ચૂંટણી અંગે તમામ સવાલોના જવાબ.
આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક લોકશાહી દેશ છે અને ભારત નું શાસન લોકો દ્વારા ચલાવવામાં આવે છે સમગ્ર ભારતની અંદર લોકો પોતાના પ્રતિનિધિ ચૂંટે છે અને વયસ્ક વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર છે સામાન્ય રીતે મતદાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, રાજ્ય વિધાનસભાની ચૂંટણી તેમજ લોકસભાની ચૂંટણીમાં 18 વર્ષ કે તેથી ઉપરના વ્યક્તિઓને મતદાન કરવાનો અધિકાર છે.
જેમાંથી આજે આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન સંદર્ભે વાત કરીશું.
લોકોમાં સામાન્ય રીતે શેરીઓ મહોલ્લા માં અને જે લોકો અશિક્ષિત છે જેને મતદાનનું મહત્વ નથી ખબર તેઓ સામાન્ય રીતે મતદાન પ્રત્યે ખૂબ જ ખરાબ વાતો કરતા હોય છે.
1) જેમકે અમુક લોકો કહે છે કે આજે અમે કામે જઈએ છીએ અને કાલે પણ અમે કામ કરવા જવાના છીએ તો મતદાન આપીએ કે ન આપ્યા તેનાથી શું ફરક પડે ?
2) એક પણ પાર્ટી સારી નથી હોતી બધી જ પાર્ટી એકબીજા સાથે મળી ગય હોય છે અને કોઈ આપણું સારું ઇચ્છતું નથી એટલે મતદાન કરવું જોઈએ નહિ.
3) આપણે ગમે એને મદદ કરીએ પણ જીતશે તો xyz પાર્ટી જ.
લોકો આવી વાતો અવારનવાર કરતા હોઈએ છીએ તો હું આ તમામ શેરી મહોલ્લા માં જે વાતો થતી હોય તેના જવાબ નીચે મુજબ આપવા માંગુ છુ
સંવિધાન મુજબ મતદાન કરવો એ તમારો અધિકાર છે.
મતદાન શા માટે કરવું જોઈએ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલ કોર્પોરેટર આપણા વોર્ડના રસ્તા, વીજળી, પાણી;શિક્ષણ,આરોગ્ય તેમજ તેની સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ પર કાર્ય કરશે અને બીજી અન્ય સુવિધાઓ પણ આપશે.
તો હું તમને પૂછવા માગું છું.
શું તમારી સોસાયટીના નાકે કચરા વાલો નથી આવતો?
શુ તમે અવાર નવાર રોડ-રસ્તાઓ બનતા નથી જોતા?
શું તમે ગટરલાઈન નખાતા નથી જોતા?
શું તમે અવારનવાર રોડ રસ્તા સાફ થઈ જતા હોય તે નથી જોયું?
શું તમારા વિસ્તાર ની આજુબાજુ કે તમારા વોર્ડની અંદર એક પણ લાઇબ્રેરી નથી જોઈ?
તમે કહેશો હા અમારા વિસ્તારની અંદર તો આવા કાર્યો થયા છે પરંતુ આવા કાર્યો યોગ્ય રીતે થતા નથી ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળે છે રોડ રસ્તા વારંવાર ખોદવામાં આવે છે જેનાથી લોકોને વારંવાર ધુળ ખાવી પડે છે અને અનેક મુશ્કેલીઓ ભોગવવી પડે છે તમારા વિસ્તારની અંદર લાઇબ્રેરી તો છે પરંતુ તેમાં યોગ્ય સુવિધાઓ નથી તો આવા તમામ પ્રશ્નોના ઉકેલ માટે તમારે મત આપવો જોઈએ અને તમારા વિસ્તારના કોર્પોરેટર ને કહેવું જોઈએ કે આ તમામ વિસ્તારના જે કામો યોગ્ય થતા નથી તે કામો પૂર્ણ કરે.
જો તમે મતદાન કરવા નહીં જાવ તો શું થશે?
છેલ્લા ઘણા સમયથી લોકો evmનો વાંક કાઢી રહ્યા છે કે evmના કારણે અમુક પાર્ટીઓ જિતિ હોય છે હું આ વસ્તુ સાચી છે કે ખોટી એ કહેતો નથી પરંતુ હું તમને કહેવા માંગુ છુ,કે કદાચ જો તમે મત આપવા ન ગયા અને તમારા સ્થાને કોઈ બીજાએ મત આપી દીધો તો અયોગ્ય પાર્ટી સત્તામાં આવી તો તેની મુશ્કેલી પણ તમને જ પડશે અને તેનું ફળ પણ તમારે જ ભોગવવું પડશે તો તમને એક પણ પાર્ટી ગમતી ન હોય તો નોટાનો ઓપ્શન આવે છે નોટામાં તમે મતદાન કરી શકો છો એટલે મારી એટલી જ વિનંતી છે કે તમે મતદાન જરૂરથી કરો અને મતદાન સવારના સમયમાં કરો જેનાથી બપોર પછીના સમયમાં તમારા સ્થાને બીજું કોઈ મતદાન ન કરી જાય.
મને એક પણ પાર્ટીમાં વિશ્વાસ જ નથી તો અમે શું જોઇને મતદાન કરીએ?
જો તમને એક પણ પાર્ટી પર વિશ્વાસ ન હોય તો તમે નોટા મા મતદાન આપી શકો છો પરંતુ તમારે તમારા વિસ્તારની અંદર જે પણ પાર્ટીઓ ચૂંટણી લડી રહી હોય છે એ પાર્ટીના ઘોષણા પત્ર વાંચવા જોઈએ અને એ વાંચીને તેમાં કઇ કઇ સુવિધાઓ નો ઉલ્લેખ થયો છે તે વાંચવી જોઈએ તેમાંથી તમને કઈ પાર્ટી સારી સુવિધા આપી શકે તેમ છે તે જોઈને મતદાન કરવું જોઈએ આ ઉપરાંત તમારે કોઈપણ પાર્ટી ને ધ્યાનમાં લેવી ન જોઈએ માત્ર તમારા વિસ્તારના ઉમેદવાર ને ધ્યાનમાં રાખીને મતદાન આપવું જોઈએ જો તમારો ઉમેદવાર તમારા કામ કરી શકવા માટે સક્ષમ હોય તો તે ગમે તે પાર્ટીનું હોય તેને મત આપવો અને તે ઉમેદવારે પાછળના સમયમાં કેવાં કાર્યો કર્યા છે તેને પણ ધ્યાનમાં રાખો. અને જો ઉમેદવાર નવો હોય કે પાર્ટી નવી હોય તો તે પાર્ટીના ઉમેદવારો નો શિક્ષણ તે કયા સ્થાને રહે છે અને સમાજમાં તે પાર્ટી અને તે ઉમેદવારની પ્રતિષ્ઠા કેટલી છે તે બાબતને ધ્યાનમાં રાખો
લોકોના પ્રશ્નો એવા પણ છે કે ચૂંટણીના સમયે તો અનેક વચનો આપવામાં આવે છે છતાં કાર્યો થતા નથી
એ વાત સો ટકા સાચી છે કે ચૂંટણીના સમયે અનેક વચનો આપવામાં આવે છે પરંતુ કામ થતાં નથી તો એનો ઉપાય એ છે કે તમે જે પાર્ટીને ચૂંટીને સત્તા માં બેસાડી છે એને જો તમારા કામો કર્યા નથી તો તમે જાગૃત થાવ અને આવનારી વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય કે ફરીથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય તો તે પાર્ટી ને તમે મત નહીં આપતા કારણકે તમે ઉમેદવારને જોઇને મત આપ્યો હશે એ ઉમેદવારે તમારા કામ કર્યા નથી તો તે પાર્ટી પણ તમારા કામ નહીં જ કરે
મતદાન શું જોઇને કરવું જોઈએ?
જો ઉમેદવાર તમારા સગા માંથી કોઈ ઊભો હોય તો સગાવાદ કે મિત્ર વાદમાં આવ્યા વગર ઘોષણાપત્ર જોવું જોઈએ.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના મુદ્દાઓ રોડ-રસ્તા, શિક્ષણ ,સ્વાસ્થ્ય, સ્વચ્છતા,વેરા,પાણી,ભ્રષ્ટાચાર, સાંસ્કૃતિક કાર્યક્રમો,પાર્કીંગની સુવિધાઓ આ તમામ મુદ્દાઓ હોવા જોઈએ આ તમામ મુદ્દાઓ ના નામે જો કોઈ વ્યક્તિ ચૂંટણી પ્રચાર કરતો હોય તો તેના પર વિશ્વાસ કરવો જરૂરી છે તેમજ આ તમામ મુદ્દાઓ વિશે પાછલા સમયમાં જો તેને કંઈ પણ કાર્ય કરયા હોય તો તેને તમે મત આપી શકો છો.
રાષ્ટ્રીય ચહેરો કે રાષ્ટ્રીય મુદ્દાઓને લઈને પ્રચાર કરવામાં આવે તો તેનાથી દૂર રહો અને સ્થાનિક મુદ્દા જે પાર્ટી પ્રચાર કરે તેને ધ્યાનમાં રાખો.
આ ઉપરાંત તમારા ઉમેદવાર ની સંપૂર્ણ વિગત મેળવો તે કયા સ્થળ પર રહે છે તેમજ તેનું શિક્ષણ કેટલું છે સમાજમાં તેની પ્રતિષ્ઠા કેટલી છે.
મતદાન પહેલા ધ્યાનમાં રાખવાની બાબત
મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમારા વિસ્તારમાં અનેક પાર્ટીઓ માંથી અનેક ઉમેદવારો ઉભા રહ્યા હશે પરંતુ આપણે ચાર મત આપવાના હોય છે.
આ ચાર મત આપણે ચાર અલગ-અલગ પાર્ટીને પણ આપી શકીએ છીએ કે કોઈપણ એક પાર્ટીને પણ આપી શકીએ છીએ.
બુથ માં જતાં જ તમારે જે પ્રક્રિયા થતી હોય તે પતાવ્યા બાદ ઈવીએમ મશીનમાં તમામ ઉમેદવારોના નંબર તેની સામે બાજુમાં તેનું નામ અને તેની બાજુમાં તેનું પાર્ટી નું ચિન્હ આપવામાં આવ્યું હશે તો તમારે તે પાર્ટી ના ચિન્હ પર દબાવીને તમે પોતાનો મત આપી શકો છો આમ તમે ચાર અલગ-અલગ ઉમેદવારોને મત આપી શકો છો આ ઉપરાંત એક નોટાનો ઓપ્શન હોય છે કે ઉપરના પૈકી એક પણ નહીં તેને પણ તમે મત આપી શકો છો આ ચાર વાર બટન દબાવ્યા બાદ છેલ્લે તમારે સબમિટ કરવાનું હોય છે એટલે તમારા ચારે ચાર મત માન્ય ગણાશે એટલે તમારે કુલ પાંચ વાર બટન દબાવવા ના રહેશે.
ઉપરોક્ત આપેલી માહિતીઓ અને તમામ બાબતો એ મારા પોતાના મંતવ્યો છે જો તમને એમાં કોઈ ભૂલ જણાતી હોય કે કોઈ અન્ય વિગત કે માહિતી ઉમેરવા જેવી લાગતી હોય તો કોમેન્ટ માં જણાવોશું તમે વિદ્યાર્થી છો?
તો તમારે શિક્ષણ ના મુદ્દા પર કામ કરતી પાર્ટીને મત આપવો જોઈએ.
શું તમે વૃદ્ધ છો અને કોઈ બિમારીથી પિડાય રહ્યા છો?
તો તમારે સારી સ્વાસ્થ્ય સુવિધા આપવાના મુદ્દે કામ કરતી પાર્ટીને મત આપવો જોઈએ.
શું તમે નોકરી કરો છો અને તમારે દરરોજ પાર્કિંગના મુદ્દે મુશ્કેલીઓ સહન કરવી પડે છે?
તો તમારે સારી પાર્કિંગની સુવિધા આપવાના મુદ્દે કામ કરતી પાર્ટીના મત આપવો જોઈએ.
શું તમને લખવાનો,ગાવાનો, રમત-ગમતનો કે તરવાનો શોખ છે ?
તો તમારે સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રે સુવિધા આપવાના મુદ્દે કામ કરતી પાર્ટીને મત આપવો જોઈએ
શું તમે જાહેરમાર્ગો કે રોડ રસ્તા ધંધો કરી રહ્યા છો અને smc વાળા તમને હેરાન કરી રહ્યા છે?
તો તમારે આ મુશ્કેલીનો હલ આપતી પાર્ટીને મત આપવો જોઈએ
શું તમારે રોજ બીઆરટીએસ બસમાં મુસાફરી કરવાનું થાય છે?
તો બીઆરટીએસ બસની મુસાફરી માં પડતી અગવડતા ને દૂર કરનાર પાર્ટીને મત આપવો જોઈએ
શું તમે સરકારી કચેરીના ધક્કા ખાઇને થાકી ગયા છો?
તો તમારા માટે આ વ્યવસ્થા સરળ બનાવનાર પાર્ટીને મત આપવો જોઈએ
શું તમે ઘરકામ કરતી ગૃહિણી છો?
તો તમારે પાણી વેરો,સારી સફાઇ વ્યવસ્થા ને તેમજ તમારા બાળક અને પરિવાર ના સ્વાથ્ય સબંધી કામ કરનાર પાર્ટીને મત આપવો જોઈએ.
શું તમે રસ્તા પર રખડતા પ્રાણીઓ જેવા કે (ગાય ભેંસ કુતરાથી) પરેશાન છો?
તો તમારે આ પ્રાણીઓ માટે એનિમલ club બનાવનાર પાર્ટીને મત આપવો જોઈએ.
આ ઉપરાંત અન્ય મુદ્દાઓ જે તમારી પરિસ્થિતિ મુજબ લાગુ પડતા હોય તેને પણ ધ્યાનમાં લઈને મત આપવો જોઈએ
સમય અંતરે આ કામ કેટલે પહોંચ્યા અને ઉમેદવાર આ કામનો હિસાબ આપે છે કે નહીં તે તમામ સોસાયટીએ ઉમેદવાર પાસેથી હિસાબ માગવો જોઈએ અને જો આ કામ ન થાય તો આવનારી ચૂંટણીમાં જે તે પાર્ટી નો બહિષ્કાર કરવો જોઈએ
કેવિનકુમાર ચાંગાણી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
તમારી સલાહ અને મંતવ્ય મને વ્યક્તિગત જણાવી શકો છો.