26/1/2021 ની ધટનાનુ સમગ્ર વિશ્લેષણ
https://www.instagram.com/tv/CKgc1s1ByQt/?igshid=1ozs3aqfqkli8
ઉપર આપેલા વિડીયો સૌપ્રથમ જોવા ત્યારબાદ નીચેના તર્કને વાંચવાનો પ્રયત્ન કરો
ખેડૂતોના પક્ષમાં તર્ક1. જેમાં પહેલી ઘટના જે બની છે તેની અંદર ખેડૂતો છે એ પોલીસ ને બચાવી રહ્યા છે અન્ય ખેડૂતો થી કે જે પોલીસને માર મારી રહ્યા હતા.
2.જ્યારે ઉપરના વીડિયોમાં અન્ય ઘટના એવી બતાવવામાં આવી રહી છે કે રેલી ચાલુ હોય ને ત્યાથી એમ્બ્યુલન્સ પસાર થાય છે તો ખેડૂતો એમ્બ્યુલન્સને જવા માટેની જગ્યા આપે છે.
3.ઉપરના એક વિડિયો માં બતાવવામાં આવી રહ્યું છે કે ખેડૂતો દ્વારા પોલીસને પાણી આપવામાં આવી રહ્યું છે
4.આ ઉપરાંત ખેડૂતો દ્વારા લાલ કિલ્લા ની પાસે રાષ્ટ્રગાન પણ ગાવામાં આવી રહ્યું હતું.
5.ઉપરના જ એક વીડિયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે લાલ કિલ્લા ઉપર જે કંઈ ખેડૂતો દંગા કરવા માટે ચડ્યા હતા તેને નીચે ઉતારવામાં અન્ય ખેડૂતો દ્વારા જ પોલીસને મદદ કરવામાં આવી રહી છે.
5.ઉપરના જે ત્રણ ચાર પાંચ મુદ્દા છે તે એક પણ ન્યુઝ ચેનલ માં બતાવવામાં આવ્યા નથી
ખેડૂતોની વિરુદ્ધમાં તર્ક
1.નિહંગ શીખ જેના દ્વારા ખુલ્લી તલવારે પોલીસ પર હુમલો કરવામાં આવી રહ્યો છે
2.આ ઉપરાંત લાલ કિલ્લા ઉપર ખેડૂત સંગઠન નો ઝંડો ફરકાવવામાં આવ્યો એ પણ ખુબ જ શરમજનક ઘટના કહી શકાય છે.
3. ખેડૂતોને 9 root માંથી માત્ર ને માત્ર 3 root આપવામાં આવ્યા હતા પરંતુ ખેડૂતો દ્વારા કે અમુક અપવાદ રૂપ તત્વો દ્વારા આ રૂટ નું પાલન કરવામાં આવ્યું નહીં અને ખરાબ વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
4. આપણે જાણીએ છીએ કે બે લાખ અઢી લાખથી પણ વધુ ટ્રેક્ટરો દિલ્હીની બહાર જે બોડર છે ત્યાં જોવા મળી રહ્યા છે કેટલાક સમયથી ખેડૂતો દ્વારા ઘણી બધી પ્રેક્ટિસ પણ આ પરેડ માટે કરવામાં આવી હતી એવું પણ છેલ્લા કેટલાક સમયથી ત્યાં આપણે ન્યૂઝમાં જોઈ રહ્યા હતા પરંતુ જો આટલી મોટી સંખ્યામાં કોઈપણ પરેડ કાઢવામાં આવે તો તેની અંદર કોઈ પણ અપવાદરૂપ કે અસામાજિક તત્ત્વો ઘૂસી જવાની સંભાવના રહે છે એટલા માટે ખેડૂત નેતાઓને સમજી-વિચારીને અમુક સંખ્યામાં જ ખેડૂતોને પરેડ કરવાની પરવાનગી આપવી જોઈતી હતી. જ્યારે કોઈપણ આંદોલન આટલી મોટી સંખ્યા ની અંદર થતું હોય છે ત્યારે અમુક નેતાઓ દ્વારા તેને સમજાવવું મુશ્કેલ થતું હોય છે એટલા માટે આ આંદોલન ઉગ્ર થવાની સંભાવના રહેતી હોય છે એ બાબતને ધ્યાનમાં રાખીને અમુક સંખ્યાને જ દિલ્હી ની અંદર પ્રવેશ કરવા દેવો એવું ખેડૂત નેતા દ્વારા નક્કી કરવાની જરૂર હતી
5. આ આંદોલન ની અંદર તમામ ધન ગાયોના કેટલા કિસાનો પણ હતા બંગાળીઓને જોઈને કિસાનો ઉગ્ર થયા અને તેને પોલીસ ઉપર પ્રહારો કર્યા એ પણ એક ખરાબ બાબત છે.
6. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ કે જે હાલમાં આંદોલનમાંથી નીકળી ચૂકયું છે પરંતુ આ સંઘર્ષ સમિતિના વલણ એ બીજા સંગઠન કરતાં કંઈક અલગ જોવા મળ્યા છે અને સૌપ્રથમ બેરીકેડ તોડનાર આજ સમિતિ હોય એવું મનાઈ રહ્યું છે એની પાછળ કારણ એ આપવામાં આવે છે કે આ સંગઠનને 25 તારીખે રાત્રે જ નક્કી કરી નાખ્યું હતું કે જે રૂટ નક્કી કરવામાં આવ્યા છે ત્યાંથી નહીં પરંતુ બીજા રોડથી આપણે જઈશું
પોલીસનો લાઠીચાર્જ
1.ઉપરના વીડિયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે ખેડૂતોએ બેરીગ તોડવાની કોશિશ કરી તેની સામે પોલીસ લાઠીચાર્જ કરી રહી છે તેમ જ એક ટ્રેક્ટર કે જે આગળ વધી રહ્યું છે તેના ઉપર ખૂબ ઢોરમાર મારવામાં આવી રહ્યો છે
2.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે ખેડૂતોને રૂટ આપવામાં આવ્યા હતા તે રૂટ ઉપર પણ ખેડૂતોએ બેરીકેટ લગાવ્યા હતા જેના કારણે ખેડૂતો ઉગ્ર બન્યા હતા.
આંતરરાષ્ટ્રીય છબી
1.ઉપરના વીડિયોમા બતાવવામાં આવી રહ્યું છે કે અમેરિકાની અંદર રહિ રહેલા શિખ છે તેના દ્વારા ખાલિસ્તાન ના સપોર્ટ માટે એક વીડિયો બનાવવામાં આવી રહ્યો છે જેમાં તિરંગાને સળગાવવામાં આવી રહ્યો છે જે એક ખુબ જ શરમજનક બાબત છે આ ઉપરાંત 2.બીબીસી ન્યુઝ ના વિડીયો ની અંદર તમે જોઈ શકો છો કે સરકાર દ્વારા જે કાંઈ ભૂલો કરવામાં આવી છે તે વિશ્વના ન્યૂઝ પેપર ની અંદર બતાવવામાં આવી છે અને ખેડૂતો દ્વારા જે કંઈ મંતવ્ય આપવામાં આવ્યા છે તે મંતવ્યો વિશ્વના ન્યુઝ ચેનલોની અંદર છાપવામાં આવ્યા છે.
મિત્રો આ માત્ર મારા મંતવ્ય છે જો આમાં તમને કોઈ પણ ભૂલ જણાય કે વિરોધમાં તર્ક જણાય તો તમે કોમેન્ટ માં જણાવી શકો છો અને મારા વિચારોને બદલી શકો છો

મીડિયાની ભૂમિકા
1. અનેક ટીવી ચેનલ માં બતાવવામાં આવી રહ્યું છે કે પોલીસની ગોળી વાગવાથી ખેડૂત નું મૃત્યુ થયું પણ તેનું સચ્ચાઈ એ છે કે ટ્રેક્ટર પલટી જવાથી ખેડૂત મૃત્યુ થયું હતું .
2. અમુક ટીવી ચેનલો કે જે કોઈ એક પક્ષ માટે કામ કરી રહી હોય તેમ કોઈ એક સાઈડ ના જ ન્યુઝ બતાવી રહી છે ખેડૂતોના આંદોલનની અને આજે કાંઈ લાલ કિલ્લા ઉપર ઘટના બની અને સંપૂર્ણ રેલીની જે સારી બાબતો છે તે બતાવવામાં આવી નથી.
સરકાર ની ભૂલ
1. જ્યારે કોઈ પણ વ્યક્તિ એક વાર ભૂલ કરે તો તેમાંથી શીખ લઈને તે ભૂલ ફરી ન થાય એવો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ તેમાંથી સરકારે કોઈપણ પ્રકારની શીખ લીધી નથી હું એ કહેવા માગું છું કે જ્યારે caa bill બહાર પાડવામાં આવ્યું ત્યારે પણ દિલ્હી ની અંદર આ જ રીતે ઘટના બની હતી અને દંગા પણ થયા હતા અને એ જ પરિસ્થિતિ આ સમયે છે જ્યારે caa ના સમયે પણ સરકાર ઝૂકી નથી અને કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નહોતો એ જ રીતે ખેડૂતોના આંદોલનમાં પણ સરકાર દ્વારા કોઇ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી અને 60 દિવસ થઈ ગયા હોવા છતાં પણ સરકાર આ મામલા નું જલ્દી નિરાકરણ લાવી શકવા માટે સક્ષમ નથી એટલે સરકારની થોડી ભૂલો અહીં જણાઈ રહી છે
2. આ સિવાય બીજી ભૂલ સરકારે આવા કોઈ પણ વિવાદ સર્જાય તેવા બિલ બહાર પાડતાં પહેલાં દેશની અંદર તેનો ખૂબ પ્રચાર કરવો જોઈએ અથવા તો દેશના લોકોને જાગૃત પહેલેથી જ કરવા જોઈએ અને પહેલેથી જ સપોર્ટ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ એનું કારણ એ છે કે સરકાર પાસે પૂર્ણ બહુમત છે એટલે તે પસાર તો કરી જ દેશે બિલ પરંતુ પસાર થયા બાદ દંગા ન થાય એ માટેની સિચ્યુએશન ને નિવારણ લાવવા માટે સરકારે પહેલેથી જ તૈયાર રહેવું જોઈએ.
મારા મત અનુસાર
1. ઘણા બધા લોકોએ મને જણાવ્યું કે આ જે દંગા થયા એમાં સરકાર નો ભાગ છે કે ખેડૂતો જ એવા ખરાબ છે કે ખેડૂતોએ જ આ ધંધા કરાવ્યા છે પરંતુ ક્યારેય કોઈપણ એક્સાઇડ ને દોષી ઠેરવી શકાય અને બંનેનો થોડો થોડો ભૂલ હશે જે ઉપર તમને જણાવી દેવામાં આવી છે કે કોના થી શું ભૂલ થઇ પરંતુ જ્યારે આટલું મોટું ઉગ્ર આંદોલન થતું હોય છે ત્યારે દેશમાં રાજનીતિ નો માહોલ ખૂબ જ ગરમ થઈ જતું હોય છે એટલા માટે પક્ષ અને વિપક્ષ એમ બંનેના તર્ક સાંભળવો જોઇએ અને ત્યાર બાદ પોતાનું એક નિર્ણય લેવો જોઈએ એટલે મારા મત મુજબ સરકારની પણ આ દંગામાં ભાગીદારી હોઈ શકે છે વિપક્ષની પણ આ દંગામાં ભાગીદારી હોઈ શકે છે અને કિસાનોની પણ આ દંગામાં ભાગીદારી હોઈ શકે છે એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે અમુક અપવાદ રૂપ તત્વો આંદોલનને બગાડવાની કોશિશ કરે છે તેને જોઈને જે સીધા માણસ સામાન્ય માણસ હોય છે તે પણ ઉગ્ર બની જાય છે અને તે પણ અમારો કરવાનું ચાલુ કરી દેશે આથી કિસાન અને દંગા એમાં કોઈ પણ ફરક રહી જતો નથી
2. કેટલાક અસામાજીક તત્વો ખેડૂત ની પરેડ ની અંદર ઘૂસી આવ્યા હતા જેના કારણે આ સમગ્ર ઘટના બની હતી આ ઉપરાંત સરકારે પણ ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા આ ઘટના બનવાની છે તેની જાણકારી રાખવાની જરૂર હતી આપણે કહી શકીએ છીએ કે રેલીમા કિસાનોની સમગ્ર જવાબદારી હતી પરંતુ સરકારને પણ થોડી જાગરૂકતા દેખાડવાની જરૂર હતી
3. ત્રીજી બાબત હું તમને જણાવીશ કે ખેડૂતનું કામ એ ખૂબ જ વ્યસ્ત હોય છે તે ક્યારેય નવરો પડતો નથી તે હંમેશા વ્યસ્ત હોય છે અને આ પંજાબ અને હરિયાણાના ખેડૂતો 60 દિવસથી આંદોલન કરી રહ્યા છે તો પોતાનું ઘર તે કેવી રીતે ચલાવી રહ્યા હશે અને આંદોલન ની અંદર જે ખર્ચો થઈ રહ્યો છે તે ખર્ચો ક્યાંથી આવી રહ્યો છે તેમજ બે અઠિ લાખ કે તેનાથી પણ વધારે ટેકટર એ બોર્ડર ઉપર ક્યાંથી આવ્યા જો બધા જ ખેડૂતો પાસે ટેકટર છે તો આ ખેડૂતોએ ગરીબ ન કહેવાય આ ખેડૂતોએ ધનવાન કહેવાય અને આમ પણ સમગ્ર વિશેષણ કરીએ તો સમગ્ર દેશ કરતાં પણ વધુ ટેકનોલોજી અને બિયારણની કક્ષાએ પંજાબ અને હરિયાણાના ખેડૂતો ખૂબ જ આગળ છે.

4. અહીં હું એક તર્ક આપવા જઈ રહ્યો છું કે ભારતની જેટલી રાષ્ટ્રીય સુરક્ષા ની એજન્સી હોય છે તેની જવાબદારી હોય છે કે દેશની અંદર કોઈપણ ખરાબ ઘટના ન બને ખરાબ ઘટના એટલે કે આંતકવાદી ઘટના એટલા માટે આવડા મોટા આંદોલનને આટલી મોટી ટ્રેક્ટર રેલી નીકળે તો તેમાં કોઈપણ આંતકવાદી ઘટના બનવાની સંભાવના પણ હોય શકે તો આ એજન્સીઓ જ પોતાની સ્પષ્ટપણે તપાસ કરે તો તેને જાણ હોય જ છે કે આવા કોઈ દંગા થવાના છે. અને જો ન ખબર હોય તો આ દેશની રાષ્ટ્રીય એજન્સી ઓની મોટી ના કામયાબી કહેવાય.
5. દીપ સિંધુ કે જેની લાલ કિલ્લા ઉપર ઝંડો ફરકાવવામાં ખૂબ જ મોટી ભૂમિકા રહી હતી તે નિશાન સાહેબ નો ઝંડો ફરકાવીને તરત બુલેટ લઈને ભાગી જતો હોય એવું એક વીડિયોમાં જણાઈ રહ્યું છે એટલા માટે એવું કહી શકાય કે આ પહેલેથી જ પ્લાન કરવામાં આવ્યું હતું.
1.ઉપરના વીડિયોમા બતાવવામાં આવી રહ્યું છે કે અમેરિકાની અંદર રહિ રહેલા શિખ છે તેના દ્વારા ખાલિસ્તાન ના સપોર્ટ માટે એક વીડિયો બનાવવામાં આવી રહ્યો છે જેમાં તિરંગાને સળગાવવામાં આવી રહ્યો છે જે એક ખુબ જ શરમજનક બાબત છે આ ઉપરાંત 2.બીબીસી ન્યુઝ ના વિડીયો ની અંદર તમે જોઈ શકો છો કે સરકાર દ્વારા જે કાંઈ ભૂલો કરવામાં આવી છે તે વિશ્વના ન્યૂઝ પેપર ની અંદર બતાવવામાં આવી છે અને ખેડૂતો દ્વારા જે કંઈ મંતવ્ય આપવામાં આવ્યા છે તે મંતવ્યો વિશ્વના ન્યુઝ ચેનલોની અંદર છાપવામાં આવ્યા છે.
મિત્રો આ માત્ર મારા મંતવ્ય છે જો આમાં તમને કોઈ પણ ભૂલ જણાય કે વિરોધમાં તર્ક જણાય તો તમે કોમેન્ટ માં જણાવી શકો છો અને મારા વિચારોને બદલી શકો છો
ધન્યવાદ
કેવિન કુમાર ચાંગાણી
ગોદી મિડીયા
જવાબ આપોકાઢી નાખો