શિક્ષણમાં કરી શકાય તેવા કેટલાક પ્રયોગ
1)વિદ્યાર્થી ની અંદર શિસ્ત અને મૂલ્યની સમજણ આપવી જરૂરી છે
2) તેઓને સામાજીક જીવનમાં હાલના જીવનના પડકારોનો સામનો કરવો પડે છે તેનું જ્ઞાન અભ્યાસની સાથે આપવું જરૂરી છે.તેમજ વિદ્યાર્થી નવા યુગના પડકારો ઝીલી શકે એવો એને તૈયાર કરવો
3) સમગ્ર વર્ષ દરમિયાન સહઅભ્યાસ પ્રવૃત્તિ તેમજ અન્ય ઈતર પ્રવૃત્તિ કરાવી પણ ખૂબ જ જરૂરી છે.
4) વિદ્યાર્થીઓને પોતાની આવડત અનુસાર પ્લેટફોર્મ પૂરું પાડીને સમાજ માટે એક આદર્શ નાગરિક બનાવવા પ્રોત્સાહન એ ખૂબ જરૂરી છે.
5) કન્યા કેળવણી અને કન્યા શિક્ષા ઉપર વધુ ભાર મૂકવો જોઈએ.
6) વિદ્યાર્થીઓના પ્રાયોગિક શિક્ષણ મળી રહે એવી સુવિધાઓ આપવી જોઈએ.
7) વિદ્યાર્થી માં નેતૃત્વ સેવા અને જવાબદાર નાગરિક તરીકેના ગુણો હોવા ખૂબ જ જરૂરી છે તેમજ વિદ્યાર્થી સૌ પ્રત્યે સમાનતાની ભાવના રાષ્ટ્રીય એકતાની ભાવના સામાજિક ન્યાયની ભાવના ધર્મનિરપેક્ષતા ની ભાવના શહેર અને રાજ્યના વિકાસ માટે યોગદાન આપે જેનાથી દેશને પણ ખૂબ જ ફાયદો થશે અને સામાજિક અને આર્થિક પરિવર્તન એ લાવવામાં મદદરૂપ થાય
8) વ્યક્તિના બોદ્ધિક નૈતિક ભાવનાત્મક શારીરિક સામાજિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિકાસ થાય તેઓ કોલેજ દ્વારા પ્રયત્ન કરવો જોઈએ.
9) વિદ્યાર્થીને સવારમાં બે મિનિટ અને છોડતી વખતે પાંચ મિનિટ મૌન ધારણ કરવો અને પોતાના અભ્યાસ ની અંદર ધ્યાન કેન્દ્રિત કરી શકે તેવી એક્ટિવિટી કરાવી જોઈએ તેમજ દર સોમવારે 45 મિનિટ આ એક્ટિવિટી કરાવી એ ખૂબ જરૂરી છે(દિલ્હી સરકારની શિક્ષણ નીતિ મુજબ)
10) વિદ્યાર્થીનું સમયાંતરે મૂલ્યાંકન કરવું જોઈએ અને વિદ્યાર્થી માં જે ક્ષતિ જરાય તેને દૂર કરવાના પ્રયત્નો કોલેજ પ્રશાસન દ્વારા કરવા જોઈએ.
11) ડ્રાઇવિંગ લાઇસન્સ ચૂંટણીકાર્ડ આધારકાર્ડ પાસવર્ડ વગેરે જ બનાવવા માટે કોલેજની અંદર જ આધાર સમગ્ર વ્યવસ્થા કરવી જોઈએ
12) રક્તદાન કેમ તેમજ અન્ય રસી મુકાવવા ના કેમ પણ કરવા જોઇએ જેમકે પોલિયોની રસી
13) તેમણે જો કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થિની સાથે જાતીય સતામણી તો એ અંગે કોલેજની અંદર જાણ કરવી જોઈએ અને કોલેજ દ્વારા જાતીય સતામણી નિવારણ અને નિરાકરણ કાનૂની 2004 દ્વારા યોગ્ય સજા કરવી જોઈએ તને આવું.
14) પ્રથમ વર્ષના જ વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન આપવું જેથી તે પોતાના જીવનમાં કઈ રીતે વળાંક લાવો અને કઈ રીતે મહેનત કરવી એનો અંદાજો લગાવી શકે.
15) વિવિધ કાયદાના નિષ્ણાંત ને બોલાવીને આજના સમયમાં વિદ્યાર્થીઓને કાયદા જાણવા ખૂબ અગત્યના છે આથી કાયદા અથવા કરવી પણ ખૂબ જ જરૂરી છે.
16) આ ઉપરાંત વિદ્યાર્થીઓને ડિજિટલ મીડિયાના ફાયદા અને નુકસાન જણાવી તેનો ઉપયોગ કરતી વખતે રાખવામાં આવતી સાવચેતી અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવું જોઈએ.
17) આ ઉપરાંત વિદ્યાર્થીઓને એન્ટી રેગિંગ શું છે અને તેને ભંગ કરતા કઈ રીતે સજા થાય છે તેના અંગે સંપૂર્ણ માહિતી આપવી જોઈએ.
18) આ ઉપરાંત આચાર્ય દરેક ક્લાસમાં જઈને વિદ્યાર્થીઓ સાથે વ્યક્તિગત વાતચીત કરવી જોઈએ તેને શું પ્રશ્ન છે એનો નિરાકરણ લાવવું જોઈએ તેમજ વિદ્યાર્થીઓ સાથે રમતો પણ રમવી જોઈએ જેથી આચાર્ય અને વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય માહિતીનું આદાન-પ્રદાન થઈ શકે.
કેવિનકુમાર ચાંગાણિ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
તમારી સલાહ અને મંતવ્ય મને વ્યક્તિગત જણાવી શકો છો.