કોરોના કાળમાં થયેલા મારા અનુભવો
આ લેખની અંદર કોરોના સમયમાં થયેલા હું મારા અનુભવો જણાવવા જઈ રહ્યો છું.તમે પણ તમારા અનુભવો જણાવી શકો છો.જેનાથી સમગ્ર પરિસ્થિતિ શું હતી તેનું જાણ થઈ શકે. અને જો આગળના સમયમાં આવી પરિસ્થિતિ સર્જાય તો તેને કઈ રીતે નિયંત્રિત કરવી તેનો અનુભવ પણ થઈ શકે.
આટલા વર્ષોના વર્ષો વીતી ગયા પરંતુ લોકોએ ક્યારેય આવી બીમારી જોઇ ન હતી.આની પહેલા સુરતની અંદર પ્લેગ ફાટી નીકળ્યો હતો. પરંતુ આટલા મોટાપાયે નુકસાન થયું ન હતું કોરોના ના કેસ ધીમે ધીમે જ્યારે ભારતની અંદર શરૂ થયા ત્યારે લોકો ખુબજ ડરી ગયા હતા કે આ રોગની દવા નથી તો અમારું હવે શું થશે.ત્યારબાદ સરકાર દ્વારા lockdown જાહેર કરવામાં આવ્યું જેના કારણે સમગ્ર અર્થતંત્ર થંભી ગયું હતું. અચાનક lockdown જાહેર કરવાના કારણે અનેક લોકોને અનેક મુશ્કેલીઓ પડી હતી જેને કોઈ સીમા ન હતી ઘણા મજૂરો એવા હતા કે જેને પોતાના મૂળ વતન એ જવું હતું એ જઈ શક્યા ન હતા પરંતુ પાછળથી તેને રેલવે દ્વારા પોતાના વતનમાં મોકલવામાં આવ્યા હતા. આ સમયની અંદર સંપૂર્ણ અર્થતંત્ર ખોરવાઇ ગયું હોવાના કારણે ઘણા એવા પણ લોકો હતા કે જે બે ટાઈમ નું ખાવાના પણ ક્ષમતા ન હતી. પરંતુ સુરતની અંદર અનેક સેવાભાવી સંસ્થાઓએ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું અને ખૂબ જ સારી એવી કામગીરી બજાવી હતી લગભગ કોઈ પણ વ્યક્તિને ભૂખ્યા પેટે સુવા ન દીધા હતા.આ સમયે અનેક લોકો સૌરાષ્ટ્ર જવાનું થયું ત્યારે પણ મફતમાં સુરત થી સૌરાષ્ટ્ર બસની વ્યવસ્થા પણ આ સામાજિક સેવાભાવી સંસ્થાઓએ કરી હતી જેની કામગીરી ખૂબ જ પ્રશંસનીય ગણી શકાય છે. આ સામાજિક સંસ્થાઓએ અનેક વિધવાઓને અનેક અનાથ બાળકોને પણ ઘણી ખરી મદદ કરી છે.જે કામ સરકારને કરવાનું હતું એ કામ આ તમામ સામાજીક સંસ્થાઓ કરી રહી હતી. આ રોગની કોઈ સચોટ દવા નથી આથી લોકોની અંદર ભય પણ ખૂબ હતો સમગ્ર દેશની અંદર પોલીસ અને સૈન્યના જવાનો lockdown ચુસ્તપણે પાલન કરાવવા ગોઠવી દેવામાં આવ્યા હતા. જેની કામગીરી પણ ખુબ જ સરાહનીય ગણી શકાય છે .પરંતુ ઘણી વખત પ્રજા સાથે ગેરી રીતે ભર્યુ વર્તન પણ થયું છે. અને ખોટી રીતે માર પણ મારવામાં આવ્યા છે એવા પણ બનાવો સામે આવ્યા છે જે ખૂબ જ નિંદનીય ગણી શકાય છે.આ ઉપરાંત લોકોએ પોતાના ઘરમાં મનોરંજન માટે ટીવીમાં મહાભારત અને રામાયણ જોવાનો પણ આનંદ મેળવ્યો હતો તેમજ ફેમિલી સાથે સમય વિતાવવાનો પણ આનંદ મેળવ્યો આ ઉપરાંત લોકો ઘરમાં રહીને અનેક નવી-નવી વાનગીઓ બનાવતા હતા સાથે મળીને અનેક રમતો રમતા હતા. અને એકબીજાને નજીકથી જાણવાનો આ મોકો મળ્યો હતો.
વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ અટકી પડ્યું હતું જેના કારણે તેઓ મોબાઈલ દ્વારા ગેમ રમવાની કે એ સમયે ott પ્લેટફોર્મ પર આવતી વેબ સિરીઝ નું પ્રચલન ખૂબ હોવાથી તે જોઈને પોતાનો સમય પસાર કરતા હતા.આ ઉપરાંત જે લોકો સ્પર્ધાતમક પરીક્ષાની તૈયારી કરતા હતા તે લોકો માટે સોના જેવો સમય હતો અને તે લોકો ઘરે જ બેસીને પોતાની તૈયારી શરૂ કરી દીધી હતી.
કોરોનાના વેવની અંદર વિદેશોમાંથી પણ ભારતની મદદ માટે ધણા બધા નાણા મલ્યા હતા.અને પ્રથમ સમયગાળાની અંદર who એ પણ ભારતની પ્રશંસા કરી હતી. કોરોના ના 1st વેવની અંદર ગામડાઓની પરિસ્થિતિ ખૂબ જ સારી હતી જ્યારે શહેરોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ રહી હતી.
કોરોના સમયમાં પણ અનેક લોકોની જાગરૂકતા ન હોવાના કારણે અનેક વિવાદો સામે આવ્યા હતા અને ભારતીય મીડિયા દ્વારા આવા કપરા સમયની અંદર પણ હિંદુ મુસ્લિમ કરવાનું છોડવામાં આવ્યું ન હતું અને પોતાની ટીઆરપી અને સરકારની ઇમેજ ચમકાવવા માટે અનેકને કાવતરું ઘડવામાં આવ્યા હતા. ભારતીય મીડિયા એ આ સમયની અંદર લોકોના મગજમાં થી ડર કાઢવા ના બદલે ડર બેસાડવાનું કામ કર્યું છે.લોકોને ઉપયોગી થાય લોકોને મનોરંજન પૂરી પાડે તેવા સમાચારો ના સ્થાને લોકોમાં તણાવનું પ્રમાણ વધે તેવા સમાચારો મોટાભાગે ભારતીય મીડિયા એ આપ્યા છે. કોરોના કાળની અંદર સુશાંત સિંહ રાજપૂત નું મૃત્યુ થયું તેનું કવરેજ મીડિયાએ લગભગ ત્રણ મહિના સુધી ચલાવ્યું હતું જે લોકોને પણ જોવું ગમતું ન હતું આ સમયની અંદર જ વિકાસ દૂબેને એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું આ સમયની અંદર હાથરસ ની ઘટના બની હતી. પરંતુ મીડિયા યોગ્ય કામગીરી બજાવી શકી ન હતી એવું સ્પષ્ટપણે કહી શકાય છે.
ઘણા બધા લોકો પોલીસ પર પથ્થરમારો કરયો હતો ડૉક્ટર ને પણ માર મારવામાં આવ્યો આવા અનેક વિવાદો સામે આવ્યા હતા જે લોકોની આ બીમારી પ્રત્યેની જાગૃતિનો અભાવ ના કારણે સર્જાયું હોય એવું કહી શકાય છે.
આ ઉપરાંત દેશના પ્રધાનમંત્રી દ્વારા તાલી વગાડી,થાળી વગાડી, દીવડો પ્રગટાવીને કોરોના યોદ્ધાઓ નો સન્માન કરવા માટે એના પ્રોત્સાહન માટેના અનેક કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા હતા જેની પાછળ થી લોકો દ્વારા નિંદા કરવામાં આવી હતી.
ધીમે ધીમે કોરોનાના પ્રથમ વેવ પ્રમાણ ઓછું થયું અને અર્થતંત્ર ધીમે ધીમે ખૂલવા લાગ્યું હતું સરકાર દ્વારા અર્થતંત્ર અને યોગ્ય દિશામાં વાળવા માટે આત્મનિર્ભર ભારત જેવા પેકેજ બહાર પાડવામાં આવ્યા હતા.આ ઉપરાંત રાસન મફત આપવામાં આવ્યું હતું અને જન ધન ખાતા ની અંદર મહિલાઓને પંદરસો રૂપિયા આપવામાં આવ્યા હતા.આમ સરકાર દ્વારા જનતાને સહાય પણ આપવામાં આવી હતી આ સહાય નો કેટલો ઉપયોગ થયો અને કેટલું સફળ રહ્યું તેના વિશે હું કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. જેમ જેમ કોરોના નો પ્રથમ wave પૂર્ણ થયો કે તરત જ લોકોએ નવી દુનિયાની અંદર પ્રવેશ કર્યો કારણ કે કોરોના બાદ મોટાભાગના લોકો એ પોતાના કામ ધંધા છોડી ને online બિઝનેસની અંદર ઝંપલાવ્યું હતું અને એમેઝોન ફ્લિપકાર્ડ જેવા અનેક ઓનલાઈન પ્લેટફોર્મ પર લોકો પોતાનો નવેસરથી ધંધો શરૂ કરવા લાગ્યા હતા.
આ સમયગાળામાં શિક્ષકોની પરિસ્થિતિ ખૂબ જ કથળી ગઈ હતી. જેનું કારણ એ હતું કે વિદ્યાર્થીઓને શાળા કોલેજ બંધ હોવાના કારણે શિક્ષકોને પણ યોગ્ય પગાર મળી શકતો ન હતો જેના કારણે અનેક શિક્ષકોએ પોતાની નોકરી મૂકીને અન્ય ધંધાઓ શરૂ કરવાનું વિચાર્યું હતું. આ ઉપરાંત બાળકોના શિક્ષણમાં પણ ઘણો બધો પ્રભાવ પડ્યો છે.બાળકો સતત બે વર્ષથી યોગ્ય જ્ઞાન મેળવી શક્યા નથી જેની અસર આગામી સમયમાં જૉવા મળશે. કોલેજો ખુલ્યા બાદ મોટા ભાગના વિદ્યાર્થીઓને ભણવામાં મન ન હતું કારણ કે વિદ્યાર્થીઓ અને વ્યવસાય સાથે સંકળાયેલ ગયા હતા. અને તેમને ભણવાનું પણ મન થતું ન હતું.
ધીમે ધીમે સામાન્ય જિંદગી બની રહી હતી અને કેસમા પણ ઘટાડો થઈ રહ્યો હતો અનેક દેશોએ વેક્સીનની શોધ કરી નાખી હતી. અને ભારતે પણ અંતે વેક્સિન માં સફળ રહ્યું હતું વેક્સિન મળ્યા બાદ તેનો આપવાની પ્રક્રિયા એ ખૂબ જ ધીમી રહી હતી જેના કારણે અનેક વેક્સીનનો જથ્થો બગડી ગયો હતો. અને નકામો નાખી દેવો પડયો હતો. ઘણા બધા રાજ્યો ની અંદર ચૂંટણીઓ પણ થવા લાગી હતી અને સરકાર પોતાના પૂરા જોશથી આ ચૂંટણીની અંદર સમય અને નાણાં વેડફી રહી હતી પરંતુ કોઈને પણ ખબર ન હતી કે કોરોના હજી સમાપ્ત થયો નથી તેનું રૌદ્ર સ્વરૂપ હજી બાકી હતું. આવી ચૂંટણી ની અંદર મેં ખૂબ જ રસ લીધો હતો કારણ કે આ મારો પ્રથમ મત અનુભવ હતો.
https://authorfactory.blogspot.com/2021/02/blog-post_22.html?m=1
વેક્સિન ની પ્રક્રિયા ધીમી ચાલવાના કારણે તેમજ ઓક્સિજન ની ખપત, remdesivir ઇન્જેક્શન ની ખપત અને સરકાર ચૂંટણીઓમાં વ્યસ્ત હોવાના કારણે કોરોના ધીમે ધીમે વધતો ગયો અને આ વખતે સરકારે કોઈપણ પ્રકારનો lockdown કર્યું નહીં ગામડામાં કોરોના ના બીજા વેવ ખૂબ જ ભયંકર અસર થઇ અને શહેરમાં દર્દીઓ સારા થઈ જતા હતા જો હું સુરતની વાત કરું તો કોરોના ના બીજા વેવની અંદર અનેક સામાજિક સંસ્થાઓએ આઇસોલેશન વોર્ડ ખોલવામાં આવ્યા હતા કે જ્યાં દર્દીઓને સવારથી સાંજ સુધી ની અનેક સ્વાસ્થ્ય અનુરૂપ ખોરાકો આપવામાં આવતા હતા આ ઉપરાંત ડોક્ટરની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ બધું એ મફતમાં કરવામાં આવ્યું હતુ. આ કોઈપણ સરકાર દ્વારા નહીં પરંતુ સામાજિક સંસ્થાઓ દ્વારા મળીને કરવામાં આવ્યું હતું અને જેમાંથી 1500થી વધારે દર્દીઓ રિકવર થઈને પોતાના ઘરે પહોંચ્યા હતા. આવી સામાજિક સંસ્થાઓ દ્વારા સૌરાષ્ટ્રમાં પણ સેવા મોકલવામાં આવ્યા હતિ.અને ત્યાં પણ આવી સુવિધા ઊભી કરવામાં આવી હતી અને ગ્રામ્ય વિસ્તારને પણ જરૂરી મદદ કરવામાં આવી હતી .ગ્રામ્ય વિસ્તારની અંદર ખાસ કરીને લોકોમાં આ રોગ પ્રત્યે જાગૃતતા નો અભાવ હતો જેના કારણે ત્યાં લોકો રિકવર થઇ શકતા ન હતા અને ગામની અંદર આઇસોલેશન વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યા હતા જે સામાજિક સંસ્થાઓ અને રાજનૈતિક પાર્ટી ઓ દ્વારા પણ થયાં હતા.
બીજા વેવની અંદર પરિસ્થિતિની વાત કરીએ તો સ્મશાનમાં પણ લોકોને બાળવા ની જગ્યા ન હતી એવા અનેક વીડિયો સામે આવ્યા છે.પરંતુ સરકાર આટલા બધા કેસ આવા છતાં પણ ખોટા આંકડા બતાવી રહી હતી મોટાભાગની સુવિધાની ખપત હતી. આજ સમયગાળાની અંદર નવા રોગોનો ઉદભવ પણ થવા લાગ્યો હતો. જેમ કે મ્યુકર કોશિશ એટલે કે ફૂગ થવી ત્યારબાદ બ્લૅક અને વાઇટ ફુગ અને પ્રકારો પણ સામે આવ્યા છે આમ કોરોના ની બીજી વેવ ખૂબ જ સંકટ ભરી રહી હતી.
આ સમયગાળાની અંદર સરકાર દ્વારા કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી ન હતી કારણ કે સરકારે ચૂંટણીઓમાં વ્યસ્ત હતી. આ ઉપરાંત સરકાર દ્વારા lockdown પણ કોરોના અન્ય કેસો ઘટતા લગાડવામાં આવ્યું હતું અને lockdown પણ એવું લગાડવામાં આવ્યું હતું કે કહેવા પૂરતા જ માત્ર ધંધા બંધ હતા પરંતુ બધા જ લોકો પોતાની રીતે ધંધો ચલાવી રહ્યા હતા. આ સમયે પણ પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરી રહ્યા હતા.
ઘણા બધા લોકોએ વેક્સિન મુકાવી પરંતુ આ ઘણા એવા લોકો છે જેમને વ્યક્તિના પ્રથમ ડોઝ મુકાયા બાદ બીજો ડોઝ મૂકવા માટેની વેક્સિન ઉપલબ્ધ નથી એટલે કે સરકાર પાસે પૂરતી માત્રામાં વેક્સીનનો જથ્થો ઉપલબ્ધ ન હતો. જેના કારણે સરકાર પોતાના આ નિર્ણયમાં અસફળ રહી છે. અને પોતાની જનતાને યોગ્ય સુવિધા પૂરી પાડી શકી નથી. કોરોના ના બીજા સમયગાળાની અંદર શિક્ષણની પરિસ્થિતિની વાત કરીએ તો શિક્ષણમાં વિદ્યાર્થીઓને પ્રથમ વેવ ની અંદર જે રીતે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું એ જ રીતે માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું.
આ બધી જ સેવાઓની સાથે સાથે ગુજરાતની અંદર ધેયરાજ સિંહ માટે નો જે કેસ બન્યો તેમાં પણ ગુજરાતના લોકોએ જાગૃતિ દેખાડીને ધેયરાજ સિંહ માટે 16 કરોડ નું ઇન્જેક્શન નાણાં ઊભા કર્યા હતા એ ખૂબ જ લોકો માટે સરાહનીય કામ ગણી શકાય છે.
મારા દાદા અને કાકા એમ બંને વ્યક્તિઓ ને કોરોના થયો હતો જેના નામ ઉપરથી હું તમને જણાવી શકું છું કોરોનાની અસર શરૂઆતમાં જ તમને થાય ત્યારથી જ તમે જો ઘરે યોગ્ય સંભાળ લઈ રહયા હોય તો તમને વધુ અસર થવાની સંભાવના નથી અને ઘરે જ મટી જશે આ કોઈ બહુ મોટો રોગ નથી માત્ર આપણે તેનાથી ડરીએ છીએ અને તનાવ ઉત્પન્ન થવાના કારણે તેનું પ્રમાણ વધતું જાય છે એ પણ એક વાસ્તવિકતા છે જ્યારે મારા કાકા ને દાખલ કરવામાં આવ્યા ત્યારે ઘરનો કોઈપણ વડીલ અહીં સુરત હાજર ન હતો જેના કારણે મારે આ બધું જ અનુભવ કરવા પડ્યા અને જેના પરથી મને એ જાણવા મળ્યુ કે કઈ રીતે ખરાબ પરિસ્થિતિ ને નિયંત્રિત કરી શકાય છે.કઈ રીતે નાણાં એકઠા કરવા કઈ રીતે દાખલ કરવા ડૉક્ટર સાથે કઇ રીતે વ્યવહાર કરવો આવા અનેક અનુભવો મને થઈ ચૂક્યા છે. પહેલા મને લાગ્યું કે મારે આઈ એસ ઓફિસર બનવું ન જોઈએ કારણકે આવી પરિસ્થિતિ ની અંદર હું ખૂબ જ ગભરાઈ જઉં છું પરંતુ પાછળથી મને લાગ્યું કે નહીં મને ખૂબ જ સારી રીતે આ બધી પરિસ્થિતિઓને કાબૂમાં લાવવાની ક્ષમતા છે અને આ એક ને મારો નાનકડો અનુભવતો આગળ જઈને વધારે તાકાત થી લોકોના પ્રશ્નો વધારે નિરાકરણ લાવી શકું એવી મારામાં સમતા છે.
આપ કોરોના ના બંને સમયગાળાની અંદર અનેક અફવાઓ પણ ફેલાવવામાં આવી હતી.તમને ખબર જ છે કે સોશિયલ મીડિયા દ્વારા ઘણી બધી ખોટી માહિતીઓ લોકો સુધી પહોંચાડવામાં આવતી હોય છે આ ઉપરાંત ખૂબ જ સારી એવી કામગીરી વિદેશીઓ દ્વારા કરવામાં આવી છે વિદેશમાં રહેતા ભારતીયો દ્વારા મોટા પ્રમાણમાં ફંડ ભારતમાં મોકલવામાં આવ્યું છે.માત્ર ને માત્ર પોતાના દેશના મદદ માટે કોરોના ના બીજા વેવની અંદર મનોરંજન માટે આઈપીએલ ચાલુ કરવામાં આવી હતી આ ઉપરાંત ધંધાઓ સમગ્ર lockdown હતું પરંતુ લોકો પોતાની રીતે ગુજરાન ચલાવી શકે એવું વાતાવરણ હતું.
આ ઉપરાંત થોડા દિવસો પહેલા જ કોરોના ના કેસો પણ ગામડામાં હતા અને સાથે સાથે તોક્તે વાવાઝોડું પણ આવ્યું હતું જેના કારણે સૌરાષ્ટ્રના અને ગામડા ની અંદર ખૂબ જ નુકસાન થયું હતું અનેક લોકો ઘર વિહોણા બન્યા હતા અનેક લોકોના ઢોરો મરી ચૂક્યા હતા અને આ વીજળીની અને પાયાની સુવિધાઓના થયો હતો જેમાં પણ સૌરાષ્ટ્રથી જનરેટર ની સુવિધાઓ અને અનેક પ્રકારની સુવિધાઓ પહોંચાડવામાં આવી હતી. આમ આ વિપત્તિના સમયે સામાજિક સંસ્થાઓએ ખૂબ જ સારું એવું કામ કર્યું એવું કહી શકાય છે.
આ ઉપરાંત તમે તમારા અનુભવો પણ કોમેન્ટમાં જણાવી શકો છો કે જેનાથી લોકોને કોરોના ના સમયમાં જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેના અનુભવો ની જાણ થઈ શકે.
કેવીન કુમાર ચાંગાણિ
મારા પરિવારને સંકટ સમયે મદદ કરવા બદલ ધર્મેશભાઈ ભંડેરી(aap) હાર્દિક કાછડીયા(bjp) અને સમગ્ર ડોક્ટરની ટીમ(નીષઠા હોસ્પિટલ) ને ખુબ ખુબ આભાર સમય આવીએ હું તમને મદદ કરીશ.
#તટસ્થ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
તમારી સલાહ અને મંતવ્ય મને વ્યક્તિગત જણાવી શકો છો.