મુખ્ય સામગ્રી પર જાઓ

'સત્યના પ્રયોગો' ચાલો બાપુ સાથે સફર પર જઈએ



                        'સત્યના પ્રયોગો'



બાપુના જીવનના તમામ ચિત્રો(image)


https://www.gettyimages.in/photos/mahatma-gandhi





આઝાદીની લડતમાં તો આપણે જોડાઈ શક્યા ન હતા આથી આઝાદીની લડતમાં ભાગ લેનાર તમામ ક્રાંતિકારીઓ વિષય આપણે ક્રમબદ્ધ માહિતી મેળવશું આજે આપણે મહાત્મા ગાંધી સાથે આઝાદીની લડત માં સફર પર જઇશું. જેમાં કોઈ વિગતવાર કિસ્સાઓનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો માત્ર આપણા જીવનમાં ઉતારવા જેવી બાબતો જ લેવામાં આવી છે.


ગાંધીજી દ્વારા પોતાની જ આત્મકથા લખવામાં આવી છે જેનું નામ સત્યના પ્રયોગો છે જેના કેટલાક અંશ આપણે પણ જીવનમાં શીખવા જેવા છે જે અહીં હું લખી રહ્યો છું.
નોંધ અહીં બતાવેલ વિચારો એ મોહનદાસ કરમચંદ ગાંધીના પણ છે અને સાથે સાથે આજના સમયમાં જે શીખ મેળવવા જેવું લાગ્યું તેનો ઉમેરો મારા વિચારો મુજબ મેં કર્યો છે.

પ્રેરણાદાયી વાક્યો

1) તેઓ માનતા હતા કે જે વસ્તુ જાહેરમાં આપણે કરી શકીએ નહીં તેઓ કામ આપણે છૂપી રીતે કરવું જોઈએ નહીં.
2) તેઓ કહેતા હતા કે સમાજ પાસેથી કામ કઢાવવા માટે નિરાંત રાખવી જોઈએ.
3) તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે આપણામાં પરિવર્તન થાય વિકાસ થાય તેમ આપણા સંગતમાં રહેલા અને આપણા આશ્રિતોમાં સાથીઓમાં રહેનારમાં પણ પરિવર્તન થાય છે એ એક મિથ્યા છે.
4) 'આ ઉપરાંત બાપુ કહેતા કે આરંભેલું કામ જ્યાં સુધી અનીતિમય ન લાગે ત્યાં સુધી તે કામને છોડવું જોઈએ નહીં'
5) 'બાપુ કહેતા હતા કે મહાપુરુષોએ આપણે જે અનુભવો મૂકી ગયા છે તે આપણને માર્ગદર્શન કરે છે પરંતુ તે સંપૂર્ણ નથી'
6) 'લોકો સારા ગુણ કરતા ખરાબ ગુણ એ જલ્દી ગ્રહણ કરે છે'
7) આ ઉપરાંત બાપુ એવું પણ માનતા હતા કે આપણો શત્રુ હોય શત્રુ આપણી સાથે દગો જ કરે એમ કૅમ કહી શકાય?શત્રુ ખોટો છે એમ કેમ કહી શકાય ? તે સાચો પણ હોઈ શકે આપણે તેના શત્રુ છીએ અને તે આપણો શત્રુ છે આ બન્નેમાંથી કા તો બંને ખોટા છે એક સાચો છે કે એક ખોટો છે અથવા તો બંને સાચા હોઈ શકે છે શત્રુનો પણ આદર કરતા શીખો.
8)બાપુ સર્વોદય નામના પુસ્તકની અંદર જણાવે છે કે બધાના ભલામાં આપણું ભલું છે તેમજ બધાના કામની કિંમત એક સરખી હોવી જોઈએ કોઈપણ કામ નાનું કે મોટું નથી હોતું તમામ લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે જ કામ કરે છે જો લોકો નો હેતુ એક સરખો હોય તો તેના કામનું મહત્ત્વ પણ એક સરખું જ રાખવું જોઈએ
જેમ કે પેડ કે ભંગી ના કામ ને નીચો આંકવામાં આવે છે જ્યારે વેપારીઓના કામને ઊંચું આંકવામાં આવે છે પરંતુ બંનેનો ઉદય પોતાનું ગુજરાન ચાલી શકે તેઓ જ હોય છે.
9) બાપુ એવું સ્પષ્ટપણે માનતા હતા કે ધનિક લોકો એ ભિખારીઓને કામ આપવાના બદલે દીક્ષા આપે છે તે સૌથી મોટી સમસ્યા છે બાપુ સ્પષ્ટપણે માનતા હતા કે અશક્તિમાન લોકોને શક્તિમાન જ બચાવી શકે છે બાપુએ ખેડા સત્યાગ્રહ દરમિયાન અનુભવ કર્યો કે જો ધન્ય વ્યક્તિ મહેસુલ ભરે તો ગરીબ વ્યક્તિને કર જડાવીને પણ મેસુલ ભરવું પડે આથી ગરીબ ને બચાવવા માટે ગરીબને સહાય કરવા માટે ધનિક વ્યક્તિ એ મહેસુલ ન બનવું જોઈએ આથી ધનિક જ ગરીબને સહાય કરી શકે છે.

સંગઠનના વિચારો


1) ગાંધીજી હંમેશા કહેતા કે ચર્ચાવિચારણા કરો લોકો સાથે આ ઉપરાંત લખાણ લખો અને લખાણ ત્યારે તમે સારી રીતે લખી શકશો કે જ્યારે તમારું વાંચન ખૂબ સારું હશે તમારા વિચારોનો પ્રચાર કરો .

2) બાપુ કોઈપણ સંકટમાં કોઈપણ પ્રસંગે વડીલોની સલાહ લેવાનું માનતા હતા આ ઉપરાંત તેને જેમ માંદા લોકોએ બિમાર લોકોએ તેની સેવા કરવાનો તેને ખૂબ જ શોખ હતો. તેઓ હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા કરીને હિન્દી ઓના દુઃખ ને સમજવાનો પ્રયત્ન કરતા.

3)બાપુ એવું સ્પષ્ટપણે માનતા હતા કે કોઇપણ જાહેર સંસ્થા એ લોકોના સમર્થન અને નાણાં વગર ન ચાલી શકે લોકોએ નાણાં આપ્યા હશે તો આ જાહેર સંસ્થા માં તેમને વિશ્વાસ રહેશે અને કામ કરવાની પણ ધગશ રહેશે અને લોકોને નાણા આપ્યા હશે તો આ નાણા નો હિસાબ પણ લોકો માંગી શકશે .

4) બાપુ માનતા હતા કે ક્યારેક સમય કાઢીને પોતાના સંગઠનનાં મિત્રો સાથે પ્રેમ ભરી વાતો કરવી અને સામાન્ય સભા કરવી જેમાં નાસ્તો ગીત સંગીત જેવી તમામ વ્યવસ્થાઓ કરવી જોઈએ.

5) સંગઠનને પરિવાર સમજવો તમામ લોકોને મહત્વ આપવું તેની સાથે વાતો કરવી આવકાર આપવો જોઈએ.

6) કોઈપણ એક પ્રસંગ સંગઠન સોસાયટી કે ગ્રુપમાં તમામ નિર્ણય સર્વસંમતિથી લેવા જોઈએ એક સંગઠન ની અંદર પણ ઘણા મતભેદ હોય છે પરંતુ એ મતભેદ ક્યારે ખટાશ કે સંબંધ શરૂ થાય તેવા ન હોવા જોઈએ.

7) અમુક વખતે અમલદારો નીચલા છે ત્યાં શું કરતા હોય છે તેનો ઉપરી અધિકારીઓને ખબર રહેતી નથી


બાળપણ ના વિચારો


1)ગાંધીજી નું બાળપણ પ્રામાણિકતાથી પસાર થયું હતું નાનપણથી જ તેઓ પ્રમાણિકતા અને તેને એક પ્રસંગમાં પરીક્ષામાં સાહેબ સામે ચાલીને ચોરી કરાવતા હતા છતાં પણ તેને પરીક્ષામાં ચોરી નથી કરી તેમજ વડિલો પ્રત્યે ખૂબ જ આદર કરતા હતા અને તે ખૂબ જ શરમાળ હતા કોઈની સાથે પણ વધારે બોલી શકવા માટે સક્ષમ ન હતા.
આના પરથી આપણે શીખી શકીએ છીએ કે જેમ જેમ આપણે જિંદગીમાં વધારે ઠોકર ખાઈએ તેમ તેમ આપણે બોલતા શીખી જઈશું.

2) ગાંધીજીએ નાનપણમાં જ રાજા હરિશ્ચંદ્ર ના પુસ્તકો વાંચ્યા હતા એટલે તેને જીવનભર સત્યનો સાથ ક્યારે છોડ્યો નથી તેમજ તે નાનપણમાં શ્રવણ પોતાનાં માતા-પિતાને યાત્રા કરાવે છે તેવી કહાનીઓ વાંચી હતી આનાથી તેને વડીલો પ્રત્યે આદર હતો
આના ઉપરથી આપણે આપણા જીવનમાં એ શીખ લઈ શકીએ છીએ કે જેવું નાનપણમાં આપણે વાંચ્યું હોય શીખ્યા હોય તે જ આપણે આગળ જતા જીવનમાં ઉતારીએ છીએ. આથી બાળપણથી યુવાવસ્થાના કાળની અંદર પોતાના બાળકનું ઘડતર એ યોગ્ય દિશામાં થાય એવા પ્રયાસ માતા-પિતાએ કરવા જોઈએ.

3) એ સમયે પણ બાળ લગ્ન થતા હતા.અને ગાંધીજીના લગ્ન તેર વર્ષની ઉંમરે થયા હતા.ગાંધીજીની કુલ ત્રણ સગાઈ થઈ હતી જેમાંથી બે પત્ની મરી ચૂકી હતી એવું ગાંધીજીને પરિવાર દ્વારા કહેવામાં આવ્યું અને તેર વર્ષની ઉંમરે કસ્તુરબા સાથે તેમના વિવાહ થયા આ ઉપરથી એ સૂચવે છે કે એ સમયે આરોગ્યની સુવિધા ખૂબ જ નીચી કક્ષાની હતી આનાથી બાળમૃત્યુ દર ખૂબ વધુ હતો.આ સિવાય બાળ લગ્ન જેવી કુપ્રથા પણ એ સમયે હતી આ ઉપરાંત સ્ત્રીને ભણવાનું નહીં અને સ્ત્રીને વડીલોની લાજ કાઢવી એવી પ્રથા પણ ચાલતી હતી આ પરથી આપણે એ શીખ લઈ શકીએ છીએ કે એ સમયે જે કુપ્રથા ચાલતી હતી એને દૂર કરવા માટે આગળ ગાંધીજીએ ઘણા બધા સેવાના કાર્યો કર્યા અને કુપ્રથા ને બંધ કરવાના અનેક પ્રયાસ કર્યો હતો. ગાંધીજીએ બાળપણ ના અનુભવ પરથી સ્ત્રી કેળવણી, સ્ત્રીઓને શિક્ષણ મળે , બાળ કેળવણી માટે અનેક પ્રયાસો કર્યા ગાંધીજીને બાળકો ખૂબ જ પસંદ હતા.

4) ગાંધીજી સાથે તેના બાળપણમાં એક પ્રસંગ બનેલો જેમાં તે એક મિત્રની ખરાબ સંગતમાં આવ્યા હતા ગાંધીજી જાણતા હતા કે આ મિત્ર ખરાબ છે પરંતુ ગાંધીજીના મનમાં એવું હતું કે હું ખરાબ મિત્ર જો મારી સાથે રહેશે તો તે પણ સારો થઈ જશે પરંતુ ગાંધીજી ખુદ કહે છે કે 'લોકો સારા ગુણ કરતા ખરાબ ગુણ એ જલ્દી ગ્રહણ કરે છે' આ મિત્રોની સંગત માં આવીને તે અનેકવાર વેસ્યવાડ મા પણ ગયા પરંતુ તે સરમાતા હતા એને માસાહાર પણ કર્યુ ,બીડી પણ પીધી ,ચોરી પણ અનેકવાર કરી અને એકવાર આપઘાતનો પ્રયાસ પણ કર્યો પરંતુ છેવટે ગાંધીજીને આ પોતાની ભૂલ સમજતા તેને પોતાના પિતાશ્રી પાસે માફી પણ માંગી.

5)ગાંધીજી પોતાની યુવાવસ્થામાં વકીલાત નું ભણતર મેળવવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા. અને ઇંગ્લેન્ડમાં તેને કોટની અંદર બોલવામાં કે કોઇપણ જાહેર સભામાં પ્રવચન આવતી વખતે ધ્રુજી ઉઠતા હતા. આ ઉપરાંત તેણે ઇંગ્લેન્ડમાં પોતાના બાળ વિવાહ થયા છે તેની વાત છુપાવી હતી કારણકે ઇંગ્લેન્ડની પ્રથા મુજબ કોઈપણ વિદ્યાર્થી કાળની અંદર લગ્ન કરતું ન હતું ભણ્યા બાદ યોગ્ય ધંધે ચડ્યા બાદ ઇંગ્લેન્ડમાં લોકો વિવાહ કરતા હતા પરંતુ ભારતમાં તેના વિરુદ્ધ પ્રથા હતી.

6) આ ઉપરાંત ગાંધીજી એવું પણ કહે છે કે બાળક ને ખબર પણ ન હોય કે વિવાહ શું છે શું ગણાય ગાંધીજીએ જ્યારે બાળ વિવાહ કર્યા ત્યારે તેના મગજમાં એક જ વિચાર આવતો હતો કે એક નવા મિત્ર નો આપણા પરિવાર ની અંદર સમાવેશ થઇ રહ્યો છે એ સમયે તેને વિવાહ નો યોગ્ય અર્થ પણ ન ખબર હોય ત્યારે તેને બાળવિવાહ કરાવી દેવામાં આવતા પરંતુ એ સમયે તે વડીલો નો ખુબ જ આદર કરતા હતા એટલે પરિવારના વડીલો જેમ કહે તેમ કરવું પડતું હતું અને ઍ સમયે વિરોધ પણ ન કરી શકતા કારણ કે વિવાહ નો અર્થ ખબર ન હતી.


શિક્ષણ ના વિચારો

1)ગાંધીજી માનતા હતા કે, આપણે સૌએ પોતાની માતૃભાષા પ્રથમ શીખવી જોઈએ. ત્યારબાદ રાષ્ટ્ર ભાષા શીખવી જોઈએ અને ત્યારબાદ અંગ્રેજી શીખવી જોઈએ આવી રીતે ક્રમ મુજબ ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. બાપુ માનતા હતા કે જો બાળકોને બાળપણથી જ અંગ્રેજી શીખવામાં આવે તો તેઓ દેશના ધાર્મિક અને સામાજિક માળખુ ક્યારે જાણી શકશે નહીં અને તેનાથી વંચિત રહેશે.

2) ગાંધીજી ઈંગ્લેન્ડમાં ઘણા બધા ધર્મના પુસ્તકો વાંચ્યા જેમાંથી તેને બાઈબલ વાંચ્યુ તેમાં લખવામાં આવ્યો છે કે કોઈપણ એક ગાલે તમાચો મારે ત્યારે બીજો ગાલ આગળ ધરવો જોઇએ.

3) તેઓને નવી નવી ભાષા શીખવાનો પણ શોખ હતો તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ તો લોકોની સાથે વધુમાં વધુ સંપર્ક થઈ શકે તેનો હતો યરવડા જેલ ની અંદર તેમને ઉર્દુ ભાષા શીખી દક્ષિણ આફ્રિકા જેલની અંદર તેમને તમિલ નો અભ્યાસ કર્યો અને તેઓ કહે છે કે મુસલમાનો અને તમિલ લોકો સાથે તેમને ક્યારેય અજાણ્યું નથી લાગ્યું અને તેમની પાસેથી તેમને હંમેશા પ્રેમના ઘૂંટ પીધા છે.

4) તેઓ શિક્ષણ અંગે કહેતા હતા કે જે કામ શિક્ષકો ન કરી શકે તે બાળકો પાસે ન કરાવવા અને બાળકોને ઘરકામ શીખવવા જરૂરી છે ગાંધીજી ટોલ્સ્ટોય આશ્રમમાં નીતિના પુસ્તકોનું જ્ઞાન આપતા હતા જ્યારે આજના સમયમાં આપણે જોઈએ તો નીતિ નો જ્ઞાન એ શાળાઓની અંદર આપવામાં આવતું નથી જેના કારણે પ્રમાણિકતા નો અભાવ જોવા મળે છે સત્યનો અભાવ જોવા મળે છે અને ભ્રષ્ટાચાર ખૂબ જ વધુ પડતો જોવા મળી રહ્યો છે.

5)બાપુએ અનુભવ કર્યો કે વિદ્યાર્થીઓને માત્ર પુસ્તક નો જ્ઞાન આપવાથી કામ ચાલી શકે તેમ નથી એટલા માટે વિદ્યાર્થીઓને શારીરિક બુદ્ધિ અને આત્માને કસરત પણ જરૂરી છે.

વિશ્વ પ્રેમ ના વિચારો

1) ગાંધીજીને તમામ ધર્મના લોકો પ્રત્યે પ્રેમ તો એનું કારણ એ છે કે તે તમામ ધર્મના લોકો સાથે રહ્યા હતા અને તેના પિતાએ સરકારી નોકરી કરતા હોવાથી તમામ ધર્મના લોકો સાથે રહેવાનું થતું હતું આ ઉપરાંત ગાંધીજી પોતાના યુવા કાળથી રોજ જૅ ખર્ચા કર્યા હોય તેનો હિસાબ રાખતા હતા અને બની શકે તેટલો ખર્ચ બચાવવાનો પ્રયાસ કરતા હતા.

2) ગાંધીજી એ વિશ્વના તમામ લોકો દેશ, ધર્મ,જાતિ સાથે પ્રેમ કરવાનું કહેતા એટલે કે ગાંધીજી વિશ્વ પ્રેમની વાત કરતાં તેના પાછળનું મૂળ કારણ એ હતું કે ગાંધીજીએ ઈંગ્લેન્ડમાં શિક્ષણ મેળવી સાઉથ આફ્રિકા ની અંદર નોકરી કરી આમ તે દુનિયાના અનેક દેશો સાથે સંકળાયેલા હતા આથી અને દેશના લોકો સાથે રહ્યા હોવાથી વિશ્વ પ્રેમની ધારણા લોકોની અંદર ઉત્પન્ન કરી શક્યા હતા અને એમ તેના વિચારો એ વિશ્વ પ્રેમના હતા.


અપમાન

1) ગાંધીજીને પ્રથમ કેસ પોતાના ભાઈ અપાવ્યો હતો. અને તેમાં પણ તે બોલી શક્યા ન હતા તેમજ ભાઈની ભલામણથી તેઓ કોઇ અમલદાર ને પોતાના ભાઈ પર ચાલતા આરોપોના બચાવ માટે કેવા ગયા અને ત્યાં તેને ખૂબ જ અપમાન સહન કર્યું હતું તે પછી તેણે નિર્ણય લીધો હતો કે કોઈના વતી હવે આપણે આ કાર્ય કરવું નહીં અને સત્યનો સાથ આપવો. આ પરથી આપણે કહિ શકીએ છીએ કે ગાંધીજીએ પોતાના સગા ભાઈ કે જે ખોટો હતો તેનો પણ સાથ ન આપ્યો આથી અમે આપણે સત્ય સાથે ઊભો રહેવું જોઈએ.

2) ગાંધીજી સાથે અનેકવાર અન્યાયનો સામનો થયો અને ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો અનેકવાર તેને અપમાન પણ સહન કરવું પડ્યું હતું આ અપમાન માં ગાંધીજીને અંગ્રેજોથી અનેકવાર માર પણ સહન કરવો પડ્યો છે ત્યાંની સ્થાનિક પ્રજા પાસેથી પણ માર સહન કરવો પડ્યો છે દક્ષિણ આફ્રિકામાં ભારતીયોને માત્ર ત્રીજા વર્ગમાં બેસવા દેવામાં આવતા હતા ગાંધીજી આનો વિરોધ કર્યો ત્યારે અંગ્રેજોએ તેમને માર માર્યો હતો.
આ ઉપરાંત ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં શું પરિસ્થિતિ છે તેના વિશે સમાચાર લગતા જ્યારે બાપુ ભારત ગયા અને પરત દક્ષિણ આફ્રિકા આવી રહ્યા હતા ત્યારે ત્યાના સ્થાનિકો એ બાપુ પર પથ્થર ઈંડા લાત અને હાથથી માર માર્યો હતો આવા અનેક અનુભવો પરથી ગાંધીજીએ નિશ્ચય કર્યો કે પોતાના હક્કો માટે લડવું અને જો લડી ન શકો તો અપમાન સહન કરવું અને આ તમામ વસ્તુ ન થાય તો પાછુ ભારત આવી જવું આ તમામ આપવાનો એ રંગભેદના કારણે થયા હતા તેથી ગાંધીજીએ નિશ્ચય કર્યો હતો કે રંગભેદને ખતમ કરવો જરૂરી છે.

દક્ષિણ આફ્રિકાના અનુભવો


1) ગાંધી વિલાયતથી પરત ફર્યા અને દક્ષિણ આફ્રિકામાં નોકરી કરવા માટે ગયા હતા ત્યાં જઈને તેને જોયું કે મુસ્લિમો ને અરબી કહેવાતું આ ઉપરાંત હિન્દુ પારસી દક્ષિણ ભારતમાંથી તમે વર્ગ આ તમામ હીનદીઓ દક્ષિણ આફ્રિકામાં વસવાટ કરતા હતા અને તેઓ વેપારી હતા વેપારના ઉદ્દેશ્યથી દક્ષિણ આફ્રિકામાં રહી રહ્યા હતા પરંતુ ત્યાંના અંગ્રેજો દ્વારા હિંદીઓને કુલી કહેવામાં આવતા કુલી નો અર્થ મજૂર તરીકે ગણવામાં આવતો.

2) પ્રિટોરિયા મા ગાંધીજી ગયા કે જ્યાં રંગભેદ ખૂબ જ હતો જેના કારણે કોઈ પણ હોટલમાં કાળા વ્યક્તિઓને રહેવાની જગ્યા પણ આપવામાં ન આવતી ત્યારે એક અંગ્રેજ વ્યક્તિએ ગાંધીજીને મદદ કરી અને પોતાના ઘરની અંદર રહેવા દીધા હતા આથી એ પણ સાબિત થાય છે. કે તમામ અંગ્રેજો ખરાબ ન હતા અમુક લોકો સમજદાર અને લોકોની લાગણી ને સમજનાર પણ હતા.

3) તેઓ દક્ષિણ આફ્રિકામાં મુસ્લિમ,ખ્રિસ્તી,હિન્દુ એમ તમામ ધર્મના લોકો સાથે રહ્યા અને તમામ ધર્મ અને જાણવાનો તેને લાભ પ્રાપ્ત થયો જેનાથી તેને તમામ ધર્મના પુસ્તકો વાંચ્યા અને પોતાના ધર્મને પણ જાણ્યું. ગાંધીજીને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા માટે ઇંગ્લેન્ડ વાસીઓએ અનેક પુસ્તકો વાંચવાનું કહ્યું અને અનેક અનુભવો કરાવ્યા છતાં પણ ગાંધીજીએ પોતાના ધર્મ પ્રત્યે ગર્વ કર્યું અને પોતાના ધર્મની અંદર છે તે દૂર કરીને પોતાના ધર્મને સર્વશ્રેષ્ઠ માનવો તેવું સ્વીકાર્યું આથી કહી શકાય છે કે ક્યારે પણ પોતાનો ધર્મ છોડવો નહીં પોતાના ધર્મની અંદર જો કોઈપણ ખામી હોય તો જ ખામી દૂર કરવા માટેની પહેલ કરવી પરંતુ પોતાના ધર્મની સર્વશ્રેષ્ઠ બાબતોને લઈને રહેવું

4) ગાંધીજી ની પહેલી લડાઈ દક્ષિણ આફ્રિકામાં વેપારી કે જે હીનદીઓ હતા તેના મતાધિકાર ને અટકાવી દેવામાં આવ્યો હતો તેના વિરુદ્ધ તમામ વેપારી સંઘને એકત્ર કર્યા અને આ ગાંધીજીની પ્રથમ લડાઈ ગણવામાં આવી.

5) આ લડાઈથી યોગ્ય નિર્ણય આવવાથી ગાંધીજી ને લોકસેવાની અંદર રસ પડ્યો. તેઓ કહેતા કે જેની જેવી ભાવના તેવી જ તેનાથી લોકસેવા થાય અને આ ઉપરાંત તે કહેતા કે તમે જે વાંચો છો તે વાંચો પરંતુ તેનો અમલ કરતા પણ શીખો.

6) દક્ષિણ આફ્રિકામાં જ ગાંધીજી અનુભવ કર્યો હતો કે કાળા અને ધોળા નો રંગભેદ ખૂબ જ છે આ ઉપરાંત ભારતના હિંદીઓને ત્યાં અલગ જગ્યા આપવામાં આવી હતી તે જગ્યા ની અંદર કોઈપણ યોગ્ય સ્વચ્છતા ની સુવિધા ન હતી આ એક પ્રકારની આસપાસ થતા જ કહી શકાય આ હીનદીઓ વેપારી હતા અને પોતાને ઊંચી જાતના માનતા હતા પરંતુ તે દક્ષિણ આફ્રિકામાં જઈને નીચી જાતના થઈ ગયા એવી જ રીતે ભારતમાં જો તે રહેતો તે ઊંચી જાતના ગણાય અને દલિતો અને તેઓ નીચી જાતના ગણતા હતા આનાથી એવું કહી શકાય કે તમામ લોકોનો એક વખત દિવસ આવે છે આ તમામ લોકોના ભાગમાં દુખ લખાયેલા હોય છે અને દુઃખ આ પરિસ્થિતિ જયારે વિકટ આવે છે ત્યારે જ મનુષ્ય સાચા-ખોટાનો ફરક મેળવી શકે છે અને સત્યને જાણી શકે છે આ વેપારીઓ જાણી ચૂક્યા હતા કે હું જ નીચે કાળા ધોળા કાંઈ નથી આપણે સૌ એક મનુષ્ય જ છીએ શા માટે કારણ કે તેને અનુભવ થયો કે ભારતમાં રહેતા દલિતો સાથે આપણે અન્યાય કરી રહ્યા છીએ અને તેના ઉપર શું દુઃખ પડે છે તેનો અનુભવ દક્ષિણ આફ્રિકામાં વેપારીઓએ પ્રત્યક્ષ કર્યો.

7) દક્ષિણ આફ્રિકા અને ભારત નો સંબંધ એ ખૂબ જ જૂનો છે સમય આવે ભારતે આફ્રિકાને મદદ કરી છે અને આફ્રિકાએ ભારતને મદદ કરી છે ૧૮૯૭ અને ૧૮૯૯માં જ્યારે ભારતમાં દુકાળ પડ્યો ત્યારે દક્ષિણ આફ્રિકામાંથી ભારત મદદ પહોંચાડવામાં આવી હતી

8) ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાંથી ઘણી બધી સોના ચાંદી અને હિરા ની ભેટ મળી હતી તેને પોતાના પત્ની અને બાળકો સાથે ચર્ચા કરીને આ ભેટ સ્વીકારી નહિ ના પેટનો એક ટ્રસ્ટ બનાવ્યું અને આ તમામ ભેટો દાન આપી અને તેના તમામ નાણાનો ઉપયોગ એ જાહેર સેવા કરવામાં આવે તેવી તેને ભલામણ કરી.

ભારત મા વિચારો

1) તેઓ જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા અને કલકત્તા પહોંચ્યા ત્યારે તેઓ ગોખલેને મળ્યા ત્યાં આવીને તેને જોયું કે મહાસભાનું આયોજન કરવાનું હતું આ મહાસભાએ ત્રણ દિવસની હતી પરંતુ ત્યાં ખૂબ જ ગંદકી હતી જ્યાં મળે ત્યાં કર્યો હતો જેનાથી મરઘી અને બ્લેક ફેલાવાની શક્યતા હતી અને ત્યાં પણ દલિતો થી અભરાઈ ન જાય એટલા માટે દલિતો માટે અલગ રસોડું બનાવવામાં આવ્યું હતું ત્યાં સ્વયંસેવકોને જે કામ સોંપવામાં આવતું હતું તેઓ તે જ કામ તેના નીચેના લોકો ને સોંપી દેતા આમ કોઈ પણ કામ સ્વયંસેવક સ્વયં કરવા માટે તૈયાર ન હતો એક વ્યક્તિ પોતાનું કામ બીજાને છે બીજો ત્રીજા ને શોભે આમ સમગ્ર વ્યવસ્થા ચાલતી હતી જે જોઈને ગાંધીજીને ખૂબ જ આશ્ચર્ય થયું
આ તમામ બાબતથી ગાંધીજી કહેતા કે તમામ કાર્ય સ્વયંને શીખડાવો જેમકે રસોઈ બનાવી કપડા ધોવા આ તમામ કામ જો તમે શીખેલું હશે તો જીવનમાં ગમે ત્યારે કામ આવશે તેમજ તેઓ કહેતા હતા કે જેટલો સમય આપણે ખાવામાં આપીએ છીએ તેટલો જ સમય વ્યાયામ માં પણ આપવો જોઈએ.

2) ત્યારબાદ તેઓ સમય કાઢીને કલકત્તામાં કાળી મંદિરના દર્શન કરવા ગયા તે સમયે કાળી મંદિર નું દ્રશ્ય હતું તે જોઈને ગાંધીજીના રુવાડા ઉભા થઇ ગયા હતા તેને જોયું કે ત્યાં બકરા નો વધ થઈ રહ્યો હતો અને લોહીની નદીઓ વહી રહી હતી તેને નીચે પણ કર્યો કે આવધ ને બંધ કરાવો એ જરૂરી છે જેના પરથી આપણે એમ કહી શકીએ કે સંવિધાન ની અંદર પશુવધ ઉપર અને કાયદાઓ રચવામાં આવ્યા છે.

3) ગાંધીજી જ્યારે રેલવેમાં મુસાફરી કરતા હતા ત્યારે તેઓ હંમેશા ત્રીજા વર્ગમાં બેસવાનું પસંદ કરતા અને ભારતીય રેલ માં ત્રીજો વર્ગ ની અંદર જ્યાં ત્યાં ત્યાં ગંદકી અને લોકો ખરાબ વર્તન કરતા જોવા મળતા હતા આ અંગે ગાંધી જી એવું માનતા હતા કે જ્યાં સુધી સમજદાર અને વ્યવસ્થિત વ્યક્તિ ત્રીજા વર્ગમાં મુસાફરી નહીં કરે ત્યાં સુધી ત્રીજા વર્ગમાં ખરાબ જ લોકો આવતા રહેશે અને તેના ખરાબ વર્તન ને ક્યારેય સુધારી શકાશે નહીં.

4) ગાંધીજીને એક મિત્રે વીમો લેવાનું કહ્યું હતું ભીમા અંગે ગાંધી પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવે છે કે વીમો એ આપણા પુત્ર ને પરાધીન બનાવે છે વીમો લેવાથી આપણા પુત્રો ક્યારેય સ્વાવલંબી થઈ શકતા નથી જેનો અર્થ એમ થાય છે કે ગાંધીના મૃત્યુ બાદ જો વીમો હોય અને તેના પુત્રોને વીમાની રકમ મળી જાય તો તેના પુત્રો સ્વયં કામ કરશે નહીં અને તે વીમાની રકમ ઉપર નિર્ભર રહેશે.

5) તેઓ મીઠી મીઠી વાતોથી આકર્ષાઈ જતા હતા જેમ કે એના મિત્રોએ વિમાન લેવાનું કહ્યું એક હતી અને પોતે પૈસા આપી દીધા જેવા અનેક બાબતોથી તેઓ આકર્ષક જતા હતા.

6) ગાંધીજી જ્યારે કાશી ગયા ત્યારે તેમને પૂજા કરવામાં આવી અને ગંગાસ્નાન કરીને તેઓ બહાર નીકળ્યા ત્યારે બ્રાહ્મણે તેને જનોઈ પહેરવા માટે આગ્રહ કર્યો પરંતુ બાપુએ ના પાડતા કહ્યું કે જો સૂરજ ન પહેરી શકે તો હું પણ પહેરી શકો નહીં અને જો શુદ્ર શિખા ન રાખી શકે તો હું પણ શિખા રાખી શકો નહિં આ રીતે બાપુએ જે વર્ગ સાથે અન્ય થતો હતો તેને દૂર કરવાના પણ પ્રયત્નો કર્યા હતા બાપુએ શિખા વિશે વિચાર કર્યો ન હતો કારણ કે શીકા રાખવાથી તેને શરમ આવતી હતી
બાપુએ એ પણ જોયું કે ગંગા નદીમાં સ્નાન કર મામા આવે છે અને ગંગા નદી એ લોકો પવિત્ર માને છે આસ્થાનું પ્રતિક માને છે પરંતુ તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે આસ્થાના નામે ગંદકી ફેલાવી એ યોગ્ય નથી.

7) બાપુએ અમદાવાદમાં પોતાનું આશ્રમ સ્થાપવાનો નિર્ણય એટલા માટે કર્યો હતો કારણકે ત્યાં વણાટ કામ કરી શકાય અને ત્યાં જ આશ્રમનું કામ આગળ ચલાવી શકાય તેમ આશ્રમને નાણાંની જરૂર પણ પડે તો અમદાવાદમાં રહેતા ધણી લોકો પાસેથી લઈ શકાય એટલા માટે ગાંધીબાપુએ અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમ ની સ્થાપના કરી અને તેના માટે એક અન્ય માવલી બનાવી નિયમાવલી માં અત્યંત એટલે કે પછાત પરિવારનો રહેવા દેવાનો પણ સમાવેશ થતો હતો જેને લઇને બાપુની અનેક વાર ભેગા થઈ અને બાપુના આશ્રમ ને જે સહાય મળતી હતી તે આપવાનો બંધ કરવામાં આવ્યું પરંતુ બાપુએ દર્દ થઇ ને કહી દીધું કેજો આશ્રમ માટે કોઈ સહાય નહીં કરે તો આપણે જાતે જ કામ કરીને આશ્રમને ચલાવીશું.

8) ગાંધીજીને ચંપારણમાં પ્રવેશતા પહેલા અટકાવવાના અનેક પ્રયાસો થયા આનંદો જો લગાવીને તેને આગલી રાતે જ તમામ જવાબદારી અને વ્યવસ્થા અન્યને સોંપી દીધી તેમજ બાપુના જેલમાં ગયા બાદ તેના સમર્થકોએ શું કરવું જોઈએ તેનું પણ સ્ટાર દ્વારા લખાણ લખી દેવામાં આવ્યું બાપુએ બિહારમાં ચંપારણ સત્યાગ્રહ સમયે આસપાસના ગામડાઓની સ્થિતિ નો નિરીક્ષણ કર્યું બાપુએ જોયું કે અનેક લોકો અશિક્ષિત છે સ્વાસ્થ્ય ની સુવિધા ખૂબ જ નીચી કક્ષાની છે અને ગંદકી ખૂબ જ વધી ચૂકી છે.

9) બાપુએ ટોલ્સ્ટોય તેમજ ફિનિક્સ આ બંને આફ્રિકાના શહેરોમાં પણ આશ્રમની સ્થાપના કરી હતી જે સમયે પણ બાપુએ સ્વચ્છતા માટે દવાખાનાઓ પાયખાના ઓ અને શિક્ષણ મેળવી શકે એ માટેની વ્યવસ્થા કરી હતી તેજ મુજબ ભારતમાં બાપુએ ચંપારણ સત્યાગ્રહમાં બાળકોને શિક્ષણ મેળવી શકે એ માટેની વ્યવસ્થા કરી અને સ્ત્રી શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું કુવા તેમજ જાહેર સ્થળો પર જે કચરો હતો તેને સ્વચ્છ બનાવી અનેક લોકોના જીવન બદલવાના પ્રયાસો પણ બાપુ દ્વારા કરવામાં આવ્યા બાપુ ચંપારણ સત્યાગ્રહ વખતે ગામમાં ફર્યા લોકોના દુઃખો જાણ્યા અને તેનો નિવારો લાવવાના પ્રયાસો કર્યા.

10) બાપુ આશ્રમ દ્વારા એ સૂચવવા માગતા હતા કે પોતે પોતાનું કરવું આશ્રમ માં તેના અનેક સેવકો વણાટકામ કરતા અને તેના દ્વારા નાના મેળવતા અને પોતે જ પોતાનું કાર્ય કરતા અને તેના દ્વારા જ પોતાનું અને આશ્રમનું ગુજરાન ચલાવતા હતા આશ્રમની એક નિયમાવલી તૈયાર હતી જે નિયમોનું પાલન કરવું જરૂરી હતું તેમ જ બાપુએ ખૂબ જ સાદું જીવન જીવતા હતા અને તેમના સેવકો પણ સાદું જીવન જીવતા હતા.

અન્ય વિચારો

1) આ ઉપરાંત સત્યના પ્રયોગ લખ્યું છે કે કોઈ પણ કાયદો બહાર પાડવામાં આવે કોઈ પણ કરાર કરવામાં આવે એનો વિરોધ ઘણી વખત થતો હોય છે આ વિરોધનું કારણ એ હોય છે કે તેની અંદર અમુક પ્રાવધાન યોગ્ય હોતા નથી.અમુક પક્ષની વિરુદ્ધમાં હોય છે. અને ક્યારેક કરાર ની અંદર જે શબ્દો લખવામાં આવ્યા હોય છે એ શબ્દના બે અર્થ થતા હોય છે તો આ કાયદો બનાવતી વખતે તેના તમામ અર્થ અને સમજાવવા જેથી કોઈ વિવાદ અને વિરોધ ન થાય. તેમજ જો કોઈ પ્રાવધાન માં વિરોધ થવાની સંભાવના અગાઉથી જણાતી હોય તો એ પ્રાવધાનનું સોલ્યુશન તેજ કરાર ની અંદર લખવુ.

2) તેને ઇંગ્લેન્ડમાં વકીલાતનું ભણતર ભણવા જવું હતું પરંતુ નાતમાં થી તેનો વિરોધ કરવામાં આવ્યો અને નાત ની વિરુદ્ધ જઈને તેઓ ઇંગ્લેન્ડ ગયા જેનાથી તેને અને તેના ભાઈને નાતની બહાર કાઢવામાં આવ્યા હતા. આ પરથી આપણે શીખ મેળવી શકીએ છીએ કે લોકો શું કહે છે કે નથી જવાનું આપણે પોતાના મનમાં પોતાના સપના જે ધાર્યુ હોય તે પૂર્ણ કરવા જોઈએ ગાંધીજીએ સફળતા મેળવીને આ તમામ લોકોના મોંઢા પર તમાચો માર્યો હતો.

3) તેઓ કહેતા હતા કે વકીલોનું કર્તવ્ય એ બંને પક્ષકારોની વચ્ચે પડેલ તિરાડને સાંધવાનું કામ કરે છે ન કે તે તિરાડને વધારવાનું આ ઉપરાંત ગાંધી એ હંમેશા જે વ્યક્તિ સત્ય હોય તેના જ કેસ લડવા માટે ની છાપ ધરાવતા હતા અને તેઓ માત્ર સત્ય વ્યક્તિના કેસ લડતા હતા. હિન્દ સ્વરાજ પુસ્તકમાં તેને જણાવ્યું છે કે વકીલ પોતાના બુદ્ધિનો ઉપયોગ એ ગુનો છુપાવવા માટે કરે છે જે સત્યની વિરુદ્ધ છે.

4) તેઓ સ્વસ્થ પણ માનતા હતા કે ડૉક્ટરની જરૂર એ છે જ નહીં તેનું કારણ જણાવતા બાપુ કહે છે કે જો આપણે ડોકટર પાસે જઈએ અને તેના પાસેથી દવા લઈને આપણને સારું થઈ જતું હોય તો આપણે બીજી વાર આપણા શરીરનું ધ્યાન નહીં રાખીએ અને એવું મનમાં ધારી લેશું કેજો બીમાર પડી શું તો ડોક્ટર તો છે જ ને એટલે આપણે શરીરનું ધ્યાન રાખી શકશે નહીં તેઓ માનતા હતા કે તમામ રોગો નું નિવારણ આયુર્વેદિક એટલે કે ઘરગથ્થુ ઉપાયોથી કરવું જોઈએ આ બાબત તેઓ હિન્દુ સ્વરાજ નામના પુસ્તકમાં પણ જણાવી ચૂક્યા છે.

5) પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ગાંધીજીએ અંગ્રેજોને મદદ કરી તે સમયે તેઓ અંગ્રેજોને પ્રજાના કલ્યાણ માટે કાર્ય કરે છે તેવું માનતા હતા અને તેના માટે અંગ્રેજો હતા ખરાબ નથી પરંતુ તેના અમુક અમલદારો ખરાબ હતા તેવું તેઓ એ સમય માનતા હતા આથી અનેક વખતે ગાંધીબાપુએ અંગ્રેજોને મદદ કરી છે.

6) બાપુ ના સ્વભાવ પરથી કહી શકાય કે જ્યારે પણ કોઈ પણ બાપુ થી ખરાબ કામ થઈ જતું કે તેને મનમાં થતું કે આ કાર્ય એ ખોટું છે. તો તે પોતાને જ સજા આપતા જેનો એક ખરાબ અસર પણ કહી શકાય કારણ કે બાપુ એ પ્રજાપ્રિય હોવાથી બાપુ જ્યારે ઉપવાસ ઉપર બેસે ત્યારે પ્રજાને બાપુ સામે જોવું પડતું તેમજ અંગ્રેજોને પણ બાપુ સામે જોવું પડતું હતું નહીંતર પ્રજા તરફથી વિદ્રો થવાની સંભાવના રહેતી હતી.

7) બાપુ કહેતા હતા કે બાળકોમાં મા બાપ ની આકૃતિ નો વારસો જેમ ઉતરે છે તેમ તેમના ગુણ અને દોષ નો વારસો પણ ઉતરે છે તેમાં આસપાસના વાતાવરણને કારણે અનેક પ્રકારના વધુ ઘટાડો થાય છે.

8) બાપુએ લોક સેવા ખાતર કસ્તુરબાને અનેક દુઃખો આપ્યા જેમકે અજાણ્યા વ્યક્તિની પણ સેવા કરાવતા ઘણા વર્ષો સુધી કસ્તુરબાને પોતાનાથી અલગ રાખ્યાં ખાના સાફ કરાવતા કસ્તુરબાના ઘરેણાઓ પણ વેચી નાખ્યા હતા આ ઉપરાંત તેમને તેમના પુત્રોને પણ અનેક દુઃખો આપ્યા હતા જેમ કે તેમના મોટા પુત્ર હરિલાલ એવું સ્પષ્ટપણે માનતા હતા કે બાપુએ તેમને અક્ષરજ્ઞાન થી વંચીત રાખ્યા છે જ્યારે બાપુ એમ કહેતા હતા કે લોક સેવા ખાતર મેં મારા પુત્રને અક્ષરજ્ઞાન થી વંચીત રાખ્યો છે એટલા માટે મને કોઈ પસ્તાવો થતો નથી આ ઉપરાંત બાપુએ કસ્તુરબા પોતાના પુત્રો અને પોતાના પર પણ માટીના અને પાણીના પ્રયોગ દ્વારા બીમારીઓ મટાડવા ની કોશિશ કરતા હતા. બાપુ મા સારી ન હતા તેમને જોઇને તેમના પત્ની અને પુત્રો પણ બીમારીના સમયે ડોક્ટર દ્વારા માર ખાવાનો કહેવામાં આવતું છતાં પણ તેઓ એમ કહેતા કે ભલે મૃત્યુ આવવું હોય તો આવે પરંતુ અમે માંસ ખાઈ શું નહીં.

9) બાપુએ બ્રહ્મચર્યવ્રત પાડવાનો એણે કર્યો જે મુજબ
a) પત્ની સાથે એકલતામાં રહેવું નહીં અને તેની બાજુમાં સુવું નહીં પર શું નહીં.
b) ખાવાની અંદર મીઠા અને કઠોળ જેવા સ્વાદનો ત્યાગ કર્યો તેના સ્થાને કેળા ખજૂર લીંબુ દેવા ખોરાક લેવાનો નિર્ણય કર્યો તેમજ તેમને ગાય ભેંસના દૂધનો પણ ત્યાં કર્યો અને બકરીના દૂધ પીવાનો નિર્ણય લીધો અને બ્રહ્મચર્યના વ્રત ની અંદર લોકોની સેવા કરવાનો પણ નિર્ણય લીધો.

10) તેઓએ પોતાના જીવનકાળ ની અંદર રાજાશાહી શાસન જોયું હતું અને આ શાસન અંતર્ગત તેણે અનેક અપમાન પણ સહન કર્યા હતા જેટલો પાવર રાજાને ન હોય તેનાથી વધુ પાવર રાજાના સંબંધીઓને હતો ગાંધીજીને એ વાતનો ડર હતો કે ક્યાંક રાજાશાહી શાસનને કારણે લોકોની સંપૂર્ણ સ્વતંત્રતા છીનવી ન જાય આ પરથી આપણે કહી શકીએ છીએ કે ભારતીય સંવિધાનમાં તમામ વ્યક્તિને સ્વતંત્રતા આપવામાં આવી છે અને ભારત દેશને લોકતંત્ર બનાવવામાં આવ્યો છે તે આઝાદીની લડતના અનુભવો પરથી નિર્ણય લેવામાં આવ્યો હશે .


આ ઉપરાંત બાપુએ સવિનય ભંગ કર્યો,મીઠાનો કાયદાનો ભંગ કર્યો સમગ્ર દેશમાં ભ્રમણ કર્યું તેમજ અનેક લોકોને મળ્યા તેમાંથી શીખ્યા અને હંમેશા સત્યને વળગી રહ્યા બાપુએ શ્રમિકો માટે પણ આંદોલન કર્યા અને લોકોની વચ્ચે મહાત્માની છાપ ઊભી કરી હતી. બાપુ માં અનેક ખામીઓ પણ હતી તેઓ ખૂબ જ ઢીલા હતા જેના કારણે પ્રજાને અનેક વખત દુઃખ ભોગવવા પડતા હતા. તેમણે અનેક ભૂલો પણ કરી હતી. પરંતુ સમજવાની જરૂર આપણે છે કે બાપુ ની અંદર જેટલી પણ સાચી અને આપણા જીવનની અંદર ઉતારવા જેટલી બાબતો જ આપણે ગ્રહણ કરવી જોઈએ તેને જે ખોટું કર્યું છે તે ભૂલ આપણાથી ન થાય તેવા પ્રયત્નો આપણે કરવા જોઈએ અને બાપુને એક ખરાબ નજરે ન જોઈને તેની સારી બાબતો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ અને ખરાબ બાબતો ને આપણે સ્વીકારવું જોઈએ નહીં અને બાપુના નામે કોઈ પણ વિવાદ ન થાય તે માટે તમારે સત્યના પ્રયોગો, સર્વોદય, ગ્રામ સ્વરાજ, હિન્દ સ્વરાજ આવા અનેક પુસ્તકો વાંચવા જોઈએ અને તેના વિચારોને ગ્રહણ કરવા જોઈએ .જે લોકો બાપુના નામ નો વિરોધ કરે છે તેમના કામના વિરોધ કરે છે ખરેખર તે લોકોએ જ તેના જીવન ચરિત્ર વાંચ્યા નથી. આપણે બધા જ પુસ્તકો વાંચીને વિચારવું જોઈએ કે બાપુએ તમામ ધર્મ, જાતિ જ્ઞાતિના લોકોને હંમેશા પ્રેમ કર્યો છે અને સત્યનો સાથ આપ્યો છે બાપુ એ વિશ્વ પ્રેમને મહત્ત્વ આપતા હતા. આથી આપણે એમ કહી શકીએ કે વિશ્વના તમામ જાતિઓ સાથે હોય શીખ હોય પારસીઓએ હિંદુ હોય તમે લોકો હોય કે અન્ય કેટલાય લોકો સાથે બાપુ રહ્યા હતા આથી તે તમામને સાથે લઈને ચાલવામાં પોતાનું દેશનું હિત માનતા હતા.

બાપુ નું મૃત્યુ થયું તેના વિશે દેશમાં ખૂબ જ ચર્ચાઓ ચાલતી હોય છે પરંતુ આપણે એવું માનવું જોઈએ કે બાપુને દેશ માટે જે કંઈ કાર્યો કરવાના હતા તે કરી લીધા હતા અને બાપુ નો સમય પૂર્ણ થઈ ચૂક્યો હતો જો બાપુ સંવિધાન ઘડાયો ત્યાં સુધી જીવિત હોત તો સંવિધાન નું માળખું કંઈક અલગ જ હોત. આથી સંવિધાન ની અંદર પણ ઘણી બધી ખામીઓ જણાત એવું મારા મત મુજબ કહી શકો છુ. બાપુ ભલે મૃત્યુ પામ્યા પરંતુ બાપુ ના વિચારો ઉપરથી હું એટલું તો કહી શકું કે બાપુને મૃત્યુના ઘાટ ઉતારનાર નથુરામ ગોડસેને પણ બાપુ પ્રેમથી ન જ આવકાર આપત. આપણે તેને મૃત્યુ ને કોઈ પણ વિવાદ બનાવ્યા વગર એવું માનવું જોઈએ કે બાપુ નો સમય પૂર્ણ થઈ ચૂક્યો હતો.

મિત્રો આ આર્ટીકલ ખૂબ જ લાંબો મેં લખ્યું છે પરંતુ તમે તમારા સમય અનુસાર વાંચી શકો છો અને અહીં કોઈ ભૂલ જણાય તો તમે કોમેન્ટ માં જણાવી શકો છો.


કેવિન કુમાર ચાંગાણી

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

તમારી સલાહ અને મંતવ્ય મને વ્યક્તિગત જણાવી શકો છો.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'કચ્છવાણી'

'સાધારણ વ્યક્તિની અસાધારણ સફર'                'શિયાળે સોરઠ ભલો, ને ઉનાળેગુજરાત,       ચોમાસે વાગડ ભલો, ને (આપણો)કચ્છડો બારે માસ.’ મિત્રો , આજે સીટ બેલ્ટ બાંધીને એકદમ તૈયાર થઈ જજો કારણ કે આપણે જવાનું છે એક સોરઠની સફરમાં ઍક એવી સફર કે જેની ધરતી પર ગુજરાતના રક્તરંજિત ઈતિહાસની સુગંધ આવે છે. તેમજ "પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી અહોભાગ્ય ભૂમિ, શૈલે, સરિતા,સમુદ્રની ઉજ્જવલ એવી આશાપુરા ભૂમિ, કલા ,સાહિત્ય ,સ્થાપત્ય અને સંસ્કૃતિ જેવા 4 માનવ સર્જક ધરાવનારી અષ્ટભૂજા આશાપુરી ભૂમિ એવા કચ્છની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ" આ સફર મેં રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજિત NSS નેશનલ ડે સેલીબ્રેશન સંદર્ભે પોતાની આવડત ને રજુ કરવા જઈ રહ્યા હતા અનેક સાધારણ અસાધારણ વ્યક્તિની છે. ખરેખર આ સફરમાં જે લાગણી ના તાંતણા ઓ બંધાણા છે એ જિંદગીભર તૂટે નહીં તેવા છે.આ સફરમાં અમે 25 વ્યક્તિઓ હતા જેમાંથી કેટલાક સુરત કેટલાક vapi કેટલા વલસાડના હતા. અમે ટ્રેનમાં જવાનું નક્કી કર્યું હતું અમે ટ્રેનમાં આટલી મોટી લાંબી મુસાફરી પહેલીવાર કરી રહ્યા હતા સૌપ્રથમ તો સુરત રેલવે સ્ટેશન ...

સંગાથે કોતરેલું નામ

  સહાયક: Kevinkumar changani          કોરોનાના કાળની શરૂઆત અને ધોરણ ૧૨ ની પરીક્ષાની સમાપ્તિ વચ્ચે રચાકચી નો ખેલ ચાલી રહ્યો હતો. હેમ ખેમ બધા જ વિદ્યાર્થીઓ એ પરીક્ષા પૂર્ણ કરી અને કોરોના વેકેશનની મજા માણતા હતા. મજા માણતા માણતા ક્યારે પરિણામ નો સમય આવી ગયો એ ખબર જ ના પડી પરીક્ષાનું પરિણામ જાહેર થતાની સાથે અમુક બાળકો માં ખુશી અને અમુક માં નિરાશા હતી એમાં હયાન અને હયાત પણ સામેલ હતા. હયાત અલગ શાળામાંથી અભ્યાસ કર્યો હતો અને હયાને પણ અલગ શાળા માં અભ્યાસ કર્યો હતો પરંતુ બંને ના પરિણામ સરખા આવ્યા હતા. તેમની બંને ને ખુશી હતી. હવે પરિવાર સાથે વાતચિત કરી અને કઈ કોલેજ માં અભ્યાસ કરવો તે વિચારી રહ્યા હતા. ટકાવારી બંને ની સારી હોવાના કારણે પ્રવેશ પણ સારી કોલેજ માં મળે એમ હતો એટલે બંને ના પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે સુરત ની સારામાં સારી કોલેજ માં પ્રવેશ લઇ અને અભ્યાસ કરવો અને પરિવાર ની સહમતી થી આગળ ના દિવસે બંને એ પ્રવેશ લેવા જવા માટે નક્કી કર્યું.   સવારનો સુંદર સમય હતો અને ઘડિયાળના કાંટા ફરી રહ્યા હતા ટીક ટીક ટીક ટીક........................

'જીવતી લાશ'

                                 'જીવતી લાશ' વિદ્યાર્થી સંઘની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હતા. ક્યાં ડરનો માહોલ હતો તો ક્યાં ખુશીનો માહોલ હતો. બધા જ પોતપોતાની યોજના બનાવવામાં મશગુલ હતા. હું આ સમયે મારા કોલેજના પ્રથમ વર્ષમાં હતો આથી મને આ સંદર્ભે વધુ જ્ઞાન તો ન હતું. પરંતુ રાજનીતિમાં રસ હોવાના કારણે વધુ જાણવાની ઈચ્છા જરૂર હતી આથી કોણ કોણ ચૂંટણી લડી રહ્યું છે ને તે કેવા વ્યક્તિઓએ તેની તમામ માહિતીને ગમે તેમ કરીને કઢાવી પાછળથી મને જાણ થયું કે, છેલ્લા કેટલાય વર્ષોથી કોલેજમાં આ પ્રકારની કોઇ મોટી ચૂંટણી લડાઈ નથી. જે પક્ષ વિરુદ્ધ અમારા કેટલાક મિત્રો દ્વારા ચૂંટણી લડવામાં આવી હતી તેની હિંમત જોઈને મેં નક્કી કર્યું કે, મારે કયા પક્ષ તરફ જવું છે. એક પક્ષ ઍવો હતો કે જેને કોઈ વિચારધારા નથી કોલેજમાં શું કામ કરવા છે એનો કોઈ વિચાર જ ન હતો અને એક પક્ષ લેવો હતો કે જેને વ્યવસ્થિત રીતે ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું અને કાયદાકીય રીતે ચૂંટણી લડી રહ્યો હતો. આ સંદર્ભે ચૂંટણીના થોડા દિવસો પહેલા મે અમારા પક્ષના વિધાર્થી પ્રતિનિધિ(g...

Love:A thrilling experience

                                 પ્રેમ                                આપણે સોએ ધણી બધી લવ સ્ટોરી સાંભળી કે જોઇ છે. જેમાં જાત-જાત અને ભાત-ભાતની વાતો સાંભળી છે. પ્રેમ શીખવવાની કોઈ શાળા નથી અને પ્રેમ પ્રેકટીસથી ન થાય તે તો થઈ જાય છે. તે કરવામાં નથી આવતો તેની કોઈ રીત કે પદ્ધતિ નથી કે કોઈ ભાષા નથી તે એક વિચાર છે. એટલે કે પ્રેમ એટલે વિચાર જેમ લોકોના વિચાર જુદા-જુદા હોય છે તેમ પ્રેમ પણ જુદો-જુદો હોય છે વિધાથીને પોતાના પુસ્તકમાં પ્રેમ. પાઇલટને પોતાના વિમાનમા પ્રેમ. સરકારને પોતાની સતામાં પ્રેમ. સાધુ-સંતોને સત્સંગમાં પ્રેમ. ધરતીને આકાશ સાથે ને પર્વતને ઝરણાના  કુદરતી પ્રેમ જોવા મળે છે. એટલે તો કહેવાય છે, કે પ્રેમ એક સુગંધ છે. જે વ્યક્તિને વ્યક્તિમાંથી પ્રેમી બનાવે છે. પ્રેમમાં કયારેય પ્રોબ્લેમ હોતો જ નથી .તેમાં તો ફકત સોલ્યુસન હોય છે.                          ...

આજના પ્રેમિઓની હકિકત

                                આજના પ્રેમિઓની હકિકત                   બે અક્ષર નો શબ્દ ને કેટલુ બધુ કહિ જાય છે. આપણા ધાર્મીક ગ્રંથોમા જ પ્રેમની ગાથાઓ લખવામા આવિ છે.શરુઆત રાધા-કૃષ્ણ  પ્રેમથી થાય. ગોપીઓઍ  કૃષ્ણ સાથે કેવી રાસ લિલાઓ રચાવી હતિ. એટલે તો આજના સમય ના પ્રેમિઓ કહે છે કે જો કૃષ્ણએ ગોપિઓ સાથે રાસલિલા રચાવતા હોય તો પછી અમારો શું વાંક? ફરક ફક્ત એટલો જ પડયો છે કે ઍ સમયે  રાસલીલાઓ થતી હતી અને અત્યારે mordrn સમય કંઈક અલગ જ લિલાઓ થાય છે. જો ઍ સમયે કૃષ્ણ 1600 રાનીઓ રાખી શકે તો અત્યારના સમયમા ઍક છોકરાને  ઍક કે તેથી વધુ  girlfriend રાખવામા શું  પ્રોબ્લેમ? ખરેખર અત્યારના સમયની લિલાઓ  કંઈક અલગ જ છે. આટલા બધા ભણેલ-ગણેલ પ્રેમિઓ ખરાબ ગંદકી વાળી જગ્યા કે પોપડા મા બેસવા જાય છે બોલો. પણ બિચારા જાય તો જાય ક્યાં? ગાર્ડનમા જાય તો ત્યા પણ પોલીસ ના માણસો આવી જાય છે. અત્યારના સમયમા પ્રેમી ઓ friendship થી શરુઆત કરે છે. બે દિવસ પછી પ્રેમ ...

યુવાનો માટે

                                  યુવાનો માટે               આપણે બધા જ જાણીએ છીએ કે ભાગવતગીતાએ એક ઉદેશ છે.  એક વિચાર છે. જે લોકોને પ્રેરણા આપે છે. અને પ્રેરણા(motivation) ની લોકોને જરૂર કયારે પડે? જયારે લોકોને પોતાના લક્ષ્ય સિદ્ધ કરવા હોય, સંધષો સામે લડવું , કોઈ કાર્ય કેવી રીતે કરવું તેની સમજ ન હોય તેવા અનેક કારણો માટે જરૂર જણાય છે. પરતું સામાન્ય રીતે મને એ ખબર નથી પડતી કે હિંદુધર્મમાં મોટાભાગના લોકો શા માટે ભગવદગીતાનું પઠન કરતાં નથી. લોકોને motivation ની જરૂર કયારે પડે? યુવાનીમાં સાચું ને! કે પછી કોઈ 30-35 વર્ષની ઉમરે ધંધો ચાલુ કરવા માટે એટલે જેમ-જેમ ઉમર થાય તેમ-તેમ લોહી ઠંડુ પડતું જાય છે. અને motivationની જરૂર ઓછી થતી જાય છે। પરંતુ આપના હિન્દુ ધર્મમાં વૃદ્ગાવસ્થામાં વૃદ્ધો ભાગવત ગીતા વાંચે છે. હવે બોલો આખી જિંદગી પૂર્ણ થઈ ગયા બાદ motivation શા માટેનું? મે આનો જવાબ મેળવવા જે વૃદ્ધો ભગવતગીતા વાંચે છે. તેની સાથે વાત-ચિત કરી તો મે તેને પૂછ્યું કે તમને વાંચતા...

जब जब प्यार पे पहेरा हुआ तब प्यार ओर भी गहेरा हुआ

                      21 દિવસનો પ્રેમ                        or                                        લોકડાઉન મા પ્રેમીઓની વ્યથા                                   મિત્રો સિટબેલ્ટ બાંધીને બેસજો કારણ કે હું તમારિ સમક્ષ મુકવા જઈ રહયો છું કેટલાક રોચક પ્રેમ તત્વો.  આ લોકડાઉનમા પ્રેમીઓની હાલત એકદમ ખરાબ થય ગય છે. આ પ્રેમીઓ ને આ વાઇરસની અથાગ વ્યથા સહન કરવી પડી રહિ છે.પણ કહેવાયુ છે ને કે જેમ-જેમ તમે બે પ્રેમીઓ ને જુદા કરવાનો પ્રયાસ કરશો તેંમ-તેમ આ પ્રેમ વધારે મજબુત થશે.                      આ પરમ પ્રેમીઓ ને ઍક બીજાને મળવુ છે પણ મળવુ તો કઈ રિતે મળવુ શેરી બાર નિકલીયે તો મામા ઉભા હોય...

આતો મારો પ્રેમ હતો?

                    આ તો મારો પ્રેમ હતો? ખરેખર પ્રેમીઓનો પોતાના લક્ષ્ય નક્કી જ હોય છે. તેણે પોતાના ટાર્ગેટ સિવાય કઈ જ દેખાતું હોતું નથી. સવારે શાળા-કોલેજ જતી વખતે પોતાનો પ્રેમી કેટલા વાગે ઘરે થી નીકળ્યો છે? ક્યાં રહે છે ?એ બધી જ માહિતી એક પ્રેમી પાસે હોય છે. ચાલીને જાય તો ધીમે ધીમે તેની ચાલ ને જોવે તેની બેગ કેવા કલરની છે. તેના વાળ કેવી રીતે ઓળેલા છે. આવું નિરીક્ષણ જ્યાં સુધી શાળા-કોલેજ સુધી પહોંચી ન જાય ત્યાં સુધી કરે છે અને એમાંય વળી સાઇકલ કે ગાડી લઈને જાય તો બંને ધીમે ધીમે સાઇકલ ચલાવે એકબીજાથી આગળ જવાનો પ્રયત્ન કરે , હોર્ન વગાડે વળી ગાડી હોય તો કાચમાં જોવે છે મારી પ્રેમી ગાડી ચલાવતા કેવી લાગી રહી છે? શાળા કે કોલેજ પર પહોંચીને પ્રાર્થના થતી હોય છે. પણ આ તો પ્રેમી છે. આંખો બંધ કરે તો એનો જ ચહેરો સામે આવે ને આંખો ખુલે તો પણ તેને જ જોવા માટે. ક્લાસરૂમની અંદર ભણાવતી વખતે વિજ્ઞાનમાં ન્યુટન બનીને આવે તો ક્યારેક તે સંસ્કૃતના શ્લોકો ગાતી જોવા મળે છે. ક્યારેક તો મને એવું લાગે છે કે તે મારી સાથે આઝાદીની ચળવળમાં પણ ખભે થી ખભો મિલાવીને ચાલતી હતી, ક...

બાળપણની મજા

                                                 બાળપણની મજા                          એક વાક્ય છે, જે આપણે ધણી વાર બોલીએ છીયે કે હવે આપણે મોટા થઇ ગયા. પરંતુ આપણે ક્યારેય મોટા થતાં જ નથી એ બાળપણની યાદો હમેશા આપની સાથે જ રહે છે. એ યાદો ક્યારેય ભૂલાતી નથી. ચાલો આપણે પણ નાનપણની  કેટ્લીક એવિ જ વાતો લઈએ. જયારે પણ નાનપણ ના ધણા બધા  મિત્રો મળિયે ત્યારે આપણે ધણી બધી વાતો અને યાદો ને યાદ કરીને હસીએ છીયે. ત્યારે એવું લાગે છે કે એ સમય ફરી આવી પડયો છે . એવું આપના પરિવાર માં આપણે આપના મમ્મી-પપ્પા સાથે પણ કરીયે છીયે . આપણે જયારે નાના હોઈએ ત્યારે મમ્મી-પપ્પા સાથે સૂઈ જાય છીયે પછી મોટા થતાં જ આપણને એક અલગ ઓરડો(room) આપવામાં આવે છે.મને તો યાદ છે પેલા  school કે Tution માં જે કાઇ આખો દિવસ  માં બને છે તે હું સાંજે ઘરે  જઈને મારા મમ્મી-પપ્પા સાથે શેર કરતો હતો પણ નથી હવે તે સ્કૂલ રહી કે નથી તે...