સહાયક: Kevinkumar changani |
કોરોનાના
કાળની શરૂઆત અને ધોરણ ૧૨ ની પરીક્ષાની સમાપ્તિ વચ્ચે રચાકચી નો ખેલ ચાલી રહ્યો હતો.
હેમ ખેમ બધા જ વિદ્યાર્થીઓ એ પરીક્ષા પૂર્ણ કરી અને કોરોના વેકેશનની મજા માણતા
હતા. મજા માણતા માણતા ક્યારે પરિણામ નો સમય આવી ગયો એ ખબર જ ના પડી પરીક્ષાનું
પરિણામ જાહેર થતાની સાથે અમુક બાળકો માં ખુશી અને અમુક માં નિરાશા હતી એમાં હયાન
અને હયાત પણ સામેલ હતા. હયાત અલગ શાળામાંથી અભ્યાસ કર્યો હતો અને હયાને પણ અલગ શાળા
માં અભ્યાસ કર્યો હતો પરંતુ બંને ના પરિણામ સરખા આવ્યા હતા. તેમની બંને ને ખુશી
હતી. હવે પરિવાર સાથે વાતચિત કરી અને કઈ કોલેજ માં અભ્યાસ કરવો તે વિચારી રહ્યા
હતા. ટકાવારી બંને ની સારી હોવાના કારણે પ્રવેશ પણ સારી કોલેજ માં મળે એમ હતો એટલે
બંને ના પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે સુરત ની સારામાં સારી કોલેજ માં પ્રવેશ લઇ અને અભ્યાસ કરવો અને પરિવાર ની સહમતી થી આગળ ના દિવસે બંને એ પ્રવેશ લેવા
જવા માટે નક્કી કર્યું.
સવારનો સુંદર સમય હતો અને ઘડિયાળના કાંટા ફરી રહ્યા હતા ટીક ટીક ટીક
ટીક......................
પ્રવેશ ના દિવશે જ હયાન ને કોઈક ની
શોધ હતી. કોલેજનો પ્રથમ દિવસ ઍક બાજુથી હેયાન પ્રવેશે છે અને પાર્કિંગ માં જઈને
બાઈક પાર્કિંગ કરે છે પરંતુ પાર્ક કરવામાં ને કરવામાં બાજુ પર રહેલી ગાડીનો કાચ
તૂટી જાય છે અને એ ગાડી બીજા કોઈની નહિ પરંતુ હયાત ની હતી પણ એની જાણ હયાન ને હતી
જ નહી. પ્રિયપાત્રની શોધમાં ને શોધમાં હયાન પ્રવેશ પત્ર લઇ ને પ્રવેશ રૂમ માં
પહોચે છે અને હયાન ને પ્રથમ નજર જ હયાત પર પડે છે. પ્રવેશ રૂમ માં ખુબ ભીડ હતી
છતાં પણ હયાન તેમની બાજુ માં બેસી ને મૈત્રી બનાવવા માંગતો હતો પણ ત્યારે તે શક્ય
બન્યું નઈ અને હયાન પ્રવેશ લઇ ને ઘરે પરત ફર્યો ઘરે પરત તો ફર્યો પણ તેમના મગજ માં
પેલી સુંદર છોકરી ના વિચારો જ ચાલતા હતા કે એનું નામ શું હશે મારી સાથે
ક્લાસમાં તો હશે ને આવા વિચારો સાથે
તેમનું મગજ ચાલવા લાગ્યું હતું પ્રવેશ લીધા ના ૩ (ત્રણ) દિવસ બાદ બધા જ
વિદ્યાર્થીઓ ના જીવનની કેડી કંડારવાનું ચાલુ થવાનું હતું જેમાં હયાન અને હયાત પણ
સામેલ હતા પણ હયાન ના મગજ માં માત્ર સુંદર છોકરી ના વિચારો આવતા હતા
સવારનો સુંદર સમય હતો અને હયાન ઘરે થી નીકળતાની સાથે જ પેલી સુંદરીના વિચારો
માં ખોવાયેલો હતો કોલેજ ના પ્રથમ દિવસ હોવાના કારણે બધા લોકો નવા મિત્રો ની શોધ
માં હતા પણ હયાન ને શોધ હતી તો માત્ર મેં માત્ર સુંદરીની હયાન ધીમે ધીમે પોતાના
વર્ગ તરફ ચાલવા લાગે છે હયાન થોડોક રોમાન્ટિક અંદાજ હોવાથી દિલમાં પ્રેમનો પ્રસરાવ
થઈ રહ્યો હતો. ક્લાસરૂમમાં પગ મુકતાની સાથે જ તેના માટે યોગ્ય પાત્રની શોધમાં હતો તે
બીજું કોઈ નહિ પરંતુ પેલી સુંદરી હતી. ધીમે ધીમે હાથીની જેમ ચાલ્યો જાય અને અપ્સરા
ઓને જોતો જાય. ધીમે ધીમે જતા-જતા છેલ્લે પહોંચ્યો અને પોતાના પગને વિરામ આપતા
છેલ્લી બેંચ પર બેસી ગયો.
ત્યાં જ બધા જ વિદ્યાર્થીઓ હસવા લાગ્યા. તેથી હયાન નું ધ્યાન ખેંચાયું અને
તેણે જોયું તો ખુલ્લા વાળવાળી, કાનમા લેરિયાવાળી, નાકમા નથણીનો ચમકારો, અને એના ગાલ એટલે કે જાણે ગલગોટો,ઍક હાથ મા બેગ હતુ પણ બીજા હાથમા તૂટેલું ચંપલ હતું. પણ તે ગુસ્સામાં ન હતી
તમામ વિદ્યાર્થીઓ તેના પર હસતા હતા અને એ પોતાના પર જ હસતી હતી
હયાન જેની શોધ હતી આખરે તે મળી ગયું એવું તેમને લાગી રહ્યું હતું. હયાન તેનું
નામ જાણવા આતુર હતો પણ જાણવું તો કઈ રીતે? ત્યાં જ ક્લાસમાં શિક્ષક આવ્યા અને પ્રથમ દિવસ હોવાથી નામ બોલીને હાજરી પૂરતા
હતા. હયાન તો ઊંચો થઈને માત્ર તેને જ શોધતો હતો. થોડી વાર રાહ જોયા બાદ yes......sir જેવો મીઠો અવાજ
સાંભળવા મળ્યો અને આખરે હયાને નામ જાણી લીધું તેનું નામ હતું હયાત.
હવે તો ભાઈ ને એટલી તાલાવેલી થઈ કે પાછળ બેસાતું પણ ન હતું અને જગ્યા બદલી આગળ
બેસવા આવી ગયો ભાઈ ને 'love at first site' થઈ ગયો હતો.
ગેમ રમવાના શોખીન મિત્રો નિચે આપેલ લિંક પરથી ગેમ રમી coin મેળવી તમે તેને નાણાં મા પરિવર્તિત કરી શકૉ છો.
ભણવા માં એકાઉન્ટ વિષયમાં ખાતા પણ પ્રેમના દોરવા લાગ્યો હતો .બી.એ.માં ધંધાકીય
વ્યવહાર પ્રેમનો કરવા લાગ્યો હતો.'પ્રેમ આપશો તો જ પ્રેમ મળશે' માનવ પર્યાવરણ માં પણ
દિલનુ પર્યાવરણ કઈ રીતે સાફ રાખી શકાય તે અંગે વિચારતો હતો.
ઘરે જતા રસ્તામાં પણ હયાનની બાઇક હયાતની બાઈક ની પાછળ તેના રંગ રૂપ જોવા ચાલતી
જાય છે. જેમ જેમ બાઇકના પૈડા ગોળ ગોળ ફરે છે તેમ તેમ હયાનનુ દિલ પણ ચક્કર ખાતું
હતુ. રસ્તામા આજુબાજુ તેને કંઈ જ દેખાતું નહીં. જો તેની ગાડી પુલ ઉપર ચડે તો તેને
એમ લાગતું હતું કે ફરતે વિશાળ સમુદ્ર છે અને વચ્ચે ટાઇટેનિક જહાજ રહ્યું છે અને
તેમાં બંને એકબીજાને બાથ ભીડીને જહાજ ની ટોચ પર ઊભા છે. આમ તેના વિચારો માં ને
વિચારોમાં પ્રથમ દિવસ પૂર્ણ થયો.
બીજા દિવસે સવારે હયાન વહેલા કોલેજે પર પહોચી ગયો અને હયાત ની રાહ જોતો હતો
થોડી જ વાર માં હયાન ના કાને મધુર જાંજર નો અવાજ અને ધીમા અવાજ માં વાત કરતી બે
છોકરીઓએ ક્લાસ રૂમમાં પ્રવેશ કર્યો એમાં એક હયાત હતી. બંને છોકરીઓ ની વાતમાં હયાને
ધ્યાન આપ્યું તો જાણ થઇ કે કોલેજના પ્રવેશ ના દિવસે પાર્કિંગ માં કોઈએ એ હયાતની
બાઈકનો કાચ ફોડ્યો હતો. પરંતુ હયાન પાસે વાત કરવાનો મોકો હતો એટલે હયાને ધીમે રહી
ને કીધું “ HELLO DEAR I’M REALY SORRY ” તે દિવસે ભૂલમાં મારાથી તમારી ગાડીનો કાચ ફૂટી ગયો હતો એના માટે હું માફી
ચાહું છું. આમ બંને એ એકબીજા જોડે વાત કરવાની શરૂઆત કરી અને બંને એ એકબીજા નો પરિચય આપ્યો. ધીમે ધીમે બન્ને
એકબીજા સાથે વાતચીત કરવા લાગ્યા અને બંને સારા એવા મિત્રો બની ગયા હતા મિત્રો
બન્યા ત્યાં સુધી તો કોઈ તકલીફ જ ના હતી પરતું આ મૈત્રી પૂર્ણ સબંધ ક્યારે
પ્રેમમાં ફરી જશે એ બંનેમાંથી એક પણ ને ખબર ના હતી. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો
અને બંને એવા ખાસ મિત્રો બની ગયા કે જો બંને એકબીજાને વિરોધી પાત્ર સાથે જોઈ ગયા
તો તેને મન મોટાવ પણ થતો હતો અને ફરી એક બીજા સાથે વાત કરવાની તાલાવેલી જાગતા
મનમેળ પણ થઈ જતો હતો.
બંને માટે દરેક સવાર નો સુરજ કંઈક નવી જ રીતે ઉગતો હતો ક્યારેક સાથે મળીને મુવી જોવા જવું,તો ક્યારેક એન.એસ.એસ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવી,ક્યારેક સાંસ્કૃતિક પ્રોગ્રામમાં સાથે ભાગ લેવો તો,ક્યારેક પરીક્ષાની તૈયારીમાં સાથે મળવાનું થતું હતું આમ બંને એકબીજામાં હંમેશા
પરોવાઇંને જ રહેતા હતા.પરંતુ હયાન નો મૈત્રી પૂર્ણ સબંધ ક્યારે પ્રેમમાં ફેરવાઈ
ગયો એને પણ જાણ ના હતી અને હયાત ને મન માં ખાલી મૈત્રીનો જ ભાવ હતો.
હયાત ને પણ હયાન સાથે રહેવું ગમતું હતું અને તેની સાથે રહીને ખુશ રહેતી હતી
પરંતુ હયાતે ક્યારે પણ આ સંબંધ પ્રેમમાં
બદલવાનું વિચાર્યું જ ન હતું જ્યારે હયાન ને હંમેશા હયાત ના જ વિચારો આવતા હતા તે
બંને મોડી રાત સુધી અનેક રોમાંચિત વાતો પણ કરતા હતા પરંતુ તે બધું જ
મસ્તી-મસ્તીમાં ચાલ્યું જતું હતું ક્યારેય લાગણીઓને ઈમોશનલ થતા જોયા નથી. આવી રીતે
મૈત્રી વાળા પ્રેમ ને ક્યારે ૩ વર્ષ પૂર્ણ થયા ખબર જ ના પડી.
જે અંદર રહેલું છે તે ક્યારેક ને ક્યારેક તો બહાર નીકળવાનો જતું એટલે ધીમે ધીમે
સમય વીતતો ગયો અને જ્યારે પણ વિદાય ની વેળા આવે છે ત્યારે દિલ ની વાત હંમેશા બહાર
નીકળી જતી હોય છે. કોલેજના અંતિમ વર્ષો દરમિયાન તેમના મોઢા પરની સ્મિત ક્યાં વહી
ગઈ હોય એવું લાગતું હતું કારણ કે તેમને ખબર હતી કે હવે આપણે માત્ર થોડા સમય માટે
સાથે રહેવાનો છે બધાને પોતાના પરિવારની જવાબદારી હોય અને આગળના લક્ષ્યાંકો બનાવ્યા
હોય છે એટલે ક્યારેક તો છોડીને જવાનો સમય આવે જ છે.
હયાન ને થયું કે જેટલો પણ સમય મારે હયાતી સાથે વિતાવવાનું બાકી છે તે સમયમાં
હું મારા દિલની વાત એને કહી ને જ રહીશ અને પછી અમે બંને જિંદગીભર સાથે રહીશું. આ
મૈત્રીને તેને પ્રેમી સંબંધ બનાવવાનું નક્કી કર્યું. અંતિમ સમયમાં તે ઘણીવાર તેઓ
ને મળવાનું થતું હતું અને ઘણી બધી વખત તેઓને વાતચીત કરવાનો સમય મળતો હતો પરંતુ
હયાન ક્યારે પણ હયાતીને પોતાના દિલની વાત કહી શક્યો નહીં. હયાન ને થતું કે મારે
મારી આંતરિક લાગણી વ્યક્ત કરવી તો કઈ રીતે? તેની પાસે લાગણી નહોતી પણ વ્યક્ત કરતા અચકાતો હતો એવું ક્યારેય ન હતું કે
હયાતી ના દિલમાં હયાન માટે કોઈપણ સ્થાન નથી. તેને પણ લાગણી હતી અને તેને પણ સાથે
રહેવું પસંદ હતું પરંતુ આ સંદર્ભે તેને ક્યારેય વિચાર જ કર્યો ન હતો અને જ્યારે
જુદા જવાનો સમય આવ્યો ત્યારે આ વાત એકબીજાને કહી શક્યા નહીં.
હયાને નક્કી કર્યું કે કોલેજના વિદાય સમારંભ બાદ હું અહીંયા તેને કોઈ એક શાંત
બગીચામાં લઈ જઈશ અને તેને મારા દિલની વાત આજે તો કહીને જ રહીશ. તે પોતાના દિલની
વાત કંઇક અલગ અંદાજથી કહેવા માંગતો હોય એટલા માટે તેને થોડી ઘણી તૈયારીઓ કરી.
પોતાનો ચહેરો બુટ માં ચમકે તેવા ચમત્કારી બુટ પહેર્યા,પોતાના હાથની ઘડીયાર પર પોતાના પ્રિય પાત્રનો ચહેરો શોભે તેવી ઘડિયાળ પહેરી, વાળમાં અમિતાભ બચ્ચનનું સુગંધિત નવરત્ન તેલ લગાવ્યું, દાઢી અને મૂછ ને શેટ કરાવી તે પોતે પોતાના સ્પીચ ની તૈયારી અરીસા સામે ઊભો
રહીને કરતો હતો મને કહેતો હતો કે,
" ૧ વર્ષના ૩૬૫ દિવસ,
એક દિવસમાં 24 કલાક,
૨૪ કલાકના 1440 મિનિટ"
મેં માત્ર તને જ પ્રેમ કર્યો છે તારી સાથે રહેવું મને ખુબ જ ગમે છે અને તારી
સાથે રહીને હું ખૂબ જ ખુશ હોઉં છું હું માત્ર દિવસ ને રાત તારા જ વિચારોમાં
ખોવાયેલો રહ્યો છું. છેલ્લા ત્રણ વર્ષમાં આપણે બંને ઘણાં જ સાથે ફર્યા, બોલ્યા પોતાને એકબીજાને જાણવાનો પ્રયત્ન કર્યો ક્યાંક જગડીયા તો ક્યાંક મળ્યા
પણ સાચું કહું હું તારા વગર નહીં જીવી શકું.
શું તું મને તારા દિલમાં સ્થાન આપી શકે છે?
આવી જ તૈયારી માં મશગુલ હતો પરંતુ તે જ દિવસે તને અનેક અવનવા વિચારો આવવા
માંડ્યા. શું તે મને ના પાડી દે છે તો? શું અમારી બન્નેની મૈત્રી પણ તૂટી જશે? શુ અમે બંને આજ પછી ક્યારેય પણ મળીશું નહીં?
આવા અનેક સવાલોથી તેનું મગજ ફાટી રહયુ હતુ. તે મનમાં ને મનમાં વિચારે છે કે
કદાચ હયાતીના દિલમાં કોઈ અન્ય નું સ્થાન હશે? અને પછી તે તરત વિચારે છે કે નહીં ને એ તો હોય જ ન શકે. તે વિચારે છે કે જો
હું તેને મારા દિલની વાત કહી છે અને તેને મારા પ્રત્યે લાગણી ન હોય તો અમે બંને
વાત પણ નહીં કરી શકે અને કદાચ છે આ મારી છેલ્લી મુલાકાત હશે. ન મળવું તેના કરતાં
મિત્ર બની ને રહેવું તે વધારે સારું રહેશે તે બહાને અમે બંને એકબીજા સાથે બોલી તો
શકશો એકબીજા સાથે પોતાના સુખ દુઃખની વાતો કરી શક્શું.
આમ આંખોમાં આંસુની ભીનાશ સાથે હયાન પોતાના દિલની વાત દબાવીને રાખે છે. શું
વિદાય સમારંભ પહેલાના મિલાપ થશે કેમ બંને હંમેશા માટે એકબીજાથી વિદાય લઈ લેશે?
મારો પ્રેમ❤ છે તું, તને મેળવવા માગું છું,
તૂટીને સો વખત જીવુ છુ તારા વિના હું,
ફરી તારી સાથે થોડા ક્ષણ💑 વિતાવવા માંગુ છું."
COMING SOON
PART – 2
લેખક - સુરજ એસ. લુખી
જોરદાર જોરાવર
જવાબ આપોકાઢી નાખોIt heart touching
જવાબ આપોકાઢી નાખોઆભાર સાહેબ
કાઢી નાખોસરસ.
જવાબ આપોકાઢી નાખોખૂબ જ અદ્ભૂત રચનાત્મકતા સાથે લેખક એ કૃતિ રજૂ કરી છે.
જવાબ આપોકાઢી નાખોઆભાર
કાઢી નાખોWaiting for Part -2...
જવાબ આપોકાઢી નાખોYes,coming soon
કાઢી નાખોSuperb...🤞
જવાબ આપોકાઢી નાખો