*મારે I.A.S. શા માટે બનવું છે ?*
સાચી વાત કરું ને તો મેં જ્યારે સરકારી પરીક્ષા ની તૈયારી ચાલુ કરી ને ત્યારે હું તલાટી કે મામલતદાર જેવી પોસ્ટ મેળવવા માંગતો હતો, ત્યારે મને IAS શું છે તેના વિશે જરાય પણ જ્ઞાન ન હતું. upsc શું છે તેના વિશે પણ મને કંઈ જ ખબર ન હતી, પરંતુ હું કોલેજમાં એવા પાંચ થી છ મિત્રોને મળ્યો કેજે upsc ની તૈયારી કરતા હતા અને તેને મળતા જ મને તેના જ્ઞાનનો અનુભવ થઈ જતો હતો.
પછી એક દિવસ હું લાઇબ્રેરી એ બેઠો અને upsc વિશે જાણ્યું. પહેલા તો મનમાં ડર અનુભવાયો કે હું તો ટ્યુશન જતો હતો એ છોડી દઉં પરંતુ ઘરે શું જવાબ દઈશ. પછી મનમાં એવા પણ વિચાર આવ્યા કે upsc મારા કામનું નથી. પણ મે જ્યારથી upsc નું સાંભળ્યું ત્યારથી રાતે નીંદર ના આવતી અને સતત એમ થતું કે નય upsc ની તૈયારી ચાલુ કરી દઉં. અંતે મેં સાત દિવસ upsc વિશે સંપૂર્ણ માહિતી મેળવી અને મેં ઘરે જાણ કર્યા વિના મારું gpsc class 3નું ટ્યુશન મૂક્યુ અને ncert થી મેં મારી શરૂઆત કરી.
શરૃઆતના કેટલાક દિવસો મને ncert હિન્દીમાં સમજાતી નહીં અને ઘણો સમયે ચાલ્યો જતો. ત્યારબાદ Fast Reading કેમ થાય તેના વિશે જાણકારી મેળવી ધીમે ધીમે મને વાંચવામાં એટલો રસ પડ્યો કે અભ્યાસક્રમની બહારનું પણ ઘણું બધું વાંચી નાખતો હતો. એક દિવસ મારા સિનિયર મિત્રને(kenishkumar )વાત કરતાં મને જાણ થઈ કે મેં થોડું વધારે પડતું વાંચી નાંખ્યું છે તેને મને સલાહ આપી કે અભ્યાસક્રમ અનુસાર વાંચન કર. મે તે સલાહ માની અને મને ખૂબ જ ફાયદો થયો.
હવે મૂળ વાત પર આવીએ મેં છેલ્લા દોઢ વર્ષથી ઘણા બધા પુસ્તકો વાંચ્યા અને ઘણા ઘણા બધા પ્રત્યક્ષ અનુભવ કર્યા. અનેક દેશી વિદેશી વિકાસ મોડલ જોયા બંધારણ ની બુક વાંચી અનેક યોજનાઓ વાંચી. જેનાથી મને અનુભવ થયો કે આ દેશમાં અનેક સુધારાની જરૂર છે. આ સુધારા માંથી
1. શિક્ષણ અંગે યોગ્ય નીતિ બનાવવી ( દેશની પંચવર્ષીય યોજના કે અન્ય યોજના હોય, યુનિવર્સિટી હોય કે અન્ય શિક્ષણ ક્ષેત્રે ભારત હંમેશાં નબળું રહ્યું છે) મેં કેરળ, દિલ્હી મોડલ તેમજ iim અને iit વિશે જાણકારી મેળવી અને અનુભવ થયો કે જેના પર આઝાદીના વર્ષથી ધ્યાન દેવાની જરૂર હતી તેના પર અત્યાર સુધી નીતિ બની જ નથી.
2. સ્વાસ્થ્ય
3. ગ્રામીણ વિકાસ
4. બેરોજગારી
5. વિવિધ સંસ્થાની ખામી દૂર કરવી છે.
આ માટે કૃષિક્ષેત્રે મેં ઇઝરાયેલના મોડલનો અભ્યાસ કર્યો ભ્રષ્ટાચાર માટે ડેનમાર્ક નો અભ્યાસ કર્યો સ્વાસ્થ્ય સુવિધા માટે ક્યુંબા અભ્યાસ કર્યો શિક્ષણ માટે ફિનલેન્ડ અભ્યાસ કર્યો આમ અનેક દેશોના અનેક મોડલનો અભ્યાસ કરવાથી મને ઘણી નવી માહિતી મળી છે
મને અનુભવ થયો કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ ભારત મૂળભૂત જરૂરીયાતો પુરી પાડવા સક્ષમ નથી. હજી પણ સાંપ્રદાયિક દંગા થાય છે. વસ્તી ઘટાડવાની જરૂર નથી તે પોતાની જાતે જ ઘટી જશે. ગરીબી, બેરોજગારી, આતંકવાદ, નક્સલવાદ, અલગાવવાદ, ક્ષેત્રીયતા, ભાષા વાદ આ બધી સમસ્યાના નિવારણ ઘડતર માં રહેલ છે અને ઘડતર માતા-પિતા અને શિક્ષકો કરે છે એટલે ટીચર્સ ટ્રેનિંગ ની પણ જરૂર છે.
મારી પાસે ખૂબ જ લાંબી લિસ્ટ છે પરંતુ માત્ર હું તમને એટલું કહીશ કે મારે આ બધું આ દેશને આપવું છે હું જે જિલ્લામાં DM બનુ ત્યારે મારે નવા નવા મોડલ એપ્લાય કરવા છે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે મને આ કામ કરવામાં રસ છે અને રસ લોકોની સમસ્યાના નિવારણ બાદ હસતો ચહેરો જોઈને છે
વિવિધ યોજના જે કાગળ પર રહી ગઈ છે, તેને મારે લાગુ કરવી છે. જ્યાં કોઈ નથી ગયું એવા વિસ્તારની મુલાકાત કરી તેની સમસ્યા સોલ્વ કરવી છે મારે ઓફિસ વર્ક નહિ પરંતુ ફિલ્ડ વર્ક કરવું છે એ પણ IAS બનીને મારે ગામડાના બાળકો સાથે ક્રિકેટ રમવાનો અનુભવ મેળવવો છે. જે લોકો ઝુપડપટ્ટી મા રહે છે તેના ઘરનું ભોજન લેવું છે. જેને દલિત કહીને તેને કોઈ અડવા નથી માંગતું તેને મારે ગળે મળીને તેની સાથે મસ્તી કરવી છે.
કદાચ હું IAS ના બન્યો તો ? આ વિચાર તો હવે મે છોડી દીધો કારણ કે જ્યારથી મેં તૈયારી ચાલુ કરી એ દિવસથી હું IAS બની ગયો હતો તેણે જ મને ઘરનું દબાણ સહન કરતા શીખવાડ્યું. સગાવ્હાલા ના ટોનાં સાંભળી મે પોતાનો નિર્ણય બદલ્યો નહીં. કોઈ મારી મદદ માંગે ને હું મારાથી બનતો પ્રયત્નો કરતો થયો એ જ મારા જીત છે. આશા છે કે ઇન્ટરવ્યૂમાં જો તમને આ પ્રશ્ન પૂછાય તો તમને અહીંથી મદદ મળી રહેશે. ફરીથી પાછા મળીશું.
વિચાર : કેવિન કુમાર ચાંગાણી
typing: sanjay modi
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
તમારી સલાહ અને મંતવ્ય મને વ્યક્તિગત જણાવી શકો છો.