દંગા
દેશ આઝાદ થયો તેના ત્રણ મહિના પછી 75 વર્ષ પૂર્ણ થશે. આ ૭૫ વર્ષનાં જો કંઈ દુઃખદ બાબત બની હોય તો એ મારા મત મુજબ ધર્મના નામે જે દંગાઓ થયા છે,તે ખૂબ પીડાદાયક છે. દેશ આઝાદ થયો ત્યારે તેને અખંડ બનાવો એ એક ખુબજ મુશ્કેલ બાબત હતી.પરંતુ સરદાર વલ્લભભાઈ અને તેની ટીમ સાથે મળીને દેશને અખંડ બનાવ્યો છતાં ઘણા બધા એવા પ્રશ્નો છે. જેને આઝાદી બાદ દેશ સોલ્યુશન મેળવી શક્યો નહીં. તેમજ ઘણા બધા એવા પણ મુદ્દાઓ છે કે જે નું સોલ્યુશન છેલ્લા 8 વર્ષની અંદર આવ્યું છે.
૧૯૪૭થી આજ સુધી અનેક ધર્મ ,જાતિ ના નામ ઉપર દંગાઓ ભારતમાં થતા આપણે જોયા છે .વાંચ્યા છે અને ક્યાંક આપણા પરિવારના લોકો પણ આ દંગા ઓનો ભોગ બન્યા છે. કેટલાક લોકો આંદોલન કરવા ગયા હોય પોલીસના લાઠીચાર્જના કારણે પણ મૃત્યુ પામ્યા છે. કેટલાક લોકો માત્ર જોવા ગયા હોય અને મૃત્યુ પામ્યા છે. કેટલાક લોકોને કોઈપણ કારણો વગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અને તેને વર્ષો સુધી જેલમાં રાખવામાં આવ્યા છે.
દંગાઓ શા માટે થાય છે?
સામાન્ય રીતે હુલ્લડો ના ઘણા બધા પ્રકારો હોય છે જેમાં ધર્મ, જાતિ કે કોઈપણ આંદોલનના કારણે પણ હુલ્લડો થતી જોવા મળે છે. અને તમામ બાબતોની અંદર હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામતા જોવા મળે છે.
1)કોઈપણ હુલ્લડ એક વ્યક્તિ દ્વારા થઇ શકે નહીં સૌપ્રથમ એક વ્યક્તિમાંથી અનેક વ્યક્તિ ભેગા મળે છે અને સંગઠન બનાવે છે. આ સંગઠન ના તમામ વ્યક્તિઓના વિચારો એક સમાન હોય છે અને પરસ્પર સહકારની ભાવના પણ હોય છે. જ્યારે કોઈપણ સંગઠનના વિચાર એક સમાન હોય અને સંગઠનો ની સભ્ય સંખ્યા ખૂબ વિશાળ પ્રમાણમાં હોય ત્યારે આવા દંગા સમયે મોટી જાનહાની થવાની સંભાવના રહે.
2) એક વ્યક્તિ કે સંગઠ્ઠનના વિચારોથી જ્યારે કોઇ અન્ય વ્યક્તિ આકર્ષાય છે ત્યારે તે તે સંગઠન સાથે જોડાય છે અને કોઈપણ હુલ્લડોમાં ભાગ લેવા માટે તેને પ્રોત્સાહન મળે છે. તેની અંદર એ ભાવના જગ્યા છે કે હું એકલો નથી મારી સાથે હજારો વ્યક્તિ છે મને કાંઈ નહીં થાય.
3) કોઈપણ વ્યક્તિના બાળપણમાં તેની નજર ની સામે તેના કોઈ પરિવારજનોને આવા હુલ્લડોની અંદર મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોય ત્યારે તે વ્યક્તિની અંદર તેના પરિવારજનોને મૃત્યુને ઘાટ ઉતારનાર પ્રત્યે બદલો લેવાની ભાવના જન્મે છે અને તે પોતાના સમગ્ર જીવન કોઈ એક ધર્મ જાતિ કે અન્યની વિરુદ્ધમાં નફરત ફેલાવવાનું કામ કરે છે.
4) જ્યારે હુલ્લડો થાય છે ત્યારે આપણે એમ જ સમજે છે કે સામેવાળા પક્ષ ને મુત્યુ ને ધાત ઉતારવઓ તેને નુકસાન પહોંચાડવું એ કોઈ ગુનો નથી પછી એના માટે ભલે આપણે જેલમાં જવું પડે.
5) સામાન્ય રીતે તમે સમજો કોઈપણ વ્યક્તિ જન્મથી ખરાબ હોતો નથી પરંતુ તેની સંગત જે પ્રમાણે હોય છે તે જે લોકો સાથે નાનપણથી રહેતો આવે છે અને યુવાવસ્થામાં તેની વિચારધારા ઘડાય છે તે અનુસાર તે કોઈપણ પક્ષ એક વિચારધારા સાથે જોડાયેલો રહેતો હોય છે અને યુવાવસ્થા કાળના બાદના સંપૂર્ણ જીવન તે પક્ષ કે વિચારધારા પ્રત્યે મરવા અને મારવા માટે પણ તૈયાર થઈ જાય એવી તેની વિચારધારા હોય છે.
6) જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પક્ષ પ્રત્યે આપણને પૂર્વગ્રહ ની લાગણી ઉત્પન્ન થાય છે એટલે કે આ પક્ષ આવો જ છે તે ક્યારેય સારું કામ ન કરી શકે આવા સમયે કોઈપણ પક્ષ પ્રત્યે શત્રુતાની લાગણી ઉત્પન્ન થાય છે જેમ કે હિન્દુઓ આવા જ હોય છે મુસલમાનો ખરાબ જ હોય છે આવા પૂર્વગ્રહો જન્મના કારણે નફરત ની લાગણી પેદા થાય છે.
દંગા કરવાથી થતા ફાયદા
હવે તમને એમ થતું હશે કે હુલ્લડો કરવાથી તો શું ફાયદા થઈ શકે એમ કરવાથી અઢળક ફાયદા થાય છે. જો કંઈ ફાયદો થતો જ હોય તો મહિનામાં એકવાર દંગા શા માટે થાય છે?
1) પોતાના વિચારધારા ને બચાવવા માટે પોતાના પક્ષના સ્વાભિમાન માટે અને પોતાના રક્ષણ માટે દંગા થતા હોય છે.
2) ક્યારેક રાજનીતિ કારણોસર પણ હુલ્લડો કરાવી એ રાજનેતાઓ નું કામ હોય છે અને તેના કારણે તેની પ્રતિષ્ઠામાં વધારો થતો હોય છે ક્યારેક પોલીસ દ્વારા આવી હુલ્લડોને પ્રોત્સાહન આપવામાં આવે છે જેના કારણે તેને પ્રમોશન પણ મળી શકે છે.
3) લોકોને બીક હોય છે કે જો આપણે દંગા નહીં કરીએ તો સામેનો પક્ષ આપણને મૃત્યુને ઘાટ ઉતારી નાખશે આપણે રક્ષણ મેળવવું હોય તો સામેવાળાને આપણે મારવા પડશે.
આવા તો અઢળક ફાયદાઓ છે જેટલા ગણાવીએ તેટલા ઓછા છે પરંતુ આ તમામ ફાયદાઓ માં ક્યાંય પણ નીતિ દેખાતી નથી. ફાયદાઓ માં માત્ર ને માત્ર અજ્ઞાનતાની ગંધ આવે છે.આ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે રચવામાં આવેલું ષડયંત્ર પણ કહી શકાય છે
દંગા થી થતા નુકસાન
મેં એનસીઆરટી બુક માંથી દંગાથિ થતા નુકસાન શું છે એના વિશે થોડી ઘણી જાણકારી મેળવી છે તે હું અહીં તમને જણાવી રહ્યો છું.
1) સૌપ્રથમ તો હજારો લોકોના મૃત્યુ થાય છે.એ મૃત્યુ થવાથી તેના પરિવારને ગુજરાન ચલાવનાર ઘર નો ધણી એક ગુમાવવો પડે છે બાળકોને ક્યારેક અનાથાશ્રમમાં પણ મૂકવા પડે છે પત્નીને ક્યારેક વિધવા જીવન જીવવું પડે છે અને સમાજના ટોણા પણ સાંભળવા પડે છે જો ઘરનો ધણી મૃત્યુ પામે તો એના બાળકોને યોગ્ય શિક્ષણ મળી શકતું નથી નાના બાળકની અંદર બદલો લેવાની ભાવના જન્મ લે છે અને આવનારા સમયની અંદર ફરીથી દંગા થવાની સંભાવના આ બાળક પેદા કરે છે કારણ કે એક વિચારધારા માંથી લાખો લોકોએ વિચારધારા સાથે સંકળાયેલા મેં મારી અઢાર વર્ષની ઉંમરની અંદર જોયા છે.
2) અનેક લોકો ધવાય છે. અનેક લોકોની આંખ ફૂટી જાય છે દેખાતું બંધ થઈ જાય છે અનેક લોકોના કાન કાપી લેવામાં આવે છે અનેક લોકોના હાથ-પગ આવા અનેક અંગો ખોવાનો વારો આવે છે જેના કારણે તેને આજીવન પીડા ભોગવવી પડે છે અને તે પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવા માટે પણ સક્ષમ બનતાં નથી અને તેના એક ના લીધે સમગ્ર પરિવારને પણ દુઃખ ભોગવવું પડે છે.
3) જે લોકોને મૃત્યુ પણ નથી થયું શરીરમાં ઇર્જા પણ નથી થઈ અને જે લોકો દંગની અંદર ભાગ પણ લીધો નથી માત્ર ત્યાંથી પસાર થતા હતા બચવાની કોશિશ કરતા હતા અથવા તો સીસીટીવી કેમેરાની નજરમાં આવી ચૂક્યા હતા . એવા લોકોને પોલીસ ધરપકડ કરીને લઈ જાય છે તેના ઉપર ખોટા કેસો બનાવે છે અને આજીવન તેને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે અને તેની જીવનની સમગ્ર કમાણી પોલીસ સ્ટેશનના ધક્કા અને કોર્ટ-કચેરીની અંદર ચાલી જાય છે એ પણ એક મોટું નુકસાન જ છે.
4) હુલ્લડો સાત દિવસ ક્યારેક તો મહિનાઓ સુધી 144ની કલમ લગાવી દેવામાં આવે છે અનેક વિસ્તારો બંધ કરી દેવામાં આવે છે લોકોના કામ ધંધા બંધ કરી દેવામાં આવે છે તમે વિચાર કરો દિલ્હીમાં દંગા થયા હોય અને સમગ્ર દિલ્હી બંધ રાખવામાં આવ્યું હોય તો સમગ્ર દિલ્હી ની અંદર જેટલા પણ વેપાર હોય તે બંધ થાય છે. તેનું કરોડોની અંદર નુકસાન દેશને જ ભોગવવું પડે છે આ દેશની પ્રગતિમાં અવરોધ આવે છે જો તમે સાચા દેશભક્ત હો દેશની પ્રગતિને અવરોધવા ન માંગતા હો તો આવા દંગા થી બચીને રહો.
જ્યારે જ્યારે પણ થતા હોય છે ત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેક ન્યુઝ ફેલાવવામાં આવતી હોય છે લોકો આ ફેક ન્યુઝ ને ઓળખી શકતા નથી અને આગળ ને આગળ શેર કરતા હોય છે અમુક વખત એવી પણ ન્યુઝ સાંભળવા મળી છે કે મેં આટલા લોકોને માર્યાા ઓલા એ આટલા લોકોને માર્યા તો આવી અનેક ફેક ન્યુઝ થી દૂર રહેવું અને તેને શેર કરવાનો નહીં જેના કારણેે લોકો વધુ ઉશ્કેરાઈ જશે અને દંગ આવો વધવાની સંભાવના વધી જશે
આ દંગાઓ કઈ રીતે અટકાવી શકાય તેના ઉપાય તો હું જણાવવા માટે આ ઉંમરે સક્ષમ નથી પરંતુ હું માત્ર એટલું જ કહીશ કે માણસ ક્યારેક ખરાબ હોતો નથી માણસની અંદર રહેલી બાબત ખરાબ હોય છે માણસ જ્યારે જન્મે ત્યારે તેને સાચા ખોટાનો ફરક ની કોઈ પણ ખબર હોતી નથી બાળપણમાં તે જે જુએ છે તેનું ઘડતર જે રીતે થાય છે અને યુવાન બને છે ત્યાં સુધીમાં તેની વિચારધારા ઘડાય છે એ મુજબ તે પોતાનું સમગ્ર જીવન જીવે છે એટલે મારે માત્ર ને માત્ર આ યુવાધનને એટલું જ કહેવું છે કે તમે તમારી આવનારી પેઢીનું ઘડતર સારી રીતે કરજો
આપણા દેશને પોતાની શિક્ષણ પદ્ધતિ ની અંદર નીતિનું જ્ઞાન આપવાની જરૂર છે બાળપણથી જ પ્રામાણિકતા સત્ય અને પ્રેમ ભાવના ના ગુણો શીખવવાની જરૂર છે અને છતાં પણ જે લોકોને દંગા કરવામાં મજા આવે છે લોકોના લોહી ને જોઈને તેની આત્મા ને શાંતી મળતી જોય છે. તેવા લોકોને કાયદો જવાબ આપશે આ દેશની પોલીસ જવાબ આપશે એવી આગળના સમયમાં મને આશા છે.
મને માત્ર ને માત્ર દુઃખ એ વાતનું છે કે જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ ધર્મના નામે દગા ઓ ધટ્વા ને બદલે વધતા જાય છે. આના એક દેશના વિકાસ માટે સૌથી મોટામાં મોટી અવરોધરૂપ કડી ગણી શકાય.
તમને એમ પણ થશે કે આ તો મહાત્મા ગાંધીની અહિંસાની વાત કરી રહ્યો છે હું ક્યારેય અહિંસાની વાત કરતો નથી હું તો એમ કહું છું કે સામાન્ય માણસને કાયદો હાથમાં લેવો જોઈએ નહીં સજા આપવાનું કામ એ આપણા દેશની પોલીસને સોંપવામાં આવ્યું છે આ દેશની પોલીસ જો આરોપી સાચું નહિ બોલે તો તને મારશે પણ અને તેને સજા પણ કરશે તો આપણે મારવા અને મરવા નું કામ કાયદા ઉપર છોડી દઈએ.
અમુક લોકો મને એમ પણ કહે છે કે તમે કોઈ એક પક્ષ બાજુના વિચારો લખો છો તો હું એ વ્યક્તિઓને કહેવા માગું છું આ તમારી પાસે સોના જેવો સમય છે જો હું કોઈ એક પક્ષ તરફથી વિચાર લખતો તો મારા વિચારોને પરિવર્તન કરવાની જવાબદારી તમારી છે કોમેન્ટ કરો અને મારા વિચારોને પડકાર આપો કે હું ખોટો છું. મારા મતે હું તમામ આ બાબતને મારા લેખો ની અંદર આવરી લેવા માગું છું અને કોઈપણ પક્ષ તરફથી લખવા માગતો નથી અને તટસ્થ કહેવા માગું છું છતાં પણ જો વાચકને એમ લાગતું હોય કે હું કોઈ પક્ષ તરફ જોકે લો છો તો કોમેન્ટ કરીને મને ટકોર કરો.

Kevinkumar changani
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
તમારી સલાહ અને મંતવ્ય મને વ્યક્તિગત જણાવી શકો છો.