આજના સમયની સામાજિક વ્યવસ્થા
જો કોઈ એક વ્યક્તિ કોઈ બીજા ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરે તો,
1) મુસ્લિમ પર્સનલ લો માં એવું લખવામાં આવ્યું છે કે જો ગેર મુસ્લિમ ધર્મ વ્યક્તિ સાથે લગ્ન કરવામાં આવે તો તે વ્યક્તિએ ધર્મ પરિવર્તન કરવું જરૂરી છે.
2) જ્યારે હિન્દુ ધર્મમાં એક વ્યક્તિ એક થી વધારે લગ્ન ન કરી શકે અને જો તેને કરવા હોય તો તે અન્ય કોઈ ઉપાય તરીકે ધર્મ પરિવર્તન કરે છે.
અહીં મહત્વપૂર્ણ પ્રશ્ન એ પણ બને છે કે જો પતિ અને પત્ની એમ બંને વ્યક્તિએ બંને અલગ અલગ ધર્મના હોય તો તેના દ્વારા જે બાળક થાય છે તેને કયા ધર્મ કે કઈ જાતિનો ગણાવો મુશ્કેલી છે.
જો કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે અલગ ધર્મની હોય અને લગ્ન કરે તો સામાન્ય રીતે મહિલાઓને જ પોતાનો ધર્મ પરિવર્તન કરવાનું કહેવામાં આવે.
અને ખરેખર લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવું એ મૂર્ખામી ભરી બાબત કહેવાય.
જે વ્યક્તિ અન્ય ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કરે છે તે વ્યક્તિને ધર્મ સાથે કોઈ લેવાદેવા હોતો નથી કારણ કે તેનો ધર્મ એક માત્ર પ્રેમ હોય છે. જો ધર્મ પ્રત્યે વફાદાર હોય તો તે પોતાના ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરત પરંતુ તે પ્રેમ પ્રત્યે વફાદાર છે.
આ માટે ભારતે એક સમાન નાગરિક સંહિતા વિકસાવવાની જરૂર છે અને આ તમામ બાબતોના નિવારણો તે સમાન નાગરિક સંહિતા માં લાવવા જરૂરી છે.
બીજી બાબતની વાત કરવી છે અનામત નીતિની
ભારતમાં જાતિના આધાર પર અનામત આપવામાં આવે છે આપણા શાળા છોડયાના પ્રમાણપત્ર માં પણ ધર્મની સાથે જાતિનો ઉલ્લેખ કરવામાં આવે છે. કોઈપણ સરકારી પરીક્ષા આપવી હોય તો પણ ધર્મની સાથે જાતિ દર્શાવવામાં આવે છે. અને સમગ્ર અનામત વ્યવસ્થા એ જાતિના આધારે જ આપવામાં આવે છે.આપણે એવું કેમ કહી શકીએ કે ચોક્કસ પ્રકારની જાતિમાં તમામ લોકો એ પછાત જ હશે? એ જાતિનો કોઈ પણ વ્યક્તિ ધનિક પણ હોઈ શકે છે. અને આપણે કહેતા હોય કે જાતિ પછાત છે. કારણ કે સામાજિક વ્યવસ્થામાં જે તે જાતિનો સમાવેશ કરવામાં સમાજે તેનો સ્વીકાર કરેલો નથી. તો આ જાતિ-વ્યવસ્થા નાબૂદ કરવી જોઇએ.અને આર્થિક આધાર ઉપર અનામત આપવું જોઈએ.
જો કોઈ વ્યક્તિ અન્ય ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરે જો કોઈ વ્યક્તિ અન્ય જાતિના વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેના પુત્રને કોઈ ધર્મ કે જાતિ ને નામે ન થવું જોઈએ અને જો તેને અનામત નો સવાલ આવે તો તેના માતા અને પિતા જો આર્થિક રીતે સક્ષમ ન હોય તો તેના આર્થિક અનામત આપવું જોઈએ નકે જાતિ કે ધર્મના આધાર પર.
કોઈપણ સરકારી દસ્તાવેજ માં સરકારી નોકરીમાં માત્ર ધર્મ નો ઉલ્લેખ હોવો જોઈએ ધર્મની અંદર જે જાતી આવે છે તેનો ઉલ્લેખ કરવાનું ધીમે ધીમે ઓછું કરી દો જેનાથી જાતિના નામે જે બટવારા ઓ છે. તેને તોડી શકાય.
-kevinkumar changani
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
તમારી સલાહ અને મંતવ્ય મને વ્યક્તિગત જણાવી શકો છો.