આજકાલ આપણે પરાણે પ્રેમ કરવા માંડ્યા છીએ આ પરાણ નો પ્રેમ એટલે 'રૂપનો પ્રેમ' નક્કી કરી લઈએ કે આ XYZ વ્યક્તિ સાથે મારે પરાણે પ્રેમ કરવો છે.એટલે આપણે તક શોધવા માંડીએ છીએ, વાત કરવાની અને એની સાથે સમય વિતાવવા માંડીએ છીએ અને પ્રેમ થઈ જાય છે. નવું નવું હશે ત્યારે સારું લાગે અને મજા આવે પછી થાકી જઈએ એટલે વિચારીએ કે પહેલો પ્રયત્ન સફળ ગયો હતો એટલે હવે બીજી કોઈ XYZ વ્યક્તિને ગોતી અને તેની સાથે પરાણે પ્રેમ કરીએ.
પ્રેમ એ એક એવી લાગણી છે, કે જે કોઈના શીખડાવવા થી શિખાઈ જતી નથી એ તો બસ થઈ જાય છે. ખબર ન પડે થઈ ગયું એમ એના સંકેત મૂળ એ જ હોઈ શકે કે તમે તમારા સાથીને કોઈ બાબતની વાત ન કરો છતાં તે તે બાબત વિશે જાણી જાય તે બાબતનો એને ભાસ થઈ જાય. વાત કરતા કરતા બાઇ કીધા પછી પણ કલાક ફરી વાત કરવી,કોઈ વ્યક્તિ સારો છે, અને એની સાથે વિતાવેલ સમયમાં તમને આનંદ મળે છે, સંતોષ મળે છે તો તમે કદાચ પ્રેમમાં હશો.
પ્રેમ એ એક એવું વિજાતીય આકર્ષણ છે, કે જેમાં આકર્ષાય જોવાય છે,અત્યારે રૂપનું આકર્ષણ વધારે છે. કેટલાક વિચારોથી આકર્ષાય, કેટલાક પરિસ્થિતિથી આકર્ષાય, તો કેટલાક સંપત્તિથી પણ આકર્ષાય છે. કેટલાક લાગણીથી આકર્ષાય છે.બધાને પોતાના પેરામીટર સેટ હોય છે. અને જે મુજબ આકર્ષણ થયું હોય એ મુજબ ન મળે તો બંને વચ્ચે કંકાસ એટલે કે ઝઘડાઓ શરૂ થાય છે.બંને સમાન કારણથી આકર્ષણ હોય તો પ્રેમ સફળ થાય છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો મંતવ્ય જરૂર આપજો જેથી મારી લેખન કળા વિકસી શકે..
Side ના બટન પર ક્લિક કરી follow કરતા જાજો.
Mo.
-9724265164
MY YOUTUBE CHANNEL
https://youtube.com/channel/UCpXKFqB9qklNmdDPk3gGHtA
આભાર
જવાબ આપોકાઢી નાખો