જ્યારથી તક્ષશિલા કાંડ થયો છે. એ બાદ ગુજરાતમાં અનેક એવી ઘટનાઓ બની છે કે જ્યાં આગ લાગી હોય. અને મોટી જાનહાનિ થઈ હોય. સૌથી મોટો પ્રશ્ન એ છે, કે તમે ફાયર સેફ્ટીની સુવિધા તો ઘણા સ્થાને મૂકવામાં આવી છે ઘણી સરકારી અને પ્રાઇવેટ સ્કૂલમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા મૂકવામાં આવી છે આ ઉપરાંત હોસ્પિટલ અને ઘણી બધી ઓફિસોમાં, મોલમાં પણ ફાયર સેફ્ટીની સુવિધાઓ મૂકવામાં આવી. પરંતુ અહીં નોંધવા જેવી બાબત એ છે, કે ભારતમાં ઘણા બધા લોકોને સાક્ષરતા નો અભાવ હોવાના કારણે આવા સમયે શું કરવું. શું ન કરવું જોઈએ એ અંગે યોગ્ય પગલાં લઈ શકતા નથી. તેમ જ ફાયર સેફટીનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે યોગ્ય જ્ઞાનનો અભાવ છે. ફાયર સેફટી માટે જે બોટલ રાખવામાં આવ્યું હોય તેને કઈ રીતે ખોલવી, તે બોટલ ભરેલી છે, કે નહીં તેનું ધ્યાન રાખવું અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે લોકોને બચાવવા અંગેની કોઈપણ માહિતી લોકોમાં નથી. ઘણી વખત એવું પણ બને છે કે આપણી પાસે જો માહિતી પૂરતી માત્રામાં હોય તો આપણે મોટી જાનહાની ટાળી શકીએ છીએ. આજે વિદ્યાર્થી ના સંદર્ભમાં જો થોડી ઘણી વાત કરીએ તો ધોરણ 6 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને પણ યોગ્ય માહિતી નથી કે આ ફાયર બોટલ નો
અહીં લેખક દ્વારા પોતાના મનના વિચારો જણાવવામાં આવી રહ્યા છે જેમાં અનેક લોકોના જીવન ચરિત્રો વર્તમાનમાં ચાલતાં અનેક કિસ્સાઓ અને સામાજિક પરિસ્થિતિ વિશેના મુદ્દાઓ પર લેખક પોતાના વિચારોનો પ્રકાશ પાડશે જો તમે આ વિચારોથી સહમત ન હો તો તમે ટિપ્પણી કરીને પણ જણાવી શકો છો.