત્યક્ષ રીતે ફરિયાદ કરી શકે છે તેમ જ શાળાની અંદર કોઈપણ પ્રકારના મેનેજમેન્ટ ની ખામી સર્જાય અને કોઈપણ પ્રકારની જરૂરિયાત સર્જાય તો પણ શિક્ષણ મંત્રી ને તરત જાણ કરી શકે છે તેમજ સમય સમય અંતરે દરેક સ્કૂલના રિપોર્ટ પણ શિક્ષણ મંત્રીને આ ગ્રુપ દ્વારા જમા કરાવવામાં આવે છે.

             સમય જતા એસએમસી યોજના સફળ થતાંની સાથે જ 2017માં એસ.એમ.સી અને પુર્ણ સ્વાયત્ત આપવામાં આવ્યા અને તેના માટે રાજ્ય સરકાર દ્વારા ફંડ બહાર પાડવામાં આવ્યું જેની મદદથી એસએમસી સમિતિના લોકો સરકાર ની પરમીશન વગર પણ વરસના 200 કલાક માટે પોતાની રીતે શિક્ષક નિયુક્તિ કરી શકે છે જો કોઈ જગ્યાએ શિક્ષક ની કમી હોય તો


પી ટી એમ(perents teacher metting)

        મહિનાના છેલ્લા દિવસે એક વખત વાલીઓને મળવા માટે ptm નું આયોજન કરવું.આ ઉપરાંત ત્રણ મહિનામાં એકવાર દિલ્હીની તમામ શાળાઓની અંદર એક સાથે પેટીએમ નું આયોજન કરવું જેને મેગા પેટીએમ કહેવામાં આવે છે જે મુજબ વાલીઓને ગેટ પાસેથી એનસીસી ના વિધાર્થી દ્વારા માન-સન્માન સાથે અંદર લઈ જવામા આવશે.તેમ જ એક વિદ્યાર્થીને દરેક વાલી સાથે ગાઈડ કરવા માટે મુકવામાં આવશે. આ ઉપરાંત તેના ક્લાસ ટીચર તેમજ અન્ય વિશેના વિચારો સાથે મુલાકાત કરવામાં આવશે આ ઉપરાંત ટીચરો દ્વારા વિદ્યાર્થીઓના રીઝલ્ટ તેમજ એના સ્વાસ્થ્ય સંબંધિત માહિતી એના પારિવારિક વાતાવરણ થી તેના મગજમાં પડતી ખલેલ અને તેને કયા કયા પ્રવૃત્તિમાં રસ છે એ વિશે માહિતી આપવામાં આવશે.

             વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં મેગા પેટીએમની અંદર ચા નાસ્તા નું પણ આયોજન હતું. સામાન્ય રીતે આવી મીટીંગો પ્રાઇવેટ સ્કૂલ ની અંદર થતી હોય છે પરંતુ સરકારી સ્કૂલ ની અંદર મહદંશે જ આવી સ્કૂલ વાલી મીટીંગ નું આયોજન જોવા મળતું હોય છે આ માટે રેડિયો ટેલિવિઝન સમાચાર પત્રોની અંદર બાળકોના અવાજ રેકોર્ડિંગ કરીને તેમજ માન્ય મનીષ સિસોદિયજી ના અવાજમાં રેકોર્ડિંગમાં પણ જાહેરાતો કરવામાં આવી હતી અને આથી જ આજે ડ્રાઇવર નોકરી કરતા મજૂર હતા કે જેના બાળકો સરકારી શાળાની અંદર ભણતા હતા તેના માલિકો એ ખુદ પ્રચાર-પ્રસાર થી પ્રભાવિત થઈને કહ્યું કે તમે તમારા બાળકોની વાલી મીટીંગ માં જાવ એમ પ્રોત્સાહન આપ્યું અને સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ સરકારના આ કદમ ને વધાવી લેવામાં આવ્યો.

          આ મેગા પેટીએમ ની શરૂઆત થતાં સવારથીજ મનીષ સિસોદિયાજી અને આતિષિજી આ બંને અને શાળાની મુલાકાત માટે ગયા ત્યાં મનીષ સિસોદિયાજીએ વાલીઓને લાંબી લાઈનો જોય અને ખૂબ જ ઉત્સાહ જોયો તે એક વખત ક્લાસરૂમની અંદર જઈને શિક્ષિકાની પાછળ જઈને બેસી ગયા અને શિક્ષિકા વાલી સાથે વાત કરતી હતી કે તમારો છોકરો ભણવામાં ખૂબ જ નબળો છે. ત્યારબાદ આ વાતચીત થતાં શિક્ષિકાએ પાછળ ફરીને જોયું તો મનીષ સિસોદિયાજી તેની પાછળ બેઠા હતા અને તેને જોઈને શિક્ષિકાની આંખોમાંથી આંસુ આવી ગયા અને શિક્ષિકાએ મનીષ સિસોદિયા જઈને કહ્યું કે એમને એમ જ લાગતું કે વાલીઓ પોતાના બાળકને શિક્ષણ ની અંદર કોઈપણ પ્રકારનું ધ્યાન આપતા નથી આજે આ વાલીને મને મળી ને જાણ થઈ કે વાલી સવારે 04:00કે 05:00 વાગ્યે પોતાની નોકરી માં ચાલ્યા જાય છે અને મોટા લોકોને ગાડી ધોવાનું કામ કરે છે અને સાંજે 9:00વાગે આવે છે આ લોકો ખુદ અશિક્ષિત છે અને તેના બાળકોના ભરણપોષણ માટે યોગ્ય કાર્ય કરી શકતા નથી આજે તે જાણીને મને એમ થયું કે ખરેખર શિક્ષકોએ પગાર આપવામાં આવે છે એટલા માટે એને જવાબદારી છે કે બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્ન કરે.

          જ્યારે મનીષ સિસોદિયા મેગા ptm પૂર્ણ થયું ત્યારબાદ પેટીએમ ની સફળતા જાણવા માટે શાળામાં પ્રાર્થના સભામાં ગયા ત્યારે તેને બાળકને પૂછ્યું કે ptm થી તમને શું ફાયદો થયો તો તે બાળકે જણાવ્યું કે મારી મમ્મી પહેલા મને ઘરકામ કરવાનું કહેતી હતી અને તેના લાગતું કે મારે ભણવું જોઇએ નહી પરંતુ જ્યારથી ptm માં આવ્યા છે ત્યારથી મને એમ કહે છે કે તારા ઘરની જરૂર નથી હવે તું ભણવામાં ધ્યાન આપ.

    
t



🆕️🆕️ અભ્યાસક્રમની વિશેષતા🆕️🆕️

               હેપ્પીનેસ એક્ટિવિટી

            દુનિયાના અનેક દેશો જેમ કે નેપાળ ,બાંગ્લાદેશ અફઘાનિસ્તાન થી લઈને અમેરિકા,યુરોપ અને તમામ મીડિયા અને સંસ્થાઓ ને એ જાણવામાં રસ છે, કે જેમ વિજ્ઞાન, ગણિત અને ભાષાના સામાન્ય વિષયો ક્લાસરૂમની અંદર મુખ્ય વિષય તરીકે ભણાવવામાં આવે છે, ત્યાં શું હેપીનેસ નો વિષય પણ મુખ્ય વિષય તરીકે ભણાવી શકાય છે મનીષ સિસોદિયા જણાવે છે,કે આ પ્રવૃત્તિ દાખલ થઇ એનો માત્ર એક વર્ષ(2018) થયું છે પરંતુ ખૂબ સારા પરિણામો મળ્યા છે. ઘણા બધા શિક્ષકો જણાવે છે કે વિદ્યાર્થી ની અંદર હેપી નેસ ની આ પ્રવૃત્તિ અને આ વિષય ઉમેરવા તેના કારણે તેનામાં ઉગ્રતા ઓછી થઈ છે. તેઓનું મન શાંત રહ્યું છે તેઓ યોગ્ય રીતે concentrate પોતાના ભણતરની અંદર કરી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના માતા-પિતા તરફથી પણ અનેક પ્રતિસાદો મલ્યા છે.કે બાળકોના માતા-પિતા દ્વારા હેપીનેસ એક્ટિવિટી માટે અનેક પ્રત્યુતરો આવ્યા કે તેનું વર્તન માં ખૂબ જ બદલાવ થયો છે. તે શેરીના બાલ્કો સાથે ખૂબ જ ઝધડતો હતો. પરંતુ તેમાં હવે પરિવર્તન આવ્યું છે તેમજ એક છોકરી કે જે પોતાને સ્ત્રી હોવાના કારણે તેને પોતાના ભાઈ કરતા શિક્ષણ ની અંદર વધુ સ્થાન મળતું ન હતું હેપિનેસ ની પૃવુતિના કારણે પારિવારિક તનાવ ને પણ તેને દૂર કર્યો.
આ એક્ટિવિટીમાં સંપૂર્ણપણે ત્રણ વિષય છે.

1.એમાં પ્રથમ mindfulness મેડીટેશન

આ પ્રવૃત્તિ ની અંદર ધ્યાન દેવું અને ધ્યાન કરવાના પ્રયત્નો કરવામાં આવે છે.જેમાં દર દિવસે પ્રથમ પાંચ મિનિટ અને અંતિમ બે મિનિટ તેમજ મહિનાના પ્રત્યેક સોમવારે 45 મિનિટ આ પ્રવૃતિ કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ અને આ જ્ઞાન કઈ રીતે આપવો અને ધ્યાન કરતી વખતે વિદ્યાર્થીઓની મગજની અંદર અનેક વિચારોને આસપાસની પ્રવૃત્તિઓના વિચારો આવે છે જેને કઈ રીતે કંટ્રોલ કરવા આનાથી વિદ્યાર્થીઓ પોતાના ભણતરમા ધ્યાન કેન્દ્રીત કરી શકે છે. અને જ્યારે શિક્ષક ભણાવતા હોય ત્યારે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કઈ રીતે કરી શકે એના માટે ના કોર્સ કરાવવામાં આવે છે.

2.અનેક પ્રેરણાદાયી કહાનીઓ ના ઉદાહરણો આપવામાં આવે છે.

તેની અંદર માત્ર બે-ત્રણ મિનિટ ની નાની કહાની કહેવામાં આવે છે અને તેના ઉપર ઘણા બધા દિવસો સુધી વિચાર વિમર્શ કરવામાં આવે છે.

જેમ કે એક વિધાર્થી ઍ પોતાના પિતા પાસેથી બર્થડે ના દિવસે કાર લઇ આપવાનું કહે છે. પરંતુ તેના પિતા એટલા ગરીબ જે સક્ષમ ન હોવાથી તે કાર લઇ આવતા નથી અને આથી એ બાળકને પોતાના પિતા પ્રત્યે નકારાત્મક ભાવ ઉત્પન્ન થાય છે. અને તે પાકીટ ચોરીને ઘર છોડીને ચાલ્યો જાય છે. તે પાકીટ ખોલતાં જ તને અનુભવ થાય છે અને તેની અંદર જરૂરી કાગળ જોઇને તેનો અનુભવ થયો કે પિતાજી ખરેખર કેટલા સંકટમાં મુકાઇ ચૂક્યા છે.

આ ઉપરાંત જ્યારે એક બહેન પોતાના ભાઈને હાથમાં લઈને ઉપર પહાડ ચડતી હોય છે. ત્યારે એક વ્યક્તિ બાજુમાંથી પસાર થાય છે અને કહે છે કે આ બોજ ને મને દઈ દે થોડે સુધી ત્યારે તે બહેન કહે છે કે આ બોજ નથી આ મારો ભાઈ છે અને આના માટે ગમે તેવો બોજ ઉઠાવવા માટે તૈયાર છું . આનાથી બાળકોને મનની અંદર પરિવારિક સંબંધો અંગે ધ્યાન થાય છે.

3.ત્રીજી એક્ટિવિટી

આમાં અનેકવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીને ભૌતિક અને માનસિક એમ બંને પ્રકારની આવશ્યકતાઓ જણાવવામાં આવે છે.ભૌતિક આવશ્યકતા માં રોટી-કપડા-મકાન મોબાઈલ ગાડી જ્યારે ભાવનાત્મક આવશ્યકતાઓ પ્રેમ, સુરક્ષા અને ખુશી નો સમાવેશ થાય છે આ તમામ પ્રવૃત્તિઓ બાળક ના હિત માટે કરવામાં આવે છે જેનાથી બાળક સમજી શકે કે ભૌતિક આવશ્યકતાઓ પૂરી કરવા માટે બાળકને મહેનતની જરૂર છે ત્યારે માનસિક આવશ્યકતાઓ પૂરી કરવા માટે બાળકને લોકો સાથે સારા વ્યવહારની જરૂર છે અને આ બંને આવશ્યકતાઓ પૂર્ણ થઈ શકે એમ છે.

આ તમામ પ્રવૃત્તિઓ મા બાળકને ખુશી મળવાનો ઉદ્દેશ્ય છે આપણે જે પણ ભૂગોળ,ઈતિહાસ,વિજ્ઞાન, ગણિત સાહિત્ય ગમે તે પણ અભ્યાસ કરતા હોય તેમાંથી આપણને ખુશી મળવી એ ખૂબ જરૂરી છે અને આપણે એવું નહીં વિચારવું જોઈએ કે જરૂરિયાત આપણી પૂરી થાય એ જ આપણી ખુશી છે એનો પ્રત્યક્ષ દાખલો હું તમને મારા અનુભવો આપો( કેવિન ચાંગાણી) મેં હમણાં થોડા દિવસ પહેલા એકટીવા લીધી મારી પાસે જ્યારે એકટીવા ન હતી ત્યારે મને થતું કે મારે એકલાને રિક્ષામાં જવું પડે એવા અનેક વિચારો આવતા હતા.પરંતુ જ્યારથી એકટીવા આવી છે ત્યારથી ગમે ત્યાં જવાનું હોય હું નકરો મારો સમય બગાડી ને રખડ્યા જ કરું છું. અને જ્યાં સમય ના આપવા હોય તે આપી રહ્યો છું મારે જરૂર હતી એ જરૂરિયાત સંતોષાય છે પણ મને ખુશી ન મળે એટલે એવું નથી કે જરૂરિયાત સંતોષાય એ જ ખુશી છે ક્યારેક એવી જરૂરિયાત હોય છે કે જેનાથી આપણને દુઃખ પણ થાય છે. આથી મેં આ ગાડીનો ઉપયોગ કરવાનો બંધ કરી દીધો છે.

એન્ટરપ્રાઇઝ માઈન્ડસેટ

આપણે જાણીએ છીએ કે આપણે બધા જ ભણી-ગણીને નોકરી કરવા માટે ભણીએ છીએ પરંતુ વિદ્યાર્થીઓની માનસિકતા છે એ ખૂબ જ સંકુચિત છે તે ક્યારેય વિચારતા નથી કે ભણીને મારે નોકરી નથી કરવી પણ હાજર યુવાનોને નોકરી આપવી છે.આવી માનસિકતા બહુ જ ઓછી જોવા મળે છે જેમાં પણ હાલની શિક્ષણ પદ્ધતિની જવાબદાર છે એનું એની પાછળનું કારણ એ છે કે ભણ્યા બાદ નોકરી તો મળી જશે કારણ કે એ મુજબનું જ્ઞાન મળ્યું હશે એના માં આવડત હશે. પરંતુ તે હજારો લોકોને નોકરી આપી શકે એવું નહીં થઈ શકે એની પાછળનું મુખ્ય કારણ એ છે,કે એને યોગ્ય મનોબળ મળ્યું નથી અને યોગ્ય હિંમત મળી નથી. જ્યારે કોઈ પણ વ્યક્તિ નવો ધંધો શરૂ કરે ત્યારે તેના મગજની અંદર હંમેશા વિચાર હોય છે કે કેટલું રોકાણ કરવું પડશે પૈસા ક્યાંથી આવશે તો ખોટ થશે તો શું થશે? માથે ચડી જશે તો શું? એનું મનોબળ નબળું હોય છે. અને એ કોઈ પણ ધંધો કરવા માટે હિંમત કરી શકતો નથી.

ભારતની અર્થવ્યવસ્થા અને ભારતની શિક્ષણ પદ્ધતિ ક્યારેય નોકરી આપવાની નથી પરંતુ નોકરી લેવા વાળા વિદ્યાર્થીઓ વધુ પેદા કરે છે ભારતની અંદર આઇઆઇટી અને આઇઆઇએમ જેવી મોટી મોટી સંસ્થાઓ છે જેની અંદર વિદ્યાર્થીઓ ખૂબ સારા એવા પરિણામ સાથે બહાર નીકળે છે પરંતુ તે ક્યારેય નથી વિચારતા કે જે ભારતના લોકોને રોજગાર આપવા માટે મોટો ધંધો ભારતની અંદર જ ચાલુ કરે iim અને iit ની અંદર પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ અમેરિકા અને યુરોપ જેવા દેશોની અંદર જઈને નોકરીઓ કરે છે અને અમેરિકા અને યુરોપને લાભ પહોંચાડે છે આ ઉપરાંત એવા ઘણા બધા શિક્ષિત યુવાનો છે કે જે ભારતમાં રહીને વિદેશી કંપનીઓ માટે કામ કરે છે કે ભારતમાં રહીને માલસામાન બનાવે છે આ માલ સામાનનો ઉપયોગ જાપાન, યુરોપના ઘણા બધા દેશો ખુદ ભારત પણ કરતો હશે પરંતુ એમાંથી જે પણ આવક થશે એ જે દેશની કંપની હશે તેને જશે ભારતને એનાથી કોઈ ફાયદો થવાનો નથી.

અમેરિકાના વિદ્યાર્થીઓને એન્ટરપ્રાઇઝ માઈન્ડ સેટ ના પાઠ્યક્રમ ભણાવવામાં આવે છે જેના કારણે તેઓ પોતાના અભ્યાસ બાદ તરત જ મોટો બિઝનેસ કરવાની હિંમત રાખે છે. અને ભારત જેવા દેશના યુવા બેરોજગાર શિક્ષિત વિદ્યાર્થીઓ ત્યાં જઈને નોકરી કરે છે એટલા માટે જ દિલ્હી સરકારે નિર્ણય લીધો છે કે નવ થી ધોરણ-૧૨ સુધી એન્ટ્રપ્રિન્યરશિપ માઈન્ડ સેટ ને પાઠય્ક્ર્મમા ઉમેરવામાં આવ્યો છે જેની અંદર વિદ્યાર્થીઓને કોઈ પણ ખાસ પ્રકારના રોજગાર ની ટ્રેનીંગ નહીં પરંતુ પોતાના કાર્યક્ષેત્રની અંદર હિંમત રાખીને પૂર્ણ નોકરીઓ પેદા કરાવી શકે એના માટે તૈયાર કરવાનો ઉદ્દેશ્ય છે.

આ કાર્યક્રમ નવ થી બાર એમ ચાર વર્ષ માટે કરવામાં આવ્યો હતો જેના માટે દરરોજ એક કલાક આ વિષયને લેવાની તેમજ ચાર વર્ષ સુધી આ વિશે કાર્યક્રમની અંદર હોવો જોઈએ એ વ્યવસ્થા કરવાની હતી જેના માટે યોગ્ય મટીરીયલ ન હતું આથી મનીષજી જે દેશ-વિદેશના અનેક it સાયન્સના વિદ્યાર્થીઓ અને અન્ય એન્ટ્રપ્રિન્યરશિપ ને મળ્યા ત્યારબાદ એને ટીમ બનાવી મુજબ પાઠ્યક્રમ તૈયાર કરવાનું કામ કર્યું. જ્યારે આ યોજના બનાવવાની હતી એ પહેલાં તેની ટીમ દરેક શાળાની અંદર ગઈ અને વિદ્યાર્થીઓ પાસેથી પણ સલાહ માગી કે તમારે કઈ પ્રકારની કોર્સની જરૂર છે ત્યારે તેમાં આ યોજના બનાવતા પહેલા અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. જેમાં એક એક વિદ્યાર્થીએ જણાવ્યું કે મારે તો વૈજ્ઞાનિક બનવું છે. મારે વ્યવસાય નથી બનવું તો તો શું મારે પણ આ કોર્સ કરવો પડશે ત્યારે આ કોષની અંદર થોડા ઘણા ફેરફાર કરવાનો વિચાર કરવામાં આવ્યો કે બધાને તો વ્યવસાય બનવાનો શોખ હોઈ શકે નહીં એટલા માટે આ કોર્સ એ બધા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નથી ત્યારબાદ મનીષ સિસોદિયા જી અને તેમની ટીમે વિચાર કર્યો કે આ માટે એન્ટરપ્રાઇઝ mideset પ્રોગ્રામ એવા લોકોના માનસિકતા ઉપર પ્રહાર કરશે કે જેના કારણે તે સફળતા મેળવી શકે કે ધારો કે કોઈને વૈજ્ઞાનિક બનવું હોય તો તેના માટે તેને હિંમત મનોબળની જરૂર પડશે અને બન્યા બાદ પણ એને ઘણા બધા એવા અનુભવ થશે કે જેનાથી શરૂઆતના સમયમાં એને સફળતા મેળવવા માટે એક એન્ટ્રપ્રિન્યરશિપ માણસની જરૂર પડશે એટલે આ સમગ્ર ફિલ્ડને અનુસરીને આવો કોર્ષ બનાવવામાં આવ્યો.

આ કોર્સ માટે વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારનું પુસ્તક લેવાની જરૂર નથી તેના માટે ઘણી બધી એક્ટિવિટી અને રોચક કહાનીઓ માત્ર શિક્ષકોને જ શિક્ષણ આપવાની જરૂર હતી. 40 દિવસ સુધી અમુક સ્કૂલોની અંદર આ કોર્સનો પરીક્ષણ કરવામાં આવ્યું.

☁️☁️આસમાન અભી ઔર ભી હૈ☁️☁️

છેલ્લા પાંચ વર્ષની અંદર ઘણા બધા શિક્ષણ ક્ષેત્રની અંદર દિલ્હી સરકારે કામો કરીને બતાવ્યા છે પરંતુ હાલમાં પણ પ્રિન્સિપાલની ઘણી બધી જગ્યાઓ ખાલી પડી છે સુપરવાઇઝર નું પ્રમોશન થતું નથી.આ ઉપરાંત ઘણી બધી એવી શાળાઓ છે કે જ્યાં અતિથિ શિક્ષક ની જરૂર છે એટલે કે પરમીનેટ શિક્ષક ન ગણી શકાય અને આવા શિક્ષક ની સંખ્યા 22000 છે આ શિક્ષકોને પણ પરમીનેટ શિક્ષકો બનાવવાની જરૂરિયાત છે. અને જ્યાં શિક્ષકોની અછત છે અને શિક્ષકોએ યોગ્ય રીતે કામ કરી શકતા નથી આવી અનેક સમસ્યાઓ છે કે જેનું સમાધાન લાવવું જરૂરી છે.જો શિક્ષકોની જરૂર 55000 હોય તો તેના 10% વધુ શિક્ષકો લેવા જરૂરી છે.જેના કારણે અનેક શિક્ષકોને રિસર્ચ અને ટ્રેનિંગ દ્વારા નવા કોર્સ અને નવા અનુભવ શીખવી શકાય અને વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ અટકી ન જાય એ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવે.

દેશભક્તિ પાઠ્યક્રમ ની શરૂઆત કરવાની તૈયારી દિલ્હી સરકારે દર્શાવી છે આ અને જેમાં પ્રામાણિકતા સમાજ દેશ અને પ્રકૃતિના સંબંધોને મજબૂત કરવા અને એની ઓળખ કરવી જેવા અનેક અભ્યાસક્રમોનો ની અંદર સમાવેશ કરવામાં આવશે.વિદ્યાર્થીઓને એકતા,ઈમાનદારી ના પાઠ ભણાવવામાં આવશે જેનાથી બીજાનું શોષણ ન કરે હવે ડોક્ટર, વકીલ ,પત્રકાર, આઈ એસ ઓફિસર, સૈનિક અને શિક્ષકો નેતાઓ આ તમામ શાળાઓની અંદર તૈયાર થાય એવી આગળની રણનીતી દિલ્હી સરકારની રહેશે.

વધુ આગળના સમયમાં કરવામાં આવતા દિલ્હી સરકાર શિક્ષણ અંગે ના કામો

1. જેમાં દેશભક્તિ પાઠ્યક્રમ રજૂ કરવામાં આવશે આ ઉપરાંત જે પાઠ્યક્રમ ની અંદર એક ને એક પાઠ અનેક વાર રીપીટ થતો હોય છે એવા પાઠો અને રદ કરવામાં આવશે કારણ કે દિલ્હી સરકાર દ્વારા ભણાવવાની રીત એવી રીતે બનાવવામાં આવી છે કે વિદ્યાર્થીઓને ગોખણિયા જ્ઞાનની જરૂર નથી આથી જે અભ્યાસક્રમ છે એમાંથી અડધો અભ્યાસક્રમ કરવામાં આવશે.

2. દિલ્હીમાં શિક્ષણ વિભાગના ઢાંચામાં પરિવર્તન કરવો દિલ્હીમાં એક વોર્ડમા 50 શાળા છે. જેમાં દિલ્હી સરકારનું લક્ષ્ય છે કે દરેક વોર્ડ મા માત્ર 5 કે 10 શાળા હોય અને ઝોન વાઇઝ સ્કૂલના ભાગ પાડી દેવાના કે કલા માટેની આ સ્કૂલ, સાયન્સ માટેની આ સ્કૂલ, કોમર્સ માટેની આ સ્કૂલ આ મુજબ ફિલ્ડ અનુસાર સુવિધા આપવી જરુરિ છે (અલગ-અલગ ફિલ્ડ માટે અલગ-અલગ શાળા)

3. શાળાની અંદર એક્ઝામ પેપર ની અંદર પ્રયોગ ફેરફાર કરવો અને સામાન્ય રીતે જે પરીક્ષાઓ લેવામાં આવે છે તે પાછળના વર્ષના પ્રશ્નપત્રમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછવાના છે ,કયા કયા પ્રકારના પ્રશ્નો વધુ વખત પુછાય છે તેના આધાર ઉપર વર્તમાન પેપર કાઢવામાં આવે છે તે એક ગોખલુ જ્ઞાન કહી શકાય છે એટલા માટે વિદ્યાર્થી પોતાના મંતવ્યો જણાવી શકે આ વખતે પોતાની સમજ પ્રમાણે લખી શકે એવી પરીક્ષાનું આયોજન કરવા માટે દિલ્હી સરકાર પ્રયત્ન કરશે.

4. દિલ્હીમાં નવા શિક્ષણ બોર્ડનું ગઠન કરવું હાલમાં 2020માં દિલ્હીમાં નવું શિક્ષણ બોર્ડ 2021માં દિલ્હીમાં નવું શિક્ષણ બોર્ડ બની ચૂક્યું છે એના પર કામ થઇ રહ્યું છે આ દિલ્હી ની અંદર જઈ શિક્ષણ બોર્ડ જેની ખાસ બાબત એ છે, કે કેન્દ્રીય બોર્ડ મુજબ અત્યાર સુધીની શિક્ષણ પદ્ધતિ ચાલતી હતી જેમાં અને નીટ અને jee એક્ઝામ માટેના જે કાંઈ અભ્યાસક્રમ આવતો તેનો 10% અભ્યાસક્રમ જ કેન્દ્રીય બોર્ડ ની અંદર સામેલ થતો હતો 90% અભ્યાસક્રમ તેને બહાર કોઈ ટ્યુશન ક્લાસીસ ની અંદર જઈને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો પડતો હતો. અને દિલ્હી આ એક પ્રકારની વ્યવસ્થા કરશે કે જેનાથી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના અલગથી ટ્યુશન ક્લાસીસ ની અંદર જવું પડે નહીં અને સરકારી શાળાની અંદર સમગ્ર સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે.

5. દિલ્હીમાં શિક્ષકોને ટ્રેનિંગ આપવા માટે યુનિવર્સિટી ચાલુ થશે શિક્ષકો જ્યારે બી.એડ કે સી ટેટ પાસ કરીને શિક્ષક બને છે ત્યારબાદ તેને વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ કોઈપણ ટ્રેનિંગ આપવામાં આવતી નથી ખરેખર ટીચર અને પાંચ કે સાત વર્ષમાં ટ્રેનિંગની જરૂર હોય છે જેમાં નવા શિક્ષકો અને જૂના શિક્ષકોને વર્તમાન પરિસ્થિતિ અનુસાર ટ્રેનિંગ આપવી જરૂરી છે.

6. દિલ્હી ની અંદર એક સ્પોર્ટ્સ યુનિવર્સિટી ની સ્થાપના કરવાનો વિચાર સામાન્ય રીતે વિદ્યાર્થી 12 પાસ થાય ત્યારે તેની પાસે કોઈ પણ પ્રકાર નું રીઝલ્ટ હોય છે અથવા તો તે ડિગ્રી કરે જોતો એ ડીગ્રી સર્ટીફીકેટ હોય છે પરંતુ જે વિદ્યાર્થીઓને ભણવામાં રસ નથી અને તે પોતાની સંપૂર્ણ મહેનત ખેલકૂદમા કરવા માંગે છે અને ખેલકૂદની અંદરથી મેડલ અને સર્ટિફિકેટ લાવવા માંગે છે તે જ તેની ડિગ્રી છે એના માટે આ સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવવામાં આવશે કે જેનાથી વિદ્યાર્થી ખેલકૂદની અંદર મળેલા મેડલો સર્ટિફિકેટો અને જ પોતાની ડીગ્રી બનાવી શકે અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે તેને પોતાની રમત ની અંદર સ્થાન મેળવી હોય એના આધારે તેની ડિગ્રી નક્કી થાય એવી વ્યવસ્થા માટે યુનિવર્સિટીની સ્થાપના થશે.

નોંધ :
આ બૂક દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા જી દ્વારા લખવામાં આવી છે. આ લેખ મા અનુકુળતા અનુસાર મે મારા વિચારો રજુ કર્યા છે અને જો કઈ ભૂલ જણાય તો કોમેન્ટ બોક્સમાં જણાવો.
હા કોઈ રાજનૈતિક પાર્ટી નો પ્રચાર નથી કરતો કે કોઈ રાજનૈતિક પાર્ટી નો કાર્યકર્તા નથી પરંતુ શિક્ષણ વ્યવસ્થાનો પ્રચાર કરી રહ્યો છું એ બાબત ધ્યાનમાં લેવી.
Source: sixsha book
Kevinkumar changani 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'કચ્છવાણી'

'સાધારણ વ્યક્તિની અસાધારણ સફર'                'શિયાળે સોરઠ ભલો, ને ઉનાળેગુજરાત,       ચોમાસે વાગડ ભલો, ને (આપણો)કચ્છડો બારે માસ.’ મિત્રો , આજે સીટ બેલ્ટ બાંધીને એકદમ તૈયાર થઈ જજો કારણ કે આપણે જવાનું છે એક સોરઠની સફરમાં ઍક એવી સફર કે જેની ધરતી પર ગુજરાતના રક્તરંજિત ઈતિહાસની સુગંધ આવે છે. તેમજ "પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી અહોભાગ્ય ભૂમિ, શૈલે, સરિતા,સમુદ્રની ઉજ્જવલ એવી આશાપુરા ભૂમિ, કલા ,સાહિત્ય ,સ્થાપત્ય અને સંસ્કૃતિ જેવા 4 માનવ સર્જક ધરાવનારી અષ્ટભૂજા આશાપુરી ભૂમિ એવા કચ્છની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ" આ સફર મેં રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજિત NSS નેશનલ ડે સેલીબ્રેશન સંદર્ભે પોતાની આવડત ને રજુ કરવા જઈ રહ્યા હતા અનેક સાધારણ અસાધારણ વ્યક્તિની છે. ખરેખર આ સફરમાં જે લાગણી ના તાંતણા ઓ બંધાણા છે એ જિંદગીભર તૂટે નહીં તેવા છે.આ સફરમાં અમે 25 વ્યક્તિઓ હતા જેમાંથી કેટલાક સુરત કેટલાક vapi કેટલા વલસાડના હતા. અમે ટ્રેનમાં જવાનું નક્કી કર્યું હતું અમે ટ્રેનમાં આટલી મોટી લાંબી મુસાફરી પહેલીવાર કરી રહ્યા હતા સૌપ્રથમ તો સુરત રેલવે સ્ટેશન પર જઈને રેલવે સ્ટેશનના એક ખૂણેથી

સંગાથે કોતરેલું નામ

  સહાયક: Kevinkumar changani          કોરોનાના કાળની શરૂઆત અને ધોરણ ૧૨ ની પરીક્ષાની સમાપ્તિ વચ્ચે રચાકચી નો ખેલ ચાલી રહ્યો હતો. હેમ ખેમ બધા જ વિદ્યાર્થીઓ એ પરીક્ષા પૂર્ણ કરી અને કોરોના વેકેશનની મજા માણતા હતા. મજા માણતા માણતા ક્યારે પરિણામ નો સમય આવી ગયો એ ખબર જ ના પડી પરીક્ષાનું પરિણામ જાહેર થતાની સાથે અમુક બાળકો માં ખુશી અને અમુક માં નિરાશા હતી એમાં હયાન અને હયાત પણ સામેલ હતા. હયાત અલગ શાળામાંથી અભ્યાસ કર્યો હતો અને હયાને પણ અલગ શાળા માં અભ્યાસ કર્યો હતો પરંતુ બંને ના પરિણામ સરખા આવ્યા હતા. તેમની બંને ને ખુશી હતી. હવે પરિવાર સાથે વાતચિત કરી અને કઈ કોલેજ માં અભ્યાસ કરવો તે વિચારી રહ્યા હતા. ટકાવારી બંને ની સારી હોવાના કારણે પ્રવેશ પણ સારી કોલેજ માં મળે એમ હતો એટલે બંને ના પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે સુરત ની સારામાં સારી કોલેજ માં પ્રવેશ લઇ અને અભ્યાસ કરવો અને પરિવાર ની સહમતી થી આગળ ના દિવસે બંને એ પ્રવેશ લેવા જવા માટે નક્કી કર્યું.   સવારનો સુંદર સમય હતો અને ઘડિયાળના કાંટા ફરી રહ્યા હતા ટીક ટીક ટીક ટીક......................   પ્રવેશ ના   દિવશે જ હયાન ને કોઈક ની શોધ હ

'જીવતી લાશ'

                                 'જીવતી લાશ' વિદ્યાર્થી સંઘની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હતા. ક્યાં ડરનો માહોલ હતો તો ક્યાં ખુશીનો માહોલ હતો. બધા જ પોતપોતાની યોજના બનાવવામાં મશગુલ હતા. હું આ સમયે મારા કોલેજના પ્રથમ વર્ષમાં હતો આથી મને આ સંદર્ભે વધુ જ્ઞાન તો ન હતું. પરંતુ રાજનીતિમાં રસ હોવાના કારણે વધુ જાણવાની ઈચ્છા જરૂર હતી આથી કોણ કોણ ચૂંટણી લડી રહ્યું છે ને તે કેવા વ્યક્તિઓએ તેની તમામ માહિતીને ગમે તેમ કરીને કઢાવી પાછળથી મને જાણ થયું કે, છેલ્લા કેટલાય વર્ષોથી કોલેજમાં આ પ્રકારની કોઇ મોટી ચૂંટણી લડાઈ નથી. જે પક્ષ વિરુદ્ધ અમારા કેટલાક મિત્રો દ્વારા ચૂંટણી લડવામાં આવી હતી તેની હિંમત જોઈને મેં નક્કી કર્યું કે, મારે કયા પક્ષ તરફ જવું છે. એક પક્ષ ઍવો હતો કે જેને કોઈ વિચારધારા નથી કોલેજમાં શું કામ કરવા છે એનો કોઈ વિચાર જ ન હતો અને એક પક્ષ લેવો હતો કે જેને વ્યવસ્થિત રીતે ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું અને કાયદાકીય રીતે ચૂંટણી લડી રહ્યો હતો. આ સંદર્ભે ચૂંટણીના થોડા દિવસો પહેલા મે અમારા પક્ષના વિધાર્થી પ્રતિનિધિ(gs candidate) સાથે વાતચીત કરી વાતચીત પરથી ખાસ કંઈ જાણવા મળ્યું નહિ ને ખાસ કઇ

Love:A thrilling experience

                                 પ્રેમ                                આપણે સોએ ધણી બધી લવ સ્ટોરી સાંભળી કે જોઇ છે. જેમાં જાત-જાત અને ભાત-ભાતની વાતો સાંભળી છે. પ્રેમ શીખવવાની કોઈ શાળા નથી અને પ્રેમ પ્રેકટીસથી ન થાય તે તો થઈ જાય છે. તે કરવામાં નથી આવતો તેની કોઈ રીત કે પદ્ધતિ નથી કે કોઈ ભાષા નથી તે એક વિચાર છે. એટલે કે પ્રેમ એટલે વિચાર જેમ લોકોના વિચાર જુદા-જુદા હોય છે તેમ પ્રેમ પણ જુદો-જુદો હોય છે વિધાથીને પોતાના પુસ્તકમાં પ્રેમ. પાઇલટને પોતાના વિમાનમા પ્રેમ. સરકારને પોતાની સતામાં પ્રેમ. સાધુ-સંતોને સત્સંગમાં પ્રેમ. ધરતીને આકાશ સાથે ને પર્વતને ઝરણાના  કુદરતી પ્રેમ જોવા મળે છે. એટલે તો કહેવાય છે, કે પ્રેમ એક સુગંધ છે. જે વ્યક્તિને વ્યક્તિમાંથી પ્રેમી બનાવે છે. પ્રેમમાં કયારેય પ્રોબ્લેમ હોતો જ નથી .તેમાં તો ફકત સોલ્યુસન હોય છે.                             પ્રેમએ એવી ફીલિંગ છે. જેનું કોઈ નિશ્રીત સ્થાન નથી. તે માત્ર માણસના હદયમાં જ નહીં પરંતુ પ્રાણિઓ,પક્ષીઓ અને આ કુદરત પણ પ્રેમમાં પડે છે. તમને શું લાગે છે કે તમને કોઈ ગમે એટલે પ્રેમ એમ? નહીં બધાને બધી સારી વસ્તુ ગમે જ છે. પ્રેમ એટલે પ્રે

આજના પ્રેમિઓની હકિકત

                                આજના પ્રેમિઓની હકિકત                   બે અક્ષર નો શબ્દ ને કેટલુ બધુ કહિ જાય છે. આપણા ધાર્મીક ગ્રંથોમા જ પ્રેમની ગાથાઓ લખવામા આવિ છે.શરુઆત રાધા-કૃષ્ણ  પ્રેમથી થાય. ગોપીઓઍ  કૃષ્ણ સાથે કેવી રાસ લિલાઓ રચાવી હતિ. એટલે તો આજના સમય ના પ્રેમિઓ કહે છે કે જો કૃષ્ણએ ગોપિઓ સાથે રાસલિલા રચાવતા હોય તો પછી અમારો શું વાંક? ફરક ફક્ત એટલો જ પડયો છે કે ઍ સમયે  રાસલીલાઓ થતી હતી અને અત્યારે mordrn સમય કંઈક અલગ જ લિલાઓ થાય છે. જો ઍ સમયે કૃષ્ણ 1600 રાનીઓ રાખી શકે તો અત્યારના સમયમા ઍક છોકરાને  ઍક કે તેથી વધુ  girlfriend રાખવામા શું  પ્રોબ્લેમ? ખરેખર અત્યારના સમયની લિલાઓ  કંઈક અલગ જ છે. આટલા બધા ભણેલ-ગણેલ પ્રેમિઓ ખરાબ ગંદકી વાળી જગ્યા કે પોપડા મા બેસવા જાય છે બોલો. પણ બિચારા જાય તો જાય ક્યાં? ગાર્ડનમા જાય તો ત્યા પણ પોલીસ ના માણસો આવી જાય છે. અત્યારના સમયમા પ્રેમી ઓ friendship થી શરુઆત કરે છે. બે દિવસ પછી પ્રેમ થાય અને પછી ગાર્ડન નો મળે એટલે જ્યા કોઇ જોય નો જાય એવિ જગ્યાની જરૂર પડે. ઍમા એવું છે કે અત્યારના પ્રેમિઓને ચીપકવુ બોવ ગમે છે.                             

जब जब प्यार पे पहेरा हुआ तब प्यार ओर भी गहेरा हुआ

                      21 દિવસનો પ્રેમ                        or                                        લોકડાઉન મા પ્રેમીઓની વ્યથા                                   મિત્રો સિટબેલ્ટ બાંધીને બેસજો કારણ કે હું તમારિ સમક્ષ મુકવા જઈ રહયો છું કેટલાક રોચક પ્રેમ તત્વો.  આ લોકડાઉનમા પ્રેમીઓની હાલત એકદમ ખરાબ થય ગય છે. આ પ્રેમીઓ ને આ વાઇરસની અથાગ વ્યથા સહન કરવી પડી રહિ છે.પણ કહેવાયુ છે ને કે જેમ-જેમ તમે બે પ્રેમીઓ ને જુદા કરવાનો પ્રયાસ કરશો તેંમ-તેમ આ પ્રેમ વધારે મજબુત થશે.                      આ પરમ પ્રેમીઓ ને ઍક બીજાને મળવુ છે પણ મળવુ તો કઈ રિતે મળવુ શેરી બાર નિકલીયે તો મામા ઉભા હોય. સોજવાડી ઍ તો જેને પડ્યા હોય તેને જ ખબર હોય .લોકડાઉન હોવાથી  ધર ની બહાર કોઇ નિકળવા દેતુ નથી. boyfriend કે girlfriend સાથે વાત કરવી હોય તો whatapp chat  મા કે instagram મા કરવી પડે છે. પપ્પા બાજુ મા જ બેઠા હોય video call થય શકતો નથી. લોકડાઉનમા 8-9 દિવસથી પ્રેમીઓઍ ઍક બીજા ના ચહેરા નથી જોયા. ઍક બીજાનો સરખી રિતે અવાજ નથી સાંભળયો.                     અમુક તો પોતાના પ્રેમી ને kiss કરવાનુ પણ મન થતુ હશે. પેલ

યુવાનો માટે

                                  યુવાનો માટે               આપણે બધા જ જાણીએ છીએ કે ભાગવતગીતાએ એક ઉદેશ છે.  એક વિચાર છે. જે લોકોને પ્રેરણા આપે છે. અને પ્રેરણા(motivation) ની લોકોને જરૂર કયારે પડે? જયારે લોકોને પોતાના લક્ષ્ય સિદ્ધ કરવા હોય, સંધષો સામે લડવું , કોઈ કાર્ય કેવી રીતે કરવું તેની સમજ ન હોય તેવા અનેક કારણો માટે જરૂર જણાય છે. પરતું સામાન્ય રીતે મને એ ખબર નથી પડતી કે હિંદુધર્મમાં મોટાભાગના લોકો શા માટે ભગવદગીતાનું પઠન કરતાં નથી. લોકોને motivation ની જરૂર કયારે પડે? યુવાનીમાં સાચું ને! કે પછી કોઈ 30-35 વર્ષની ઉમરે ધંધો ચાલુ કરવા માટે એટલે જેમ-જેમ ઉમર થાય તેમ-તેમ લોહી ઠંડુ પડતું જાય છે. અને motivationની જરૂર ઓછી થતી જાય છે। પરંતુ આપના હિન્દુ ધર્મમાં વૃદ્ગાવસ્થામાં વૃદ્ધો ભાગવત ગીતા વાંચે છે. હવે બોલો આખી જિંદગી પૂર્ણ થઈ ગયા બાદ motivation શા માટેનું? મે આનો જવાબ મેળવવા જે વૃદ્ધો ભગવતગીતા વાંચે છે. તેની સાથે વાત-ચિત કરી તો મે તેને પૂછ્યું કે તમને વાંચતાં આવડે છે. ? તેને મને જવાબ આપ્યો નહીં તો તમે આ રોજ ભાગવતગીતામાં શું વાંચો છો? મને તેને કીધું કે ગીતા વાચવાથી પુણ્ય મળે છે॰ અને આપ

આતો મારો પ્રેમ હતો?

                    આ તો મારો પ્રેમ હતો? ખરેખર પ્રેમીઓનો પોતાના લક્ષ્ય નક્કી જ હોય છે. તેણે પોતાના ટાર્ગેટ સિવાય કઈ જ દેખાતું હોતું નથી. સવારે શાળા-કોલેજ જતી વખતે પોતાનો પ્રેમી કેટલા વાગે ઘરે થી નીકળ્યો છે? ક્યાં રહે છે ?એ બધી જ માહિતી એક પ્રેમી પાસે હોય છે. ચાલીને જાય તો ધીમે ધીમે તેની ચાલ ને જોવે તેની બેગ કેવા કલરની છે. તેના વાળ કેવી રીતે ઓળેલા છે. આવું નિરીક્ષણ જ્યાં સુધી શાળા-કોલેજ સુધી પહોંચી ન જાય ત્યાં સુધી કરે છે અને એમાંય વળી સાઇકલ કે ગાડી લઈને જાય તો બંને ધીમે ધીમે સાઇકલ ચલાવે એકબીજાથી આગળ જવાનો પ્રયત્ન કરે , હોર્ન વગાડે વળી ગાડી હોય તો કાચમાં જોવે છે મારી પ્રેમી ગાડી ચલાવતા કેવી લાગી રહી છે? શાળા કે કોલેજ પર પહોંચીને પ્રાર્થના થતી હોય છે. પણ આ તો પ્રેમી છે. આંખો બંધ કરે તો એનો જ ચહેરો સામે આવે ને આંખો ખુલે તો પણ તેને જ જોવા માટે. ક્લાસરૂમની અંદર ભણાવતી વખતે વિજ્ઞાનમાં ન્યુટન બનીને આવે તો ક્યારેક તે સંસ્કૃતના શ્લોકો ગાતી જોવા મળે છે. ક્યારેક તો મને એવું લાગે છે કે તે મારી સાથે આઝાદીની ચળવળમાં પણ ખભે થી ખભો મિલાવીને ચાલતી હતી, ક્યારેક તો ગણિતના સરવાળા, બાદબાકી મને આંગળીના વેઢે

બાળપણની મજા

                                                 બાળપણની મજા                          એક વાક્ય છે, જે આપણે ધણી વાર બોલીએ છીયે કે હવે આપણે મોટા થઇ ગયા. પરંતુ આપણે ક્યારેય મોટા થતાં જ નથી એ બાળપણની યાદો હમેશા આપની સાથે જ રહે છે. એ યાદો ક્યારેય ભૂલાતી નથી. ચાલો આપણે પણ નાનપણની  કેટ્લીક એવિ જ વાતો લઈએ. જયારે પણ નાનપણ ના ધણા બધા  મિત્રો મળિયે ત્યારે આપણે ધણી બધી વાતો અને યાદો ને યાદ કરીને હસીએ છીયે. ત્યારે એવું લાગે છે કે એ સમય ફરી આવી પડયો છે . એવું આપના પરિવાર માં આપણે આપના મમ્મી-પપ્પા સાથે પણ કરીયે છીયે . આપણે જયારે નાના હોઈએ ત્યારે મમ્મી-પપ્પા સાથે સૂઈ જાય છીયે પછી મોટા થતાં જ આપણને એક અલગ ઓરડો(room) આપવામાં આવે છે.મને તો યાદ છે પેલા  school કે Tution માં જે કાઇ આખો દિવસ  માં બને છે તે હું સાંજે ઘરે  જઈને મારા મમ્મી-પપ્પા સાથે શેર કરતો હતો પણ નથી હવે તે સ્કૂલ રહી કે નથી તે સમય રહયો માત્ર રહી ગઈ છે તો ફક્ત યાદો જ.एक बार पुरानी यादो  को ताजा करके तो देखो. કેવી મજા આવે છે. નાના હોઈએ ત્યારે મમ્મી-પપ્પા કે દાદા-દાદી ના ખોળામાં સૂઈ જતાં પણ હવે તો બધાને ખબર જ છે કે મોટા થઈ ને લોકો કોના ખોળ