'રોબિન્સન ક્રુઝો' આ બુકને વાંચન બાદ સંઘર્ષ શું કહેવાય તેની ખરેખર જાણ થાય છે. આ કહાનીએ 17 મી સદી આસપાસની છે જ્યારે યુરોપિયન લોકો સમગ્ર વિશ્વ પર રાજ કરતા હતા. આ વ્યક્તિને ભણવામાં કોઈ પણ પ્રકારનો રસ હોતો નથી પરંતુ તેના માતા પિતા એવું ઇચ્છતા હોય છે કે આ ભણી ગણીને સુખ શાંતિથી પોતાના પરિવાર સાથે નું જીવન જીવે. તેના મા બાપ આ રોબિનને ઘણો બધો સમજાવે છે કે આપણી પાસે આટલી બધી ધનદોલત છે સંપત્તિ છે, તું સુખ શાંતિથી ખૂબ જ સારી એવી જિંદગી અહીં વિતાવી શકે એમ છો. પરંતુ રોબીનસન ને સમગ્ર વિશ્વ માં ભ્રમણ કરવાનું એટલી તાલાવેલી જાગે છે કે જેના કારણે તે પોતાની જિંદગી સામે જ મોટો પડકાર ઉભો કરે છે. રોબિનશન ખરેખર ઈશ્વરમાં માનતો ન હતો જ્યારે તે જહાજમાં જતો અને મુસીબત આવે અને મરવા ઉપર હોય ત્યારે તે ઈશ્વરને યાદ કરતો ઘણી બધી વખત એને ધારી લીધું કે હવે પછી સુખ શાંતિથી જીવન જીવવું છે અને આ દરિયામાં નથી જવું છતાં પણ એના મનની અંદરથી તાલાવેલી જાગે અને ફરી પાછો તે દરિયામાં જાય અને ફરી પાછી એક નવી મુસીબતમાં મુકાઈ જાય. આટલી બધી ધન દોલત પડતી મૂકીને આ વ્યક્તિ વિશ્વના ભ્રમણ માટે જાય છે એ જે જહાજમાં જતો હતો ...
અહીં લેખક દ્વારા પોતાના મનના વિચારો જણાવવામાં આવી રહ્યા છે જેમાં અનેક લોકોના જીવન ચરિત્રો વર્તમાનમાં ચાલતાં અનેક કિસ્સાઓ અને સામાજિક પરિસ્થિતિ વિશેના મુદ્દાઓ પર લેખક પોતાના વિચારોનો પ્રકાશ પાડશે જો તમે આ વિચારોથી સહમત ન હો તો તમે ટિપ્પણી કરીને પણ જણાવી શકો છો.