'મારે ભણવું નથી'
ભારતનો સૌથી મોટો પ્રોબ્લેમ એ જ છે કે વિદ્યાર્થીઓના મનમાં શિક્ષણ મેળવવાની ભણવાની આશા જ જન્મથી નથી. તમે જે અવારનવાર સાંભળ્યું છે કે ભણવાથી કોનું ભલુ થયું છે? તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ભારતમાં સૌથી વધુ શિક્ષિત બેરોજગાર છે જે લોકો અભણ છે તે તો કોઈપણ નાના-મોટા કામ ની અંદર લાગી ગયા છે પરંતુ જે લોકો શિક્ષણ લીધું છે એજ બેરોજગાર રહી ગયા છે ભારતની અંદર જો કોઈના વિદ્યાર્થીને સરકારી નોકરી જોઈતી હોય તો તેની ભરતી સમયસર બહાર પડતી નથી અને ભરતી બહાર પડે તો પેપર લીક થાય છે અને વિદ્યાર્થીઓનું મનોબળ તુટી જાય છે આવા અનેક શિક્ષણ પદ્ધતિ અંદર અને ભારતીય પ્રશાસનની અંદર ખામીઓ જોવા મળી છે. આજના સમયમાં ભારતના યુવાનો ભણવા પણ જાય છે તો તે માત્ર ને માત્ર ડિગ્રી મળી જાય એ માટે જેનાથી ડિગ્રી મળે તો સારા સ્થાને લગ્ન થવાની સંભાવના વધી જાય છે, હાલના સમયમાં વિદ્યાર્થીઓના મનની અંદર આવા જ વિચારો ચાલી રહ્યા છે જે એક વાસ્તવિકતા છે.
ભારતમાં પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું.જે શિક્ષણ મુજબ આશ્રમમાં રહેવાનું લાકડા,કાપતા શીખડાવે, ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું, વેદો ગ્રંથો અને એકદમ સાદું જીવન જીવતા શીખડાવામાં આવતું.જીવનની અંદર અને દુઃખ કષ્ટ આવતા તેનો કઈ રીતે સામનો કરવો એ શીખવવામાં આવતું.જે રાજા મહારાજાના પુત્રો હોય તે રાજકુંવરો ને યુદ્ધ વિદ્યા શીખવવામાં આવતી હતી અને શિક્ષણ માત્ર બ્રાહ્મણ વર્ગ જ આપતો હતો. હડપ્પા સંસ્કૃતિ માં સ્ત્રીઓને માન સન્માન મળતું અને સ્ત્રીઓ પણ શિક્ષણ લેતી હોય એવા અવશેષો મળી આવ્યા છે જ્યારે આર્યકાલમા પણ સ્ત્રીઓ ને માન સન્માન હતું અને સ્ત્રીઓ પણ શિક્ષણ મેળવી શકી હતી.પરંતુ વૈદિક કાળ આવતા જ સ્ત્રીઓનું માન-સન્માન અને માત્ર રાજા મહારાજાના પુત્રી જ શિક્ષણ મેળવી શકતી હતી. ત્યારબાદ મહિલા શિક્ષણનો વ્યાપ ધીમે ધીમે ઘટવા લાગ્યો. મધ્યકાલીન સમયમાં ઘણા બધા આક્રમણો થયા જેના કારણે ફારસી,અરબી, ઉર્દુ જેવી અનેક ભાષાઓ ભારતીય પરિપ્રેક્ષ્યમાં આવી આધુનિક સમયમાં અંગ્રેજો આવતા અંગ્રેજી ભાષાનો વ્યાપ વધ્યો આ ઉપરાંત અંગ્રેજી મશીનરીઓ પણ આવી હતી અને ખ્રિસ્તી ધર્મ નો પણ ભારતની અંદર પાયો નખાયો હતો.
શિક્ષણની આ સફર આપણે વધુ ઊંડાણપૂર્વક જાણીઍ તો શિક્ષણ જગતની અંદર ભારતના પરિપ્રેક્ષમાં આવેલા પરિવર્તનો વિશે આપણે જાણી શકીએ છીએ.પરંતુ આજની ૨૧મી સદીની શિક્ષણ પદ્ધતિ વિષે ભારતે ખૂબ જ વિચાર વિમર્શ કરવાની જરૂર છે. ભારત પોતાના શિક્ષણના સ્તર ના કારણે દુનિયા પોતાનું આગવું સ્થાન ધરાવી રહ્યો નથી એ હકીકત છે. વિશ્વની top 200 યુનિવર્સિટીઓમાં પણ ભારતની એક પણ યુનિવર્સિટીનું સ્થાન નથી.ભારત ના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં જર્મની, કેનેડા,ઓસ્ટ્રેલિયા, અમેરિકા જેવા દેશમાં અભ્યાસ કરવા જાય છે અને ત્યાં જ સ્થાયી થઈ જાય છે. ભારતની શિક્ષણ નીતિ વિશે તો આપણે ભારતમાં રહીએ છીએ એટલા માટે આપણે સારી રીતે જાણતા હોઈએ છીએ એટલા માટે એના વિશે વધુ વાત કરવાની આપણે જરૂર નથી.પરંતુ વિશ્વની સૌથી શ્રેષ્ઠ શિક્ષણ નીતિ એટલે કે ફિનલેન્ડ શિક્ષણ નીતિ એના વિશે આપણે થોડુંક માહિતી મેળવીએ જેના કારણે આપણે તેના પરથી સમજી શકીએ કે શિક્ષણ નું મોડલ કેવું હોવું જોઈએ.
1) ફિનલેન્ડમાં ધોરણ ૧ થી ૬ સુધી માત્ર એક જ વર્ગ શિક્ષક હોય છે. જે બાળકને યોગ્ય મૂલ્યાંકન કરે છે અને બાળકની જે ખામી અને બાળકની જે તાકાત છે એ જાણે છે અને 6 ધોરણ પૂર્ણ થયા બાદ બાળકની ખામી અને એની તાકત એ પોતે તેના માતા-પિતાને જણાવે છે,ને એ અનુસાર બાળકને કયા ક્ષેત્રની અંદર આગળ વધવું જોઈએ તે જણાવે છે.
2) ફિનલેન્ડમાં સાત વરસનો જ્યારે બાળક થાય ત્યારે તેને પ્રથમ વર્ગની અંદર સ્થાન મળે છે અને સાત વર્ષથી જ શિક્ષણ શરૂ થાય છે.
3) ફિનલેન્ડમાં રહેલા કોઈપણ વ્યક્તિને જ્યાં સુધી શિક્ષણ મેળવવું હોય જે પણ ક્ષેત્રમાં શિક્ષણ મેળવવું હોય એ તમામ પ્રકારનું શિક્ષણ ફ્રીમાં આપવામાં આવે છે.
4) સમગ્ર દેશની અંદર એક શિક્ષક યુનિવર્સિટી છે, કે જ્યાં શિક્ષકોને એકસરખી તાલીમ આપવામાં આવે છે, કે જેથી વિદ્યાર્થીઓને એક જ સરખું ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે.
5) સબ્જેક્ટ ટીચર બનવા માટે એ જે તે સબ્જેક્ટ ની અંદર માસ્ટર હોવા જરૂરી છે.
6) ત્યાંની લેંગ્વેજ ઇંગલિશ નથી તેથી ત્યાંના બાળકોને ઇંગલિશ શીખવા માટે સંગીતનો સહારો લેવામાં આવે છે.
7) દેશમાં એકતા વધે અખંડિતતા જળવાઈ રહે અને ત્યાંના નાગરિકો માં ભાઈચારાની ભાવના કેળવાય રહે એ માટે બાળકોને ટીમ મેનેજમેન્ટ અને એકતાનું મહત્વ સમજાવતી અનેક રમતો રમાડવામાં આવે છે.
8) બાળક પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેને બે ઓપ્શન આપવામાં આવે છે.એક વોકેશનલ કોર્સ અને બીજો upper class school.
9) વોકેશનલ કોર્સ જેમ કે,ડાન્સિંગ, video editing, singing હોય કે કોઈપણ ફેક્ટરીની અંદર કામ કરવા જવાનું હોય તેમાં જઈ શકે છે.અને ત્યાં તેને પ્રેક્ટિકલ અનુભવ કરાવવામાં આવે છે કે ધારો કે કોઈ બાળકને પ્લમ્બર બનવું છે તોય તે બાળકને પ્લમ્બર ની પ્રેકટિસ કરાવવામાં આવે છે. કોઈને વાણંદ બનવું છે તો એ વિદ્યાર્થીને વાળ કાપવાની પ્રેકટિસ કરાવવામાં આવે છે અને તે પોતાના જ ક્ષેત્રની અંદર શ્રેષ્ઠ કઈ રીતે બની શકે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.
આપણે જોયું કે પ્રેક્ટિકલ શિક્ષણ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
પ્રિન્સિપાલ, શિક્ષક,વિદ્યાર્થીઓ એ તમામ સમાન છે ત્યારે એકબીજાને તે ઓર્ડર કરતા નથી કે સૂચના આપતા નથી પરંતુ એકબીજાને કામમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરે છે. ત્યાં જ શિક્ષણની શિક્ષક તરીકેની નોકરી મેળવવી હોય તો તે નોકરી સૌથી ઊંચામાં ઊંચી નોકરી ગણાય છે.અને તેના માટે સૌથી મુશ્કેલ એક્ઝામ પણ આપવી પડે છે. આ પરથી જાણી શકાય છે કે ત્યાં શિક્ષણ કેટલું મહત્વ હશે. આ ઉપરાંત ફિનલેન્ડની બહાર જે વિદ્યાર્થીને રોજગાર મેળવવા માટે જવું છે. તે વિદ્યાર્થીને અનેક ભાષાઓ શીખવવામાં આવે છે, કે જેના કારણે તે બહારના યુરોપીય દેશોમાં પણ જઈને પોતાનું ગુજરાન ચલાવી શકે.
આમ આપણે ભારત દેશ શિક્ષણ પદ્ધતિને ફિનલેન્ડ શિક્ષણ પદ્ધતિની તુલના કરીએ તો ભારતીય શિક્ષણ પદ્ધતિ કેટલી પાછળ રહી ગઈ છે આપણને જાણવા મળે છે એક સમય હતો જ્યારે આર્યભટ્ટ, સુશ્રુત, ચાણક્ય, હેમચંદ્રાચાર્ય જેવા અનેક મોટા વિદ્વાનો થઈ ગયા કે જેને દુનિયાને શૂન્ય ની શોધ થી લઈને પૃથ્વી થી સૂર્ય સુધીનું અંતર કેટલુ છે એવી અનેક શોધો કરી પરંતુ આજના સમયમાં શોધકો એટલે કે રિસર્ચ અને ડેવલપમેન્ટ ભારતમાં નજીવું છે અને ભારત વિદેશી ટેકનોલોજીને દત્તક લેશે એવું પણ કહી શકાય છે કોઈપણ નવા પ્રયત્નો કરતો નથી. આશા છે કે આ ક્ષેત્રે સુધારો થશે.
મને આશા છે કે વિદ્યાર્થીઓના મનમાં મારે ભણવું નથી ના સ્થાને મારે ભણવું પણ છે મારે બીજાને ભણાવા પણ છે અને દેશના વિકાસની અંદર મારે મહત્વનો ફાળો આપવો છે એ ભાવના પેદા થવી તેવી આશા છે.
કેવીન કુમાર ચાંગાણી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
તમારી સલાહ અને મંતવ્ય મને વ્યક્તિગત જણાવી શકો છો.