ભુતકાળ શીખવે છે.
કોણ કહે છે કે ઇતિહાસ જાણવો એ કંઈ કામનું નથી ઇતિહાસ આપણને જીવન જીવતા શીખવે છે.
છેલ્લા એક મહિનાથી હું સ્વાર્થી, ઈર્ષા, અદેખાઈ, સ્વ: તુચ્છ્પણુ,અન્ય પર નિર્ભર રહેવું જેવા અનેક રોગોથી સંક્રમિત છું. હું પોતાને મહાન માનવા લાગ્યો છું. બીજાની ખામી કાઢવા લાગ્યો છું.પોતાને શ્રેષ્ઠ બતાવવા લાગ્યો છું. મેં અત્યારે બુક વાંચવાનું પણ છોડી દીધું છે. કારણકે હું સંક્રમિત છું.બુક મારો પ્રિય મિત્ર હતું મેં એને મૂકી દીધું અને હું અન્ય મિત્ર ની શોધ માં ચાલ્યો ગયો.
પછી ઘણા નવા મિત્રો મળ્યા તેને મને બદલી નાખ્યો મને upsc સિવાય કંઈ જ દેખાતું નહોતું અને હું મારા સમયનો એક પણ પળ ખોટી બક્વાસ માં વિતાવવા માંગતો નહીં આજે હું આખો દિવસ વગર કામના વહીવટ કરું છું.બે એવા મિત્રો હતા જેમને ખરેખર મોજ કરાવી, આણંદ અપાવ્યો,છોકરી સાથે નીકળતા થી વાતો કેમ થાય? તો શું થાય?એ સંદર્ભે સમજ આપી આ સમયમાં હું અઢળક નવા વ્યક્તિને મળ્યો છું પણ ઘણું બધું શીખ્યો છું.
1) જેમાંથી જ્યારે વ્યક્તિને બીજાને આગળ વધતા જોઈ ન શકે ત્યારે તેને પછાડવાનો પ્રયત્ન કરે છે.
2)વાતો કરવી અને કરી બતાવુ ઍ બને મા ફરક છે.
3)હું જ બધું છું એ સૌથી મોટી ભૂલ છે.
4)હું કોઈના નીચે કામ ન કરવું એ સૌથી મોટી મૂર્ખાઈ છે.
5) એક સારો લીડર ત્યારે જ બની શકે જ્યારે તેને અન્ય ના લીડરશીપ નીચે કામ કર્યું હોય .
6)સૌને સ્વાભિમાની હોય છે.
7) વેચારીક મત ભેદ હોતા જ નથી આપણે ઊભા કરીએ છીએ.
8) લાગણી દુઃખ આપી શકે છે. આતે મગજથી જોડાવ દિલથી નહીં.
9) ૨૪ કલાકમાં 24 અલગ-અલગ વાતો ન કરવી.
10) પોતાની વાત પર ટકી રહેવું બધી જ વાતો ગોપીનીય ન રાખવી.
11) જિંદગીભર કોઇ આપણી સાથે રહેવાનું નથી.
12) કોઈની ગેરહાજરીમાં કંઈ કામ અટકતું નથી.
13) બોલીને ફરી જવું નહીં.
14)સંગત બદલવાથી વ્યક્તિ બદલાય છે.
15)બીજા પર નિર્ભર રહેવાનું છોડી દેવું અને બીજા મારું કામ કરે કે ન કરે પણ હું તેમનું કામ કરીશ.
આવી અનેક બાબતો મને આ છેલ્લા એક મહિનાના સમયગાળામાં શીખવા મળે છે મેં કેટલાય ને દુઃખ આપ્યા છે અને કેટલાને ઝઘડિયાઆવ્યા છે, મેં કેટલાય ને ગાળો આપી છે કેટલાની પાછળથી વાતો કરી છે અને કેટલાય સાથે રીસાઈ ગયો છું ,કોઈ પ્રત્યે અપમાન જનક શબ્દો કીધા છે,પરંતુ મેં ક્યાંક ને ક્યાંક મોજ પણ કરી છે અશ્લીલતાને તરછોડી છે વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો છે.અલગ છાપ ઉભી કરી છે.
મને ઘણું બધું એક મહિનાના સમયગાળાની અંદર મેળવ્યું છે અને ગુમાવ્યું પણ છે મેં ધાર્યું કરતા ન હતુ કે આટલું મને માન મળશે જે અત્યાર સુધી મને કોઈએ નથી આપ્યું એટલે સન્માનની સાચી કિંમત શું છે મને ખબર નથી કોઈએ મારા માટે આજ સુધી કંઈ ખાસ નથી કર્યો એટલે દરેક નવી વસ્તુ મને બક્વાસ લાગે છે અને પ્રેમ નથી થયું એટલે હું અન્ય પ્રેમીને હંમેશા અયોગ્ય નજરે જોતો રહીશ.
આ એક મહિનામાંથી શિખ પરથી હું આગામી સમયમાં વિવિધ જગ્યાએ તકનો લાભ ઉઠાવી અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈશ. હું તમામ સાથે નમ્ર રહીશ,તમામ સાથે ચોખિ વાતો કરી, એન.એસ.એસ દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવી કઈ પ્રવૃત્તિ કરીશ, ગર્લ્સ સાથે વાતચીત ના પ્રયત્નો કરીશ અને upsc અને વકૃત્વ સંદર્ભે આગળ વધીશ,બીજાની નીચે રહેતા શીખીશ, કોઈ કામને નીચો ગણીશ નહિ . સમયનો બગાડ નહીં કરું અને ફરી બુક વાંચવાની શરૂઆત કરી છે.
આ સમયગાળા દરમિયાન મારા સંપર્કમાં આવેલા તમામ મિત્રો નવું હદય સ્પર્શક માફી માગું છું આ ઉપરાંત તેમનો આભાર પણ વ્યક્ત કરી કે આગામી સમયમાં જીવન જીવવાની એક નવી રૂપરેખા તૈયાર કરાવી.
એક વાત ખાસ વિચારજો કે પહેલા તમે ક્યાં હતા,આજે તમે ક્યાં છો અને આજે તમે જે છો એનાથી આગળના સમયમાં તમારું શું થઈ શકવાનું છે.
Kevinkumar changani
https://youtube.com/channel/UCpXKFqB9qklNmdDPk3gGHtA my YouTube channel
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
તમારી સલાહ અને મંતવ્ય મને વ્યક્તિગત જણાવી શકો છો.