'રોબિન્સન ક્રુઝો' આ બુકને વાંચન બાદ સંઘર્ષ શું કહેવાય તેની ખરેખર જાણ થાય છે. આ કહાનીએ 17 મી સદી આસપાસની છે જ્યારે યુરોપિયન લોકો સમગ્ર વિશ્વ પર રાજ કરતા હતા. આ વ્યક્તિને ભણવામાં કોઈ પણ પ્રકારનો રસ હોતો નથી પરંતુ તેના માતા પિતા એવું ઇચ્છતા હોય છે કે આ ભણી ગણીને સુખ શાંતિથી પોતાના પરિવાર સાથે નું જીવન જીવે. તેના મા બાપ આ રોબિનને ઘણો બધો સમજાવે છે કે આપણી પાસે આટલી બધી ધનદોલત છે સંપત્તિ છે, તું સુખ શાંતિથી ખૂબ જ સારી એવી જિંદગી અહીં વિતાવી શકે એમ છો. પરંતુ રોબીનસન ને સમગ્ર વિશ્વ માં ભ્રમણ કરવાનું એટલી તાલાવેલી જાગે છે કે જેના કારણે તે પોતાની જિંદગી સામે જ મોટો પડકાર ઉભો કરે છે. રોબિનશન ખરેખર ઈશ્વરમાં માનતો ન હતો જ્યારે તે જહાજમાં જતો અને મુસીબત આવે અને મરવા ઉપર હોય ત્યારે તે ઈશ્વરને યાદ કરતો ઘણી બધી વખત એને ધારી લીધું કે હવે પછી સુખ શાંતિથી જીવન જીવવું છે અને આ દરિયામાં નથી જવું છતાં પણ એના મનની અંદરથી તાલાવેલી જાગે અને ફરી પાછો તે દરિયામાં જાય અને ફરી પાછી એક નવી મુસીબતમાં મુકાઈ જાય. આટલી બધી ધન દોલત પડતી મૂકીને આ વ્યક્તિ વિશ્વના ભ્રમણ માટે જાય છે એ જે જહાજમાં જતો હતો
આજકાલ આપણે પરાણે પ્રેમ કરવા માંડ્યા છીએ આ પરાણ નો પ્રેમ એટલે ' રૂપનો પ્રેમ ' નક્કી કરી લઈએ કે આ XYZ વ્યક્તિ સાથે મારે પરાણે પ્રેમ કરવો છે . એટલે આપણે તક શોધવા માંડીએ છીએ , વાત કરવાની અને એની સાથે સમય વિતાવવા માંડીએ છીએ અને પ્રેમ થઈ જાય છે . નવું નવું હશે ત્યારે સારું લાગે અને મજા આવે પછી થાકી જઈએ એટલે વિચારીએ કે પહેલો પ્રયત્ન સફળ ગયો હ તો એટલે હવે બીજી કોઈ XYZ વ્યક્તિને ગોતી અને તેની સાથે પરાણે પ્રેમ કરીએ . પ્રેમ એ એક એવી લાગણી છે , કે જે કોઈના શીખડાવવા થી શિખાઈ જતી નથી એ તો બસ થઈ જાય છે . ખબર ન પડે થઈ ગયું એમ એના સંકેત મૂળ એ જ હોઈ શકે કે તમે તમારા સાથીને કોઈ બાબતની વાત ન કરો છતાં તે તે બાબત વિશે જાણી જાય તે બાબતનો એને ભાસ થઈ જા ય . વાત કરતા કરતા બાઇ કીધા પછી પણ કલાક ફરી વાત કરવી , કોઈ વ્યક્તિ સારો છે , અને એની સાથે વિતાવેલ સમયમાં તમને આનંદ મળે છે , સંતોષ મળે છે તો તમે કદાચ પ્રેમમાં હશો . પ્રેમ એ એક એવું વિજાતી ય આકર્ષણ છે , કે જેમાં આકર્ષાય જોવાય છે , અત્યારે રૂપનું આકર્ષણ વધારે છે . કેટલાક વિચારોથી આકર્ષાય , કેટલાક પરિસ્થિતિથી