મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રથમ મતનો પ્રથમ અનુભવ

           પ્રથમ મતનો પ્રથમ અનુભવ


           ચૂંટણીનો ખૂબ સારો માહોલ હતો આ માહોલની વચ્ચે એક પાર્ટી તરફથી મતદારોની યાદી ચેક કરવા માટે નો અનુભવ થયો.પ્રથમ મતાધિકારમાં જ મને અનુભવ થયો મારો પણ ઉત્સવ ખૂબ જ હતો કે પહેલો મત છે. આપવો જોઇયે. અને તે જ ઉત્સાહ મતદાર યાદી ચેક કરવાના કામનો પણ હતો.


                      ચૂંટણી પંચે આઝાદીના 70 વર્ષ થયા છતાં પણ મતદાતા સુચિનુ કામ યોગ્ય રીતે નિભાવી શકી નથી એ ચોક્કસપણે કહી શકાય છે.
                       પરંતુ એક પ્રકારે મારા મનની અંદર ક્યાંક નાના મોટું દુઃખ થયું એ દુઃખ એટલા માટે તું કે અમે જે સ્થાને બેઠા હતા તે સ્થાને અનેક મતદારો એવા આવ્યા કે જેને સુધારા કરાયા છે તે (નામ સરનામું કે અન્ય કોઈ સુધારા હોય)આવા અમુક લોકોના નામ તો મતદારયાદીમાં ચડ્યા જ નથી. અમુક લોકો વર્ષોથી મતદાન કરી રહયા છે છતા તેના નામ કમી કરી દેવામાં આવ્યા છે.

                       એમાં એક નવદંપતી એવા આવ્યા જે બંને પતિ-પત્ની હતા છતાં પણ બંનેનું બુથનો અને વોર્ડ અલગ અલગ હતું તેમજ અમુક વૃધ્ધ મતદાતાઓ આવ્યા તેના નામ કમી કરી દેવામાં આવ્યા હતા.

                      મને ખૂબ જ એક વાતનો ગર્વ પણ થયો કે વૃદ્ધ છે અને ખૂબ જ ઉત્સાહ હતો. જે પ્રથમવાર મતદાન કરી રહ્યા હતા તેનામાં પણ ખૂબ ઉત્સાહ હતો.પરંતુ જો મતદાર યાદીમાં નામ ન હોય અને મિસ્ટેક કરવામાં આવી હોય તો તેનાથી આ મતદારોનો તો દિલ તૂટે છે આવી રીતે ૪૦ કે 50 મત માત્ર એક સ્થાન પરથી એક વોર્ડના નહીં એક સ્થાનના કેટલા બધા મતદારો નિરાશ થઈને પાછા ઘરે જાય છે. આ ખરેખર ચૂંટણીપંચ દ્વારા વિચારવા યોગ્ય બાબત છે.
 
                   આ ઉપરાંત મારો ખુદ નો અનુભવ જણાવો મેં પ્રથમવાર મતદાન કર્યું અને મેં મારુ ચુંટણીકાર્ડ કઢાવવા માટે આપ્યું હતું જેમાં મેં મારી સંપૂર્ણ વિગત સાચી લખી હતી જેના ફોટા પણ મારી પાસે છે છતાં પણ મારી અટક તેમજ સરનામા ભૂલ આવી છે અમુક લોકોને ફોટા પણ બદલાઈ જાય છે કે બીજા નો ફોટો આવી જાય છે.આવી અનેક મુશ્કેલીઓ મતદાતાઓને પડતી હોય છે પણ આના માટે ચૂંટણી પંચે યોગ્ય પગલા લેવા જોઈએ અને યોગ્ય નિર્ણય લેવા જોઈએ આનું નિરાકરણ કરવું જોઈએ કોઈ કારણસર મતદાન ન આપી શકે એ પણ એના અધિકારોનું ઉલ્લંઘન જ ગણી શકાય.
 
                   અનેક માણસો વિદ્યાર્થીઓ યુવાનો બુથ પર બેસવાના નાણા લે છે,જેમાં કોઈ પાર્ટી હજાર રૂપિયા દિવસના આપ્યા કોઈ પાર્ટી એ પાંચસો રૂપિયા આપ્યા આવી રીતે પોતાની ક્ષમતા મુજબ પાર્ટીઓએ બુથ એજન્ટો બેસાડ્યા હતા પરંતુ મને દુઃખ એ વાતનું થયું કે આ તો એક સેવાનું કાર્ય છે અને એક નવું જાણવા પણ મળશે જો આપડે સ્વેચ્છાએ કોઈ પાર્ટીના સમર્થન કરીએ છીએ એ પાર્ટીને આગળ વધારવા માંગે છે તે પાર્ટી ને આપણે કંઈક આપવું જોઇએ તેની પાસેથી લેવું ન જોઈએ એટલે આવનારા સમયમાં સ્વૈછાઍ લોકો સેવા કરે એવી પણ ઈચ્છા છે. લોકો પોતાની ઇચ્છા મુજબ કાર્ય કરી શકે છે હું તેને કહેવા વાળો કોઇપણ હોઇ શકતો નથી.

                    આ ઉપરાંત તમે તમારા અનુભવો પણ નીચે કોમેન્ટ સેક્શન માં જણાવી શકો છો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પણ કોમેન્ટ સેક્શન માં જણાવી શકો છો

કેવિનકુમાર ચાંગાણિ

ટિપ્પણીઓ

  1. મારે પણ પ્રથમ મતદાન હતું મારો અનુભવ એવો હતો કે અમુક લોકો ને વોટિંગ મશીન માં બટન દબાવતા આવડતું નથી આ માટે ચૂંટણી પંચે મશીન ચૂંટણી પહેલા લોકો ને મશીન માં કઈ રીતે વોટ આપવો તે માટે માર્ગદર્શન આપવું જોઈએ.

    જવાબ આપોકાઢી નાખો
  2. તમારી માટે માટેની સમજણ શક્તિ સારી અને ક્રિયાશીલ છે અમને આશા છે આપ આવા બ્લોગ દ્વારા વિદ્યાર્થી તેમજ સમાજ ને યોગ્ય માર્ગે દોરશો

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

તમારી સલાહ અને મંતવ્ય મને વ્યક્તિગત જણાવી શકો છો.